રાશિફળ શનિવારથી ગુરુવાર, આ રાશિના જાતકોને શુભ સમાચાર મળવાની છે સંભાવના, બનશે નવી યોજના

Posted by

તુલા રાશિ

પરિવારમાં લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટે સારો પ્રસ્તાવ આવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ખર્ચા વધારે રહેશે પરંતુ આ ખર્ચા ભવિષ્ય સાથે જોડાયેલી શુભ યોજનાઓ માટે હશે. સંતાનોની કોઈ પ્રવૃત્તિથી તમે ગર્વ અનુભવશો. આ સમયે કોઈપણ પ્રકારની યાત્રા ન કરવી કારણ કે નુકસાન થવાની સ્થિતિ બની રહે છે. ક્યારેક ક્યારેક તમારા સ્વભાવને કારણે સંબંધો ખરાબ થઈ શકે છે સમય મુજબ તમારા વ્યવહારમાં પરિવર્તન લાવવું જરૂરી છે. ખર્ચાની સાથે સાથે આવકની સ્થિતિ પણ સારી રહેશે. એટલા માટે ચિંતા નહીં રહે. પાર્ટીઓ દ્વારા મનપસંદ ઓર્ડર મળવાથી મનમાં પ્રસન્નતા રહેશે. પરંતુ લોકો સાથે ડીલ કરતા સમયે તમારી છાપ ખરાબ ન થાય તેનું ધ્યાન રાખવું. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. આ સમયે આ વાતનું ધ્યાન રાખવું કે વિપરિત લિંગના વ્યક્તિઓને કારણે તમે મુશ્કેલીમાં ફસાઈ શકો છો.

વૃશ્ચિક રાશિ

આજે પૈસા આવવાની સાથે સાથે ખર્ચાની સ્થિતિ પણ રહેશે. વ્યવસાય અને પારિવારિક સુખ સાધનો ઉપર ખર્ચા વધારે રહેવાને કારણે ચિંતા રહી શકે છે. પરિવાર સાથે કોઈ ધાર્મિક સ્થળની યાત્રા પર જવાનો પ્રોગ્રામ બનશે, જેનાથી શાંતિનો અનુભવ કરશો. કોઈ દુઃખદ સમાચાર મળવાથી મન ઉદાસ રહી શકે છે. તમારી મન: સ્થિતિને કાબૂમાં રાખવી જરૂરી છે. ભાઈઓ સાથે કોઈપણ પ્રકારના વાદ વિવાદની સ્થિતિમાં ધીરજ અને સંયમથી સમસ્યાઓને ઉકેલવાના પ્રયત્ન કરવા ગુસ્સાથી પરિસ્થિતિ બગડી શકે છે. કાર્ય ક્ષેત્રમાં ખૂબ જ ધ્યાન રાખીને સમસ્યાઓને ઉકેલવી. મિલકત અને લેવડદેવડ સાથે જોડાયેલી કોઇ પણ ડીલ થઈ શકે છે. ઘરનું વાતાવરણ સકારાત્મક અને અનુશાસન વાળું બની રહેશે કોઈ જૂના મિત્ર અને મળવાથી તમારું મન ખુશ રહેશે.

ધન રાશિ

વ્યસ્ત હોવા છતાં તમે થોડો સમય તમારા પરિવાર અને સંબંધીઓ માટે પણ મેળવી લેશો, તેનાથી તમે ઉમંગ અને જોશનો અનુભવ કરશો. કોઈ પોલીસી વગેરે મેચ્યોર થવાથી રોકાણ સાથે જોડાયેલી કેટલીક યોજનાઓ બનશે. ઘરના વડીલોના આશીર્વાદ અને માર્ગદર્શન તમારી ઉપર બની રહેશે. કોઈ નજીકના સંબંધી સાથે વાદ વિવાદ થવાની આશંકા રહેલી છે. તમારા વ્યવહારમાં લચીલાપણું લાવવું જરૂરી છે, જીદ કરવાથી કામ બગડી શકે છે. રિસ્ક પ્રવૃત્તિ વાળા કામમાં નુકસાન થવાની સ્થિતિ બની રહેશે, માટે વધારે સારું રહેશે કે તમે આ કામમાં ધ્યાન ન આપો. વ્યવસાય સાથે જોડાયેલા મહત્વપૂર્ણ કામ દિવસની શરૂઆતમાં જ પૂરા કરવાના પ્રયત્ન કરવા કારણ કે બપોર પછી પરિસ્થિતિઓ પ્રતિકૂળ રહી શકે છે. વિસ્તાર સાથે જોડાયેલી યોજના ઉપર અમલ કરવા માટે સમય ઉત્તમ છે. તમારા મહત્વપૂર્ણ નિર્ણય તરત જ લઈ લેવા પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. કોઈ જૂના મિત્ર સાથે મુલાકાત થવાથી જૂની યાદો તાજી થશે.

મકર રાશિ

કોઈ પણ ખાસ કામ કરતા પહેલા તેના ઉપર પૂરી રીતે રિસર્ચ કરી લેવું જરૂરી છે. તેના સકારાત્મક અને નકારાત્મક એમ બન્ને પાસાઓ વિશે વિચાર કરીને જ તેને ક્રિયાન્વિત કરવા તેનાથી તમને અનુકૂળ પરિણામ મળશે. તમારા વિનમ્ર સ્વભાવ lને કારણે લોકો તમારી પ્રશંસા કરશે. તમે કોઈ કારણ વગર મુસીબતમાં પડી શકો છો. કોઈ નજીકના વ્યક્તિ જ તમારી ઉપર આરોપ લગાવી શકે છે. તમારી ઉપર તેની નકારાત્મક અસર ન પડવા દેવી. ધર્મ કર્મના કામમાં સમય પસાર કરવાથી તમે સકારાત્મક અનુભવશો. વ્યવસાયના સ્થળ ઉપર કેટલાક બદલાવ કરવાની જરૂર છે. આ સમયે ભાવનાઓને બદલે પ્રેક્ટિકલ રીતે કામ કરવાની જરૂર છે. તમારા વિનમ્ર અને શાંતિપૂર્ણ સ્વભાવનો લોકો ફાયદો ઉઠાવી શકે છે. કામના સ્થળે કામ વધારે રહેવાને કારણે તમારે ઘરેથી પણ કામ કરવું પડશે. પ્રેમ સંબંધોમાં મધુરતા રહેશે. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય બની રહેશે.

કુંભ રાશિ

ઘરમાં કોઈ માંગલિક કામ સાથે જોડાયેલી યોજનાઓ બનશે. મહેમાનોની આવભગતમાં સમય પસાર થશે. સમય અનુકૂળ છે. તમારી સકારાત્મક અને સંતુલિત વિચારધારાથી યોજનાબદ્ધ રીતે કામ પૂરા થતા જશે, પરંતુ ખર્ચાની બાબતે વધારે દરિયાદિલી ન રાખવી નહિતર તમારું બજેટ બગડી શકે છે અને પાછળથી તમારે પસ્તાવું પડશે. પૈસા સાથે જોડાયેલી લેવડદેવડ કરતા સમયે વાદ વિવાદની સ્થિતિ બની શકે છે. થોડી સાવધાની રાખવાથી પરિસ્થિતિઓનો ઉકેલ આવશે. કાર્યક્ષેત્રમાં સહયોગ તેમજ કર્મચારીઓનો પુરો સહયોગ રહેશે. મશીનરી સાથે જોડાયેલ વ્યવસાયમાં કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. માર્કેટિંગ મીડિયા વગેરે સાથે જોડાયેલા વ્યવસાયમાં નવી ઉપલબ્ધિઓ બની રહેશે. આ સમયે વર્તમાનમાં વ્યવસાય સિવાય બીજા ક્ષેત્રમાં તમારે દિલચસ્પ લેવી સારી રહેશે. પતિ-પત્ની વચ્ચે નાનકડી વાતને લઈને ગેર સમજણ થઇ શકે છે. પ્રેમ સંબંધો પ્રત્યે સંવેદનશીલતા રાખવી.

મીન રાશિ

કામ વધારે રહેશે, પરંતુ સાથે જ યોગ્ય સફળતા મળવાથી તમે તમારા થાકને ભૂલી જશો. યુવાનોને તેની મહેનત મુજબ પરિણામ મળશે. સમાજ સેવા સંસ્થા પ્રત્યે તમારું ખાસ યોગદાન રહેશે. પિતરાઈ ભાઈ બહેનો સાથેના સંબંધો ખરાબ ન થવા દેવા. સંબંધોને કાયમ રાખવા માટે ધીરજ અને સમજદારીની જરૂર છે. આ સમયે તમને થોડી આર્થિક સમસ્યાઓ રહી શકે છે. પરંતુ તણાવ લેવાને બદલે સમસ્યાઓનો ઉકેલ કરવાના પ્રયત્ન કરવા. પેમેન્ટ વગેરે કરવા માટે સમય અનુકૂળ છે. પરંતુ બીજા ઉપર આધાર રાખવાની અપેક્ષાએ તમારે તમારા કામ જાતે જ પૂરા કરવા. સરકારી સેવા કરતા લોકો પર આજે કામનું ભારણ રહી શકે છે, જેનાથી મન ઉદાસ રહી શકે છે. પરિવારમાં કોઈ વ્યક્તિની ઉપલબ્ધથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ડિનર અથવા તો મનોરંજન સાથે જોડાયેલા યાદગાર પ્રોગ્રામ બની શકે છે.