રાશિફળ ૯ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશીને મળશે સારા કર્મનું સારું ફળ, નસીબ રહેશે જોરમાં

Posted by

મેષ રાશિ

ગ્રહની સ્થિતિ પ્રમાણે આજે તમે તમારા પ્રેમ જીવનને એન્જોય કરી શકશો. તમારા પ્રિય પાત્ર સાથે વાત આગળ વધશે અને ભવિષ્યની યોજનાઓ બની શકશે. કામકાજના સંબંધમાં સમય સારો રહેશે. તમારી મહત્વાકાંક્ષાઓ પૂરી થશે જેનાથી સુખ મળશે. આજે તમે ખૂબ જ ઝડપથી આગળ વધી શકશો. પર્સનલ લાઈફ ખૂબ જ સારી રહેશે. ક્રોધમાં વધારો થઇ શકે છે. ખાણીપીણી પર ધ્યાન આપવું અન્યથા સ્વાસ્થ્ય બગડી શકે છે.

વૃષભ રાશી

આજે તમે ઓફીસના કાર્યોમાં વધારે વ્યસ્ત રહેશો જેના કારણે માનસિક તણાવ વધી શકે છે. પરિવારના લોકો સાથે વધારે સમય વિતાવી શકશો નહિ. મનમાં સંતોષ અને ખુશીનો ભાવ રહેશે. ઘરના લોકો સાથે ઝઘડો થઈ શકે છે. થાકનો અનુભવ કરશો. કામકાજના સંબંધમાં મહેનત સફળ થશે. સ્વાસ્થ્ય સારું રહેશે. વ્યક્તિગત જીવન સંતોષ કારક રહેશે.

મિથુન રાશિ

આજે તમારા આત્મવિશ્વાસમાં વધારો થશે. જેના કારણે બિઝનેસને યોગ્ય ગતિ અને દિશા મળશે. ગવર્મેંટ તરફથી કોઈ મોટા બેનિફિટ્ મળી શકે છે. સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે. લગ્ન જીવન જીવી રહેલા લોકો ગૃહસ્થ જીવનમાં કંઈક અલગ કરી શકશે. જેનાથી જીવન સાથી ખુશ થશે. ખર્ચમાં ખૂબ જ ઝડપથી વધારો થશે. આવક અને જાવકનું સંતુલન બનાવી રાખવું.

કર્ક રાશી

આજનો દિવસ ઉતાર-ચઢાવ ભરેલો રહેશે. ખર્ચમાં વધારો થશે અને આવક સામાન્ય રહેશે. જેના કારણે થોડી પરેશાની થઈ શકે છે. લગ્નજીવનથી તમે ખુશ રહેશો. પ્રિય પાત્રનો સહયોગ મળશે. પ્રિય પાત્ર તરફથી સહાય પણ મળી શકે છે. પ્રેમ જીવન ખૂબ જ સારું રહેશે. શત્રુઓ તમારા સંબંધને તોડવાના પ્રયાસ કરશે પરંતુ તે નિષ્ફળ જશે. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ રહી શકે છે. કામકાજના સંબંધમાં દિવસ મજબૂત રહેશે. કાર્યકુશળતાનો લાભ ઉઠાવવો.

સિંહ રાશી

ગ્રહો અને સિતારા આજે તમારા પક્ષમાં રહેશે. સાહસ અને પરાક્રમમાં વધારો થશે. બિઝનેસ રિલેટેડ નિર્ણય માટે સારો દિવસ છે. સફળતા મળશે. પ્રોફિટ વધવાના યોગ છે. આર્થિક સ્થિતિ મજબૂત રહેશે. ગૃહસ્થ જીવનમાં સંતોષ રહેશે. જીવનસાથી સાથે સારો સમય પસાર કરી શકો છો. પ્રેમ જીવનમાં તણાવ રહી શકે છે. પ્રેમ જીવનમાં ચાલી રહેલા ઝઘડાઓ સંબંધને તોડી શકે છે. માટે સાવધાન રહેવું. કામકાજના સંબંધમાં પ્રયાસ કરવાથી જ સફળતા મળશે. કોઈ નજીકના વ્યક્તિ સાથે સંબંધ બગડે નહીં તેનું ધ્યાન રાખવું.

કન્યા રાશિ

ગ્રહોની સ્થિતિ સારા ઈશારાઓ કરી રહી છે. આજે રોકાણ કરવા માટે સારો દિવસ છે પરંતુ સમજી વિચારીને રોકાણ કરવું. ખર્ચમાં વધારો થશે. આવકમાં ઘટાડો થઈ શકે છે. જેના કારણે બેલેન્સ બગડી શકે છે. કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં આવીને ધનનું રોકાણ ન કરવું. કામકાજના સંબંધમાં મહેનત સાફ નજર આવશે અને સારું ફળ મળશે. દાંપત્ય જીવનમાં ખુશીઓ આવશે. આજે સંતાનો સાથે જોડાયેલા કોઈ શુભ સમાચાર મળી શકે છે. પ્રેમ જીવન વિતાવી રહેલા લોકો માટે દિવસ સારો રહેશે.

તુલા રાશિ

આ રાશિના જાતકો માટે આજનો દિવસ સારો રહેશે. કારણકે આવકમાં વધારો થશે. ઇચ્છાઓ પૂરી થશે. લાંબા સમયથી રોકાયેલા કામ પુરા થશે. આવી રહેલી અડચણો દૂર થશે. જેનાથી તમે ખુશ થશો. સ્વાસ્થ્ય સારું રહેશે. ખાણીપીણી પર ધ્યાન રાખવું અને પેટ સાથે જોડાયેલી તકલીફ થઈ શકે છે. તમારા જીવનમાં તણાવ રહેશે. જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. પ્રેમ જીવનમાં મતભેદ થઈ શકે છે.

વૃષીક રાશિ

વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ મધ્યમ રહેશે. મનમાં ખુશી જળવાઈ રહેશે. કામ પર ધ્યાન આપી શકશો. પરિણામ ખુબ જ સારા મળશે. નોકરી કરતા લોકો પર વર્કલોડ વધારે રહેશે. વરિષ્ઠ અધિકારીઓ દ્વારા કડવા શબ્દ સાંભળવા મળી શકે છે. આર્થિક રૂપે દિવસ ઠીકઠાક રહેશે. વિરોધીઓ પર તમે ભારે પડશો. આળસથી બચીને રહેવું. વ્યક્તિગત જીવનમાં શાંતિ રહેશે.

ધન રાશિ

આજનો દિવસ સારો રહેશે. હનુમાનજીની કૃપાથી અચાનક બગડેલા ગામ બનવા લાગશે. જેનાથી ઘણા લાભ મળશે. ખુશીઓમાં વધારો થશે. સ્વભાવમાં ચડાવ-ઉતાર આવી શકે છે. ક્યારેક ખુશી તો ક્યારેક ગુસ્સો આવી શકે છે. ચડાવ-ઉતારથી બચવાની કોશિશ કરવી. દાંપત્ય જીવનમાં તણાવ વધી શકે છે. પારિવારિક જીવનમાં ખુશીઓ આવશે. પરિવારમાં કોઈ ફંકશન થઈ શકે છે. પ્રેમ જીવનમાં સમસ્યાઓ આવી શકે છે.

મકર રાશિ

ગ્રહોની સ્થિતિ અનુકૂળ ન હોવાથી થોડી સાવધાની રાખવી. માનસિક તણાવ વધારે રહેશે. જેના કારણે યોગ્ય નિર્ણય લઈ શકશો નહીં. ધનનું રોકાણ કરવાથી બચવું. નુકસાન ઉઠાવવું પડી શકે છે. કોઈને ઉધાર પૈસા ન આપવા. લગ્નજીવન અને ગૃહસ્થ જીવનમાં ખુશીઓ મળશે. પ્રેમ જીવનમાં અસહાયતાનો અનુભવ થઈ શકે છે. ખર્ચમાં વધારો થશે. જમીન સંપત્તિ સાથે જોડાયેલી બાબતોમાં સફળતા મળશે.

કુંભ રાશિ

ગ્રહોની સ્થિતિ આજે તમને સપોર્ટ કરશે. જેના કારણે ખર્ચમાં ઘટાડો થશે. બિઝનેસ સફળ રહેશે. સારા બેનિફિટ્ મળવાના યોગ બની રહ્યા છે. જો તમે નોકરી કરી રહ્યા છો તો તમારી દરેક વાત બોસ માન્ય રાખશે. ઘરનું વાતાવરણ થોડું અશાંત રહી શકે છે. માનસિક બેચેની રહી શકે છે. પ્રેમ જીવન જીવી રહેલા લોકો માટે રોમાન્સનો સમય રહેશે મળી રહેશે.

મીન રાશિ

આજનો દિવસ સામાન્ય રહેશે. વધારે ખર્ચ કરવાથી પરેશાની થઈ શકે છે. આવક સામાન્ય રહેશે. નોકરી કરતાં લોકોએ કામકાજની દ્રષ્ટિએ ઉતાવળ કરવાથી બચવું કારણકે સ્થિતિ અનુકૂળ રહેશે નહીં. દાંપત્ય જીવન સારું રહેશે. પ્રેમ જીવનમાં તણાવ રહી શકે છે. પ્રિય પાત્ર આજે ક્રોધિત થઈ શકે છે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે.