રાશિફળ મંગળવારથી શનિવાર, આ રાશિ પર રહેશે હનુમાનજીની કૃપા, મળશે સાર્થક પરિણામ

Posted by

તુલા રાશિ

સમય માન અને પ્રતિષ્ઠા આપનાર છે. આજુબાજુના સકારાત્મક લોકો સાથે વાતચીત કરવાથી તમે હળવાશ અનુભવશો, તેમજ મુશ્કેલીઓ હોવા છતાં તમે તમારા કામ પુરા કરતા જશો. મિત્રો તથા સહયોગીઓ સાથેના સંબંધો સારા રહેશે. તમારે તમારા ખર્ચા અને જરૂરિયાતોને સીમિત રાખવી. બાળકોને વધારે છૂટ ન આપવી, નહીંતર બાળકોનું ધ્યાન અભ્યાસમાં નહીં લાગે. જો જમીન અને વાહન સાથે જોડાયેલ લોન લેવાનું વિચારી રહ્યા હોય તો એકવાર ફરીથી વિચાર કરી લેવો જરૂરી છે. કામના ક્ષેત્રે અડચણો આવશે માટે વધારે સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ અને માર્ગદર્શન લો. કારોબારમાં પારદર્શિતા રાખવી જરૂરી છે. પતિ-પત્ની વચ્ચે બહારના વ્યક્તિને લીધે ગેરસમજણ ઉભી થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં નજીકતા બની રહેશે.

વૃશ્ચિક રાશિ

આજે કોઈ મહત્વની સૂચના મળી શકે છે, જે તમારા માટે ખૂબ જ લાભદાયક રહેશે. જમીન અથવા તો વાહન સાથે જોડાયેલ કોઈ પણ કામ કરી રહ્યા હોય તો તેના તમને અનુકૂળ પરિણામ મળશે, સાથે જ તમે શાંતિનો અનુભવ કરશો. પરંતુ આ વાતનું ધ્યાન રાખવું કે બીજા કોઈ ઉપર વધારે વિશ્વાસ ન કરવો. નિંદાથી દૂર રહેવું. બાળકોના ભવિષ્યને લઈને અચાનક જ મનમાં ચિંતા રહી શકે છે. તમારી મન: સ્થિતિને મજબૂત બનાવી રાખવી. કામના ક્ષેત્રે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે, તેમાંથી બહાર નીકળવા માટે તમારે વધારે મહેનત કરવાની જરૂર છે. ઈન્કમટેક્ષ, સેલ્સટેક્ષ જેવા કામને પુરા રાખવા મટે સમય મુશ્કેલી વાળો છે અને તેમાં તમારા પરિવારના સભ્યોનો સહયોગ તમને મળી રહેશે. યુવાનોએ પ્રેમ પ્રસંગોમાં મર્યાદિત અને ગંભીર રહેવું.

ધન રાશિ

તમારા બધા કામને પૂરી લગન સાથે કરવાથી તેનું ઉચિત પરિણામ મળશે. આજે પરિસ્થિતિઓમાં સકારાત્મક બદલાવનો અનુભવ કરશો. કંઈક નવું શીખવાનો ચાન્સ મળી શકે છે. આશાઓ અને સપનાઓને પુરા કરવા માટે સમય ઉત્તમ છે. પરંતુ એ પણ ધ્યાન રાખવું કે બેદરકારીને કારણે તમારા કેટલા કામ અધુરા રહી શકે છે. ભાઈઓ સાથે તાલમેલમાં થોડી મુશ્કેલી રહી શકે છે. આવકની સાથે સાથે ખર્ચા પણ વધારે રહેશે. માર્કેટિંગ અને લોકો સાથેના સંપર્કનો વિસ્તાર વધારવો. વેપારમાં નાની-નાની વાતોનું ગંભીરતાથી મૂલ્યાંકન કરવું. ઓફિસમાં તમારા વ્યવહારને સમજદારીથી અને કામને યોગ્ય રીતે પૂરા કરવા. દાંપત્યજીવનમાં ચાલી રહેલા મતભેદ દૂર થશે. પ્રેમ સંબંધો લગ્નમાં પરિવર્તિત થવા માટેની યોજનાઓ બનશે.

મકર રાશિ

કોઈ સંમેલન અથવા તો સમારોહમાં હાજર રહેવાનો ચાન્સ મળી શકે છે. નવા નવા વિષયોની જાણકારી મળશે. કોઈ પ્રકારના ખર્ચા સામે આવે તો તેની યોગ્ય વ્યવસ્થા કરી લેવી. મહેમાનનું સ્વાગત કરવામાં સમય પસાર થશે. પરંતુ કોઈ ઉપર વધારે પડતો વિશ્વાસ ન કરવો. વધારે સારું રહેશે કે તમે તમારા નિર્ણયને સર્વોપરી રાખીને જ આગળ વધો. આ સમયે કોઈ પણ પ્રકારનું આવનજાવન ન કરવું, કારણ કે સમય અને પૈસા બંને બરબાદ કરવા સિવાય કંઈ નહીં મળે. વ્યવસાયમાં વિસ્તારની યોજનાઓ માટે કામ શરૂ થશે. નવી પાર્ટીઓ તથા નવા લોકો સાથે વ્યવસાયિક સંબંધો સ્થાપિત કરતા પહેલા સમજી વિચારી લેવું જરૂરી છે. કોર્ટ કેસ સાથે જોડાયેલા કોઈ કામ અટકેલા હોય તો તે આગળ વધશે. પારિવારિક વાતાવરણ સુખદ બની રહેશે. પ્રેમ સંબંધો બહાર આવી શકે છે.

કુંભ રાશિ

સખત મહેનત અને પરિશ્રમને કારણે તમે બધું મેળવી શકશો, જેની તમે આશા રાખેલી હતી. કાર્યકુશળતા બળ ઉપર તમે ખાસ ઉપલબ્ધિ મેળવી શકશો, જેની ઘણા સમયથી તમે રાહ જોઈ રહ્યા હતા. અનુભવી લોકોનો સહયોગ મળી રહેશે. આર્થિક મુશ્કેલી રહી શકે છે. પૈસા સાથે જોડાયેલી બધી બાબતોમા સાવધાની રાખવી જરૂરી છે. બધું બરાબર ચાલી રહ્યું છે એવો તમને અનુભવ થાય, તો આ માત્ર તમારો ભ્રમ હોય શકે છે. વ્યવસાયમાં ક્વોલિટીની સાથે કોઈ બાંધછોડ ન કરવી. જોકે તમારે તમારા કામ પૂરી ગંભીરતાથી પૂરા કરવા, અને આ વાતનું ધ્યાન રાખો કે કોઈ તમારી ગુપ્ત વાતો બહાર ના આવે. નોકરીમાં તમારી ઈચ્છા મુજબની ઉપલબ્ધ મળવાની સંભાવના રહેલી છે. કામકાજની પરિસ્થિતિમાં આવી રહેલી મુશ્કેલીઓને પારિવારિક જીવન ઉપર હાવી ન થવા દેવી. જીવનસાથી તથા બાળકોનો સારો સહયોગ બની રહેશે.

મીન રાશિ

સમયની ગતિ તમારા પક્ષમાં રહેશે. સામાજિક વિસ્તાર વધશે. મહેમાનોનું આગમન અને આવ ભગતમાં ખુશનુમા સમય પસાર થશે. ભેટનું આદાનપ્રદાન થતું રહેશે. યુવાનો પોતાના ભવિષ્યને લઈને ખૂબ જ સજાગ રહેશે. ધ્યાન રાખવું કે બધા ક્રિયા કલાપો વચ્ચે કોઈ મહત્વના કામ અધુરા ન રહી જાય. ઘરેલું ખર્ચામાં યોગ્ય બજેટ બનાવી રાખવું જરૂરી છે. વ્યવસાયમાં તમારા વિરોધીઓ તમારી સામે મુશ્કેલીઓ ઉભી કરી શકે છે. આ સમયે નીડરતાથી તેને ઉકેલવાના પ્રયત્નો કરવા. નોકરીમાં બોસ અને અધિકારીઓ તમારા કામથી સંતુષ્ટ રહેશે. પદ ઉન્નતિ મળવાના આસાર બની રહ્યા છે. પતિ-પત્ની વચ્ચે વાદવિવાદ રહી શકે છે. પ્રેમ પ્રસંગોને લીધે બદનામી થઈ શકે છે, એટલા માટે સાવધાન રહેવું.