રાશિફળ શુક્રવારથી મંગળવાર, આ રાશીને લાગી શકે મોટો જેકપોટ, થઇ જશો એકદમ ખુશ

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રૂપે ફળદાયક રહેશે. આજે તમારા પારિવારિક ખર્ચમાં વધારો જોવા મળશે, જેને કારણે તમને માનસિક ચિંતા રહેશે. આજે તમારા પારિવારિક વેપાર-ધંધામાં વધારો કરવા માટે બપોર પછીના સમયે તમે કોઈ ખાસ ડીલ ફાઇનલ કરી શકો છો. ગૃહસ્થ જીવનમાં આજે એકબીજાને સમજવાનો ચાન્સ મળશે. પરિવારમાં જો કોઇ કઈ ખરાબ વાત કહે તો તેને અવગણવી નહીંતર તમારા સંબંધોમાં ખટાશ આવી શકે છે. સાંજના સમયે તમે કોઇ માંગલિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે. વિદ્યાર્થીઓ જો કોઈ પરીક્ષાની તૈયારીમાં લાગેલા હોય તો એ લોકોએ એકાગ્રતાથી કામ કરવું પડશે, ત્યારે જ તેમને સફળતા મળશે નહીંતર તમારા કામમાં અડચણો ઊભી થઈ શકે છે. જો આજે સ્થાન પરિવર્તન કરવાનું વિચારી રહ્યા હોય તો તમારી આ યોજના સફળ થઈ શકે છે. પરિવારમાં આજે શુભ માંગલિક કાર્યક્રમ ઉપર ચર્ચા થઇ શકે છે, જેમાં પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે. થોડી મૂંઝવણો હોવા છતાં તમારા પરાક્રમમાં વધારો થશે, જેને લીધે તમે તમારા વ્યવસાયમાં લાભ પ્રાપ્તિનો મેળવી શકશો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા રોજગારમાં પરિવર્તન લઈને આવશે. જો તમે તમારા રોજગાર બદલવાના પ્રયત્નોમાં લાગેલા હોય તો તેમાં તમને સફળતા મળી શકે છે. નોકરી કરી રહેલા જાતકોએ આજે ઓફિસમાં સમયસર કામ પૂરા કરવાથી સિનિયર તરફથી પ્રશંસા મળશે. આજે તમારે તમારા માતાના આરોગ્ય પ્રત્યે સચેત રહેવું પડશે, તેમજ બહારનું ખાવાપીવામાં ધ્યાન રાખવું નહિંતર પેટ સાથે જોડાયેલી સમસ્યા થઈ શકે છે. વેપારમાં આજે જોખમ વાળા નિર્દેશોથી બચવું પડશે. સાંજના સમયે તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તી કરશો.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તર રૂપે ફળદાયક રહેશે. આજે કાર્યક્ષેત્રમાં તમે જે કોઈપણ કામ કરશો તેમાં તમારે વધારે મહેનતની જરૂર પડશે, પરંતુ તમને તેનું ફળ એ સમય જ મળી જશે જેનાથી તમારા મનમાં પ્રસન્નતા રહેશે અને તમારી આર્થિક સ્થિતિને મજબૂતી મળશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકો દ્વારા આપવામાં આવેલી સલાહ આજે ઉપયોગ થશે. જેનાથી તમારા માન સન્માનમાં વધારો થશે. ભાઇઓની મદદથી ઘર-પરિવારના અધૂરા કામ પૂરા કરી શકો છો, જેમાં તમારા પિતાજી તમને મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે. સાંજના સમયે જો તમે કોઈ વ્યાપારને લગતી ડીલ ફાઇનલ કરશો તો તેનાથી ભવિષ્યમાં તમને લાભ મળશે.

સિંહ રાશિ

આજનો દિવસ તમારા માટે લાભદાયક રહેશે. આજે વેપારમાં તમારી સામે નવા નવા કરાર આવશે, જેને તમે અપનાવીને તમારી આર્થિક સ્થિતિને સારી બનાવી શકશો. વિદ્યાર્થીઓએ આજે અભ્યાસમાં સખત મહેનત કરવાની જરૂર છે, તો જ પરીક્ષામાં સફળતા મળી શકશે. કાર્યક્ષેત્રમાં આજે તમારા અધિકારીઓ તમારા કામમાં અડચણ ઊભી કરવાના પ્રયત્નો કરશે પરંતુ તમારે સતર્ક રહીને કામ કરવું. ભાઈ અને બહેન સાથે વાદવિવાદ ચાલી રહેલો હોય તો તે કોઈ સંબંધીને કારણે દૂર થશે. આ સમયે તમે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો.

કન્યા રાશિ

આજનો દિવસ તમને માન સન્માન અપાવશે. આજે તમારા નેતૃત્વમાં જે કોઈ પણ કામ કરશે તેમાં તેને સફળતા મળશે અને અધિકારીઓ તરફથી તમને પ્રશંસા મળશે, જેને કારણે તમારી પદ ઉન્નતિ થઈ શકે છે અને તમારા વેતનમાં વધારો થવાને લીધે તમારું મન પ્રસન્ન રહેશે. માતા-પિતા સાથે આજે તમે તમારા મનની વાતો શેર કરશો, જેને લીધે તમારો તણાવ ઓછો થશે. આજે તમારી આજુબાજુમાં કોઇ સાથે વાદ-વિવાદ થઈ શકે છે. પરંતુ તેમા તમારે તમારા ગુસ્સાને કાબૂમાં રાખવો પડશે.