તુલા રાશિ
આજે પરિશ્રમ અને મહેનત વધારે રહેશે. તમે તમારી વ્યવહાર કુશળતા દ્વારા બધા કાર્યો સારી રીતે કરવામાં સક્ષમ રહેશો. કોઈ રાજકીય કાર્ય અડચણો વગર પૂર્ણ થઈ શકે છે. કોઈ પ્રભાવશાળી વ્યક્તિનો સહયોગ પણ મળી શકે છે. પારિવારિક ગેરસમજ અને વૈચારિક વિરોધના કારણે તણાવ રહી શકે છે. શાંતિપૂર્ણ રીતે સમસ્યાઓને ઉકેલવી, નહીંતર તેની અસર તમારી કાર્યક્ષમતા ઉપર પડી શકે છે. વેપારમાં થોડા પડકાર સામે આવી શકે છે. પરંતુ સમય અનુસાર તેનો ઉકેલ મળતો રહેશે. તમારે તમારી કાર્યક્ષમતા અને હિંમત ઉપર ભરોસો રાખવાની જરૂર છે. ઓફિસમાં કોઈ કર્મચારીને લીધે મુશ્કેલી થઈ શકે છે. લગ્નજીવનમાં મધુરતા આવી શકે છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નજીકતા રહેશે.
વૃશ્ચિક રાશિ
જ્ઞાનવર્ધક સમય છે. સાંસારિક કાર્યોને શાંતિથી પૂર્ણ કરશો અને સાથે જ અધ્યાત્મિક ગતિવિધિઓમાં પણ તમારો રસ રહેશે. વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અને કરિયરને લઇને ગંભીર રહી શકે છે. સારી ઉપલબ્ધિઓ મળવાની છે. ઘરના કોઈપણ સભ્યના સ્વાસ્થ્યને લઇને ચિંતા રહી શકે છે. આ સમયે તેમનું યોગ્ય ધ્યાન રાખવું જરૂરી છે. રાજનૈતિક ગતિવિધિઓથી દૂર રહેવું. તેમાં સમય અને રૂપિયા ખર્ચ થવા સિવાય કશું જ મળશે નહીં. ઇનકમ ટેક્સ, સેલ્સ ટેક્સને લગતી ફાઇલ પૂરી રાખવી. કારણકે કોઈ મુશ્કેલી ઉભી થઈ શકે છે. વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓ ઉપર ફરીથી વિચાર કરવાની જરૂર છે. મિલકત સાથે જોડાયેલ વ્યવસાયમાં સારી ડીલ થઈ શકે છે. વિષમ પરિસ્થિતિઓમાં તમને જીવનસાથી તથા પરિવારના લોકોનો પૂર્ણ સહયોગ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં ગેર સમજણ થઈ શકે છે.
ધન રાશિ
આજે તમારી આજુ બાજુનું વાતાવરણ સુખદ રહી શકે છે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં તમારો રસ રહેશે. પરિવારના લોકો સાથે બેસીને ચર્ચા-વિચારણાંમાં અનેક ગુંચવાયેલી વાતોનું સકારાત્મક પરિણામ મળી શકે છે. કોઈપણ મુદ્દા ઉપર વાતચીત કરતા સમયે ધ્યાન રાખો કે વિવાદની સ્થિતિ ન બને. કોઈપણ કાર્ય કરતી સમયે તેના વિશે સંપૂર્ણ જાણકારી લેવી જરૂરી છે. કેમ કે અનુભવના અભાવથી કામ ખરાબ પણ થઈ શકે છે. કોર્ટ કેસને લાગતી બાબતોમાં પણ કોઈ અનુભવી વ્યક્તિ સાથે ચર્ચા-વિચારણાં કરવી. કોઈ વ્યવસાયિક કાર્યો કરતા સમયે શરૂઆતમાં થોડી મુશ્કેલીઓ અને પરેશાનીઓ આવી શકે છે. તમારી આશા મુજબના લાભ નહીં મળે. પરંતુ આ સમયે પ્રોડક્શન સાથે સાથે માર્કેટિંગ સાથે જોડાયેલ કામ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. નોકરીમાં ટાર્ગેટ મેળવવાના પ્રયત્ન કરવા. પારિવારિક વાતાવરણ સુખદ રહી શકે છે. પ્રેમસંબંધોમાં નજીકતા આવશે.
મકર રાશિ
આજે ભવિષ્યને લગતી યોજનાઓને લઇને તમે ઉત્સાહિત રહેશો. તમારા દ્વારા કરવામાં આવેલ કોઈ મહત્વપૂર્ણ કામ વખાણવા લાયક રહેશે. લોકો સાથેના સંપર્કની સીમા વધશે. સામાજિક ક્ષેત્રમાં પણ તમારી લોકપ્રિયતા વધશે. આર્થિક ગતિવિધિઓમાં ખાસ સકારાત્મક પરિણામ મળી શકશે નહીં. નવું રોકાણ કરતા પહેલાં સારી રીતે ચર્ચા-વિચારણાં કરી લેવી. સંબંધીઓ સાથે કોઈપણ પ્રકારના સહયોગની આશા ન રાખવી. રૂપિયા પૈસાની બાબતે તેને લઇને વિવાદ થઈ શકે છે. વેપારમાં વિસ્તારની યોજના ઉપર કામ શરૂ થશે. નવી મશીનરી અથવા તો નવી ટેક્નિકનો ઉપયોગ સાથે જોડાયેલ કાર્યપ્રણાલી ઉપર વિચાર વિમર્શ થશે. રાજકીય કામમાં સાવધાની રાખવી. અધિકારીઓ સાથે કોઈ વાતને લઈને નારાજગી રહી શકે છે. પતિ-પત્ની તાલમેલ દ્વારા ઘરની વ્યવસ્થાને સારી બનાવી રાખશે. પરંતુ પ્રેમ સંબંધો બહાર આવવાનો ભય રહેશે.
કુંભ રાશિ
ઘરમાં માંગલિક અને શુભ આયોજનનું પ્લાનિંગ થઈ શકે છે. છેલ્લાં ઘણાં સમયથી ચાલી રહેલી ચિંતા દૂર થશે. આજે તમારી સફળતાના કોઈ રસ્તા ખુલી શકે છે. સમયનો યોગ્ય સદુપયોગ કરવી. કોઈ લાંબા ગાળાની યોજના ઉપર કામ શરૂ થઈ શકે છે. થોડા નજીકના લોકો જ તમારા માટે મુશ્કેલી અને અવરોધ ઊભો કરી શકે છે. કોઈના ઉપર આંખ બંધ કરીને વિશ્વાસ ન કરવો. તમારી આવડત અને કાર્ય ક્ષમતા ઉપર જ વિશ્વાસ રાખવો. આ સમયે કામકાજ અને પારિવારિક જવાબદારીઓ વચ્ચે તાલમેલ બેસાડવો ચુનોતી વાળું રહેશે. રાજકીય સેવાનું કામ કરી રહેલા લોકો સાથે વ્યવહાર કરતા સમયે સાવધાન રહેવું. અમારા કામકાજ અટકી શકે છે. મિલકત સાથે જોડાયેલ વેપારમાં ફાયદાની સ્થિતિઓ બનશે. પ્રાઇવેટ નોકરીમાં ટાર્ગેટ પૂરું કરવાનું દબાણ રહેશે. પારિવારિક સુખ-શાંતિ બની રહેશે. પ્રેમ સંબંધોને કારણે બદનામી થઇ શકે છે.
મીન રાશિ
માનસિક સુખ-શાંતિ રહેશે. નવી-નવી જાણકારીઓ મેળવવામાં સમય પસાર થશે. કોઈ ખાસ કામ સમયે પૂર્ણ થવાથી શાંતિ મળી શકે છે. ખાસ કરીને મહિલાઓ માટે આ સમય અનુકૂળ છે, પોતાની ક્ષમતાનો ભરપૂર ઉપયોગ કરવો. આર્થિક બાબતે બજેટનું ધ્યાન રાખવાની જરૂરિયાત છે. નકારાત્મક પ્રવૃત્તિના લોકો તમારા ફાયદા માટે તમારું નુકસાન કરી શકે છે. બીજા લોકોની વાતોમાં ન આવીને તમારે તમારા નિર્ણયને સર્વોપરી રાખવો. કાર્યક્ષેત્રમાં તમને તમારી મહેનત પ્રમાણે સકારાત્મક પરિણામ મળી શકે છે. કામકાજને લઈને કરવામાં આવેલી યાત્રા પોતાનું ભવિષ્ય માટેના રસ્તાઓ ખોલી શકે છે. આવક સારી રહેશે પરંતુ ખર્ચા પણ વધારે રહેશે. કામ હોવા છતાંય ઘર-પરિવારને પ્રાથમિકતા આપવાથી ઘરનું વાતાવરણ મધુર રહેશે.