રાશિફળ બુધવારથી શનિવાર, આ રાશિના જાતકોને મળી શકે મોરી ખુશખબરી, ઘર પરિવારમાં રહેશે આનંદ

Posted by

મેષ રાશિ

તમારા કામને પૂરી નિષ્ઠાથી કરવા. ગ્રહ પરિભ્રમણ સારું બનેલું છે તેનાથી તમને સકારાત્મક પરિણામ મળશે. જમીન અથવા તો વાહનો ખરીદવા સાથે જોડાયેલી યોજના બની રહી હોય તો તેમાં તમને સકારાત્મક પરિણામ મળશે. તમે કોઈ ધાર્મિક સ્થળને યાત્રાનો પ્રોગ્રામ બનાવી શકો છો. ઘરના વડીલોના આરોગ્યનું ધ્યાન રાખવું. આ સમયે તેને કોઈ સારા ઇલાજની જરૂર છે. બાળકો અને યુવાનોએ પોતાના લક્ષ્ય માટે મહેનત કરવી જરૂરી છે. ખરીદી કરતા સમયે તમારા બજેટમાં ધ્યાન રાખવું જરૂરી છે. વ્યવસાયમાં કોઈપણ નિર્ણય લેતા સમયે વડીલોનો સહયોગ લેવો જરૂરી છે. તેના માર્ગદર્શનથી તમને મદદ મળશે. આ સમયે આવક સારી રહેશે. નોકરી કરતા લોકોને અધિકારીઓ સાથેના સંબંધો મધુર બનાવીને રાખવા. ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે. પ્રેમ પ્રસંગોથી દૂર રહેવું.

વૃષભ રાશિ

નવી યોજનાઓ અને બનાવવા માટે સમય અનુકૂળ છે. તમારી મહેનત અને પ્રયત્નોના સારા પરિણામ મળશે. ઘણા સમય પછી મિત્રોને મળવાથી તમે ખુશી અનુભવશો. રોજની દિનચર્યામાંથી રાહત મળશે. બાળકો ઉપર વધારે પ્રતિબંધ ન લગાવવો. કારણ કે તેનાથી તેમનું આત્મબળ અને કાર્યક્ષમતા ઓછી થઇ શકે છે. તમારી કોઈ વાતથી કોઈ મિત્ર નારાજ પણ થઇ શકે છે. થોડો સમય ધર્મ કર્મના કામમાં પસાર કરવો જરૂરી છે. વ્યવસાય સાથે જોડાયેલા કામમાં અડચણો આવી શકે છે. પરંતુ વધારે ફાયદાની આશા ન રાખવી. વર્તમાન પરિસ્થિતિઓને કારણે વ્યવસાય ઉપર જે પ્રભાવ પડેલો છે તેને અત્યારે સારો બનાવવા માટે હજુ વધારે સમય લાગશે. નોકરી કરતા લોકો માટે ઓફિસમાં વાતાવરણ શાંતિ વાળું રહેશે. પતી-પત્ની વચ્ચેના સબંધોમાં મધુરતા રહેશે. મિત્રો સાથેની મુલાકાતથી દિવસ વધારે ખુશનુમા બની જશે.

મિથુન રાશિ

ઘરમાં કોઈ ધાર્મિક આયોજન સાથે જોડાયેલી યોજના બની શકે છે. તેમજ ઘરના બધા લોકો ઉત્સાહથી તૈયારીમાં વ્યસ્ત રહેશે. તમારા ભવિષ્યના લક્ષ્યો પ્રત્યે એકાગ્રચિત અને સુનિયોજિત રીતે કામ કરવા જેથી તમને સારી સફળતા મળે. કેટલાક લોકો સાથે નવા સંપર્ક બની શકે છે પરંતુ અજાણ્યા લોકો ઉપર વિશ્વાસ કરવો નુકસાનદાયક રહી શકે છે. કેટલાક સ્વાર્થી અને નકારાત્મક પ્રક્રૃતિના લોકો તમારી ભાવનાઓનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે. મોજ મસ્તીમાં આવીને પોતાની કારકિર્દી બગાડવી નહીં. વ્યક્તિગત અને વ્યવસાયિક કામમાં સારો તાલમેલ બનાવી રાખવાની જરૂર છે. કામનું દબાણ વધારે રહેશે. અડચણોનો સામનો કરવો પડશે. આ સમયે હિંમત રાખીને બધા કામ પૂરા કરવા. પારિવારિક વાતાવરણ સૌહાર્દ પૂર્ણ રહેશે. પ્રેમી-પ્રેમિકા વચ્ચે કોઈ ગેરસમજણને લીધે દૂરી આવી શકે છે.

કર્ક રાશિ

જો કોઈ પારિવારિક વાદ વિવાદ ચાલી રહેલો હોય તો કોઈ મધ્યસ્થ વ્યક્તિની મદદથી તેને ઉકેલવાના પ્રયત્નો કરવા. પરિસ્થિતિઓ સારી બનતી જશે. અટકેલા સરકારી કામ કોઈ અધિકારીની મદદથી પૂરા થતા જશે. થોડો સમય આધ્યાત્મિક કામમાં પસાર કરવો જરૂરી છે. ધ્યાન રાખો કે તમારી કોઈ ગુપ્ત વાત બહાર આવી શકે છે. તેને કારણે નજીકના મિત્ર સાથેના સંબંધોમાં કડવાહટ આવવાની આશંકા રહેલી છે. વધારે સારું રહેશે કે તમારી વાતોને વધારે આગળ વધવા ન દો. માનસિક શાંતિ મેળવવા માટે થોડો સમય એકાંતમા પસાર કરવો જરૂરી છે. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. કાર્યક્ષેત્રમાં નવીનીકરણ અથવા તો બદલાવ કરવાનું વિચારી રહ્યા હોય તો નિર્ણય યોગ્ય રહેશે. કોઈ વાસ્તુના જાણકારની સલાહ લેવાથી ફાયદો મળશે. ઓફિસમાં કોઈ સહયોગી સાથે કામને કારણે મનભેદ રહી શકે છે. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય બની રહેશે. ભાવનાત્મક રીતે નજીકતા વધશે.

સિંહ રાશિ

દિવસની શરૂઆત સકારાત્મક વિચારોથી કરવી. ગ્રહની સ્થિતિ અનુકૂળ બનેલી છે. વ્યક્તિગત તેમજ આર્થિક પક્ષને મજબુત બનાવવા સાથે જોડાયેલ મહત્વની યોજનાઓ બનશે. ઘરની વ્યવસ્થાને ઉચિત બનાવી રાખવામા વ્યસ્તતા રહેશે. ક્યારેક ક્યારેક આળસને કારણે તમારે તમારા કામ કાલ ઉપર ટાળવાના પ્રયત્નો ન કરવા. તેને કારણે નુકસાન થઈ શકે છે. કોઈ અપ્રિય સમાચાર મળવાથી તમારી કાર્યક્ષમતા ઉપર તેની અસર પડી શકે છે. તમારા મનોબળને મજબૂત બનાવી રાખવું. વર્તમાન વ્યવસાયિક ગતિવિધિઓ ધીમી હોવા છતા તમારી યોગ્યતા અને ક્ષમતાના બળ ઉપર બધા કામ સારી રીતે ચાલતા જશે. કોઈ ખાસ વ્યક્તિની મદદથી સારો ઓર્ડર મળવાની સંભાવના છે. આળસ અથવા તો બેદરકારી ન રાખવી. જીવનસાથી અને તમે કોઈ ભેટ આપી શકો છો અને તેનાથી તમારા સંબંધોમાં મધુરતા વધશે. પ્રેમ સંબંધો માં પ્રગટ થતા બની રહેશે.

કન્યા રાશિ

આજે માર્કેટિંગ તથા મીડિયા સાથે જોડાયેલ કોઈ મહત્વના કામ પૂરા થઈ શકે છે. જેને કારણે તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. વાતચીતના માધ્યમથી ઘણી બધી મુશ્કેલીઓનું સમાધાન મળી શકશે. કોઈ મિત્ર અથવા તો સંબંધી તમારી ભાવનાનો ખોટો ફાયદો ઉઠાવી શકે છે એટલા માટે સાવધાન રહેવું. પાડોશીઓ સાથે વાદ વિવાદની સ્થિતિ રહેલી હોય તો દૂર રહેવું સારું રહેશે. બીજાની આશા રાખવાને બદલે તમારે તમારી કાબીલિયત ઉપર ભરોસો રાખવો સારો રહેશે. માર્કેટિંગના કામમાં વધારે ધ્યાન આપવાની જરૂર છે. લોકો સાથેના સંપર્ક વધારે મજબૂત બનાવવા. વેપાર-ધંધા માટે જે કામ પ્રત્યે તમે પ્રયત્ન કરી રહ્યા હતા તેમા સફળતા મળવા માટે સમય અનુકૂળ છે. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય મધુર બની રહેશે. મિત્રો સાથે પારિવારિક ગેટ-ટુ-ગેધર થવાથી તમારી જૂની યાદો તાજી થશે.