રાશિફળ ગુરુવારથી સોમવાર, આ રાશીને આટલા દિવસોમાં મળશે અઢળક લાભ, સપના થશે પુરા

Posted by

તુલા રાશિ

દિવસ શાંતિપૂર્ણ રીતે પસાર કરવો. તમારી આર્થિક યોજનાઓ સરળતાથી ફળીભૂત થશે, જેનાથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. રોજબરોજની વ્યવસ્થામાંથી રાહત મેળવવા માટે થોડો સમય શાંતિ વાળા વાતાવરણમાં પસાર કરવો જરૂરી છે. નકારાત્મક પરિસ્થિતિઓ ક્રોધ કરવાને બદલે શાંતિપૂર્ણ રીતે તેને ઉકેલવા ના પ્રયત્ન કરવા. આ સમયે વિદ્યાર્થીઓએ અભ્યાસ પ્રત્યે બેદરકાર ન રહેવું નહીતર રીઝલ્ટ ખરાબ થઈ શકે છે. કોઈપણ દસ્તાવેજો પર વાંચ્યા વગર સહી ન કરવી. વ્યાપારિક મંદીની અસર તમારા વેપાર ધંધા ઉપર પણ પડી શકે છે. આ સમયે વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓ પર ગંભીરતાથી વિચાર કરવો અને તેના યોગ્ય પરિણામ મળી શકે છે. નોકરી કરતા લોકોએ આજે પોતાના કામને લઇને સજાગ રહેવાની જરૂર છે, નહિતર પૂછપરછ થવાની સંભાવના રહેલી છે. પતિ-પત્ની વચ્ચે ખાટો મીઠો વિવાદ સંબંધોમાં વધારે નજીકતા લાવશે. પ્રેમ સંબંધોમાં પણ મધુરતા બની રહેશે.

વૃશ્ચિક રાશિ

દિવસ મિશ્ર પ્રભાવ આપનારો રહેશે. મિત્રો તથા સંબંધીઓ સાથે ભાવનાત્મક લગાવ વધશે. તમારી મહેનત દ્વારા કોઈ કામને પૂરા કરવાના પ્રયત્ન કરશો તો તેમાં સફળતા મળશે. કોઈ નજીકના સંબંધી મદદ કરવી પડી શકે છે. નકારાત્મક પરિસ્થિતિનો સામનો કરવો પડશે પરંતુ તેનાથી આત્મવિશ્વાસમાં વધારો થશે. બાળકોની ગતિવિધિઓ પર નજર રાખવી જરૂરી છે અને તેને યોગ્ય માર્ગદર્શન આપવું એ તમારી જવાબદારી છે. વ્યવસાયિક ગતિવિધિઓમાં મોટું રોકાણ કરવાની યોજના બની શકે  તો તરત જ તેના ઉપર કાર્યવાહી કરવાનું શરૂ કરી દેવું. તમને પ્રગતિના કેટલાક મહત્વપૂર્ણ અવસર મળી શકે છે ઓફિસમાં તમારી ગતિવિધિઓને કોઈ સામે જાહેર ન કરવી. પતિ-પત્ની વચ્ચે સહયોગાત્મક સંબંધ રહેવાથી ઘરમાં સુખ-શાંતિ બની રહેશે. પ્રેમ સંબંધો લગ્નમાં બદલવાની યોજનાઓ બનશે

ધન રાશિ

પાછલા કેટલાક સમયથી તમે જે કોઈપણ કામ માટે પ્રયત્ન કરી રહેલા હતા તેના સકારાત્મક પરિણામ જલ્દી જ તમને દેખાશે. કોઈ મહત્વપૂર્ણ કામ કરતા સમયે ઘરના અનુભવી વ્યક્તિની સલાહ લેવી જરૂરી છે, તો નિશ્ચિત તમને સમાધાન મળશે. કોઈપણ કામ કરતા પહેલા તેના સાથે જોડાયેલ બજેટ બનાવી લેવું જરૂરી છે, તેનાથી તમને કોઇ પણ નિર્ણય લેવામાં અસુવિધા નહીં થાય. ઓફિસમાં નકારાત્મક વાતાવરણને લીધે નકારાત્મક લોકોથી દૂર રહેવુંની જરૂર છે. ઘરની સારસંભાળમાં સમય આપવો. વ્યવસાયિક ગતિવિધિઓ સામાન્ય રહેશે. આ સમયે ફાયદાની વધારે આશા નથી પરંતુ જરૂરિયાતો પૂરી થતી રહેશે. સરકારી સેવા કરતા લોકો ઉપર કામનું ભારણ વધારે રહેવાને લીધે તણાવ રહી શકે છે. ઘરનું વાતાવરણ શાંતિપૂર્ણ અને ખુશનુમા રહેશે. પ્રેમી પ્રેમિકાને ડેટિંગના સારા અવસર મળશે.

મકર રાશિ

ગ્રહની સ્થિતિ તમારા માટે સારી પરિસ્થિતિનું નિર્માણ કરી રહી છે. આજે વ્યક્તિગત સંબંધ તેમજ પારિવારિક કામમાં વ્યસ્તતા બની રહેશે અને તમે સારી રીતે તમારા કામ પૂરા કરવામાં સમર્થ પણ રહેશો. કોઈ જૂના વાદવિવાદનું સમાધાન મળી શકે છે. બીજાની સલાહ ઉપર વધારે ભરોસો ન કરવો તેને કારણે તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો. ક્યારેક ક્યારેક મનમાં અનહોની જેવો ભય રહી શકે છે, આ વહેમને તમારા મન માથી કાઢી નાખવાના પ્રયત્નો કરવા. યુવાનોએ પોતાની કારકિર્દી પ્રત્યે વધારે સચેત રહેવાની જરૂર છે. વેપાર-ધંધામાં નવાકામની રૂપરેખાને ક્રિયાન્વિત કરવા માટેનો સમય અનુકૂળ છે. કોઈ અધિકારી વર્ગ તરફથી તમારી ઇચ્છા મુજબની મદદ મળી શકે છે. આયાત અને નિકાસ સાથે જોડાયેલા કામમાં ખાસ સફળતા મળશે. નોકરીમાં તમારા કામ પ્રત્યે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે, નહીંતર કોઈ ભૂલ થઈ શકે છે. પત્ની વચ્ચે રોમેન્ટિક સંબંધો બની શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા વધશે.

કુંભ રાશિ

સંતાનો તરફથી કોઈ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. કોઈ અજાણ્યા વ્યક્તિ સાથેની મુલાકાત લાભદાયક રહેશે. જમીન મિલકત સાથે જોડાયેલ કોઈ મુશ્કેલી ચાલી રહેલી હોય તો કોઈ મધ્યસ્થ વ્યક્તિ દ્વારા તેનો ઉકેલ આવી શકે છે. ગુસ્સાને તમારા ઉપર હાવી ન થવા દેવો. તમારા કામને પૂરી એકાગ્રતાથી કરવા. આજે કોઈપણ પ્રકારના ઉધારથી નુકસાન થઈ શકે છે. એકબીજા સાથેના સંબંધોમાં ખટાશ આવી શકે છે. જેની અસર પારિવારિક વ્યવસ્થા ઉપર પડી શકે છે. નોકરી કરતા લોકોને તેની ઈચ્છા મુજબના કામ થવાથી પ્રસન્નતા રહેશે. ભાગીદારીમાં વેપારીઓ સાથે જોડાયેલી યોજના બની રહી હોય તો તેના ઉપર તરત જ અમલ કરવો તમારા માટે ફાયદાકારક રહેશે. આ સમયે કોઇપણ યાત્રા કરવી નુકસાનદાયક રહેશે. તેમાં પૈસા અને સમય બંનેની બરબાદી થઈ શકે છે. પરિવાર સાથે ખરીદી અને ડિનરનો પ્રોગ્રામ બની શકે છે. ઘરમાં પ્રસન્નતાનું વાતાવરણ રહેશે.

મીન રાશિ

ઘરના લગ્ન યોગ્ય સભ્ય માટે લગ્નનો સારો પ્રસ્તાવ આવી શકે છે, જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. મિલકતના ખરીદ વેચાણ સાથે જોડાયેલ મહત્વના કરાર બનશે પરંતુ બીજા પર આધાર રાખવાને બદલે તમારે તમારા નિર્ણયને પ્રાથમિકતા આપવી. ખર્ચા વધારે રહેવાની સ્થિતિ બની રહી છે, એટલા માટે કોઇપણ કામને બજેટ બનાવીને જ શરૂ કરવા. ક્યારેક ક્યારેક તમને ઈચ્છા મુજબના પરિણામ ન મળે તો તમારે તણાવ ન લેવો, અને સકારાત્મક બની રહેવું જરૂરી છે. વેપાર-ધંધામાં તમારી મહેનત પ્રમાણે તમને ફળ મળશે. ઈચ્છા મુજબના કોન્ટ્રાક્ટર મળવાની સંભાવના છે. નોકરી કરતા લોકોને ઓફિસિયલ યાત્રા પર જવાનો ઓર્ડર મળી શકે છે. આ યાત્રામાં તમને નવી નવી જાણકારીઓ મળશે. ઘર-પરિવારમાં સુખ-શાંતિ બની રહેશે. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે સન્માનની ભાવના રહેશે.