મેષ રાશિ
તમારી વ્યસ્તતા વાળી દિનચર્યા માંથી થોડો સમય તમારા પરિવાર તેમજ મિત્રો માટે કાઢવો જરૂરી છે. તેનાથી તમને કેટલીક નવી જવાબદારીઓ મળી શકે છે. તમે તણાવ મુક્ત અને ઉર્જાવાન અનુભવશો. કોઈપણ કામને શાંતિપૂર્ણ રીતે પૂરા કરવાનું વિચારી રહ્યા હોય તો તેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. કોઈપણ વિપરિત પરિસ્થિતિમાં ધીરજ ગુમાવવી નહીં. તમારા લક્ષ્યને આંખથી દૂર જવા ન દેવું અને સાવધાન રહેવું.
વૃષભ રાશિ
નોકરી અથવા તો વેપારમાં અનુકૂળ વાતાવરણ રાખવામાં તમે જરૂર સફળ રહેશો. કોઈ ઑફિસિયલ યાત્રા તમારા માટે લાભદાયક રહેશે. પારિવારિક જીવન સામાન્ય રહેશે. જીવનસાથીના આરોગ્યને લઈને ચિંતા રહી શકે છે. સમય સકારાત્મક પરિસ્થિતિઓ બનાવી રહ્યો છે. જરૂરિયાત વાળા લોકો તેમજ વડીલોની સેવા અને સારસંભાળમાં તમારો ખાસ રસ રહેશે. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવો મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.
મિથુન રાશિ
જો કોઈપણ પ્રકારની યાત્રા માટેની યોજના બનાવી રહ્યા હોય તો તેને અત્યારે ટાળવી સારી રહેશે. ઘરમાં કે કોઈ નજીકના સંબંધી સાથે વાદ-વિવાદમાં પડવું સારું નથી તેનાથી વાતાવરણ નકારાત્મક થઈ શકે છે. આજે તમારી આવકની સ્થિતિ સારી રહેશે. કોઈ અટકેલું પેમેન્ટ અને યોગ્ય ઓર્ડર મળવાથી ઉત્તમ પરિસ્થિતિ બનેલી છે. નોકરી કરતા લોકો માટે બદલી સાથે જોડાયેલ ઓર્ડર મળી શકે છે જેમાં પ્રગતિ સંભવ છે. પરંતુ વિપરિત લિંગના મિત્રોને લીધે તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.
કર્ક રાશિ
આજે કોઈ રાજનૈતિક અથવા તો ધાર્મિક ગતિ વિધિઓમાં સમય પસાર થશે. તેમજ પ્રભાવશાળી લોકો સાથે તમારા લાભદાયક સંપર્ક બની શકે છે. યુવાનોને તેની મહેનત મુજબ યોગ્ય પરિણામ મળવાનું છે. આ સમયે ભાઈઓ સાથે કોઈપણ પ્રકારના મનભેદની સ્થિતિ બની રહી છે. સંબંધોને કાયમ રાખવા માટે સમજદારી તેમજ ધીરજ બનાવી રાખવાની જરૂર છે. વિદ્યાર્થીઓએ અભ્યાસમાંથી ધ્યાન હટાવીને બિનજરૂરી ગતિ વિધિ તેમજ મોજ મસ્તીમાં સમય બરબાદ ન કરવો.
સિંહ રાશિ
વેપાર માર્કેટિંગ સાથે જોડાયેલા કામ પર વધારે ધ્યાન આપવું અને સંપર્કસૂત્રને વધારવા. આજે આર્થિક સ્થિતિ વધારે સારી બનાવવા માટે સમય અનુકૂળ છે. સરકારી નોકરીમાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા શુભ સૂચના મળી શકે છે. પરિવારના કોઈ સભ્યની ઉપલબ્ધિથી વાતાવરણમાં ખુશી આવશે. મનોરંજન સાથે જોડાયેલ યાદગાર પ્રોગ્રામ બની શકે છે. ઘરનું વાતાવરણ ખુશનુમા રહેશે. આજે તમને કોઈ મુશ્કેલી આવે તો તમારા સિદ્ધાંતો સાથે બાંધછોડ કરવી પડી શકે છે.