રાશિફળ શુક્રવારથી સોમવાર, આ રાશિના જાતકોને મળશે આશાના દીપ, મનની પરેશાની થશે દુર

Posted by

મેષ રાશિ

આજનો દિવસ તમારા માટે મિશ્ર રહેશે. તમારે તમારા વ્યવસાય માટે કડવાશને મીઠાશમા બદલવાની કળા શીખવી પડશે અથવા તો આજે તમને કોઈ વ્યક્તિની વાત ખરાબ લાગી શકે છે તો તમારે તેને તમારી અંદર જ રાખવી પડશે. સંતાન પક્ષ તરફથી આજે નિરાશાજનક સમાચાર સાંભળવા મળશે, જેનાથી તમારું મન પરેશાન રહેશે. રાત્રિના સમયે તમારા પ્રિયજનો સાથે મળવાનું થશે, જેમાં થોડો સમય તમે આનંદમા પસાર કરશો. જો તમે તમારા કોઈ કામની લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા તે પૂરા થવાથી તમને ખુશી મળશે.

વૃષભ રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિપૂર્ણ રહેશે. રાજનીતિની દિશામાં કામ કરતા લોકોને આજે તમને સફળતા મળી શકે છે. રાત્રિના સમયે તમે કોઈ અપ્રિય વ્યક્તિઓને મળી શકો છો, જેને કારણે તમારે બિનજરૂરી મુશ્કેલીનો સામનો કરવો પડશે. શાસન અને સત્તા બંને તમને લાભ અપાવી શકે છે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને આજે પદ ઉન્નતિ મળી શકે છે. જો સંપત્તિ સાથે જોડાયેલો કોઈ વાદ વિવાદ ચાલી રહેલો હોય, તો આજે તેનો ઉકેલ આવી શકે છે. સાંજનો સમયે તમે તમારા મિત્રો સાથે મોજ મસ્તીમાં પસાર કરશો.

મિથુન રાશિ

આજનો દિવસ તમારા માટે કષ્ટદાયક રહેશે. આજે તમારા સંતાનોના ભવિષ્ય સાથે જોડાયેલી કોઇ મહત્વનો નિર્ણય લેવો પડશે, જેને કારણે તમારા જીવનસાથી આજે તમારાથી નારાજ થઈ શકે છે. વેપારમાં આજે કેટલાક નવા ચાન્સ તમારા હાથમાં આવશે એટલા માટે તમારે સતર્ક રહેવું પડશે. આજે તમારી કોઈ પ્રિય અથવા તો મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવાનો અથવા તો ચોરી થવાનો ભય બનેલો છે એટલા માટે જો કોઈ યાત્રા પર જાવ તો સતર્ક રહેવું.

કર્ક રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ સંપત્તિના સંકેત આપી રહ્યો છે. જો કોઈ સંપત્તિના સોદા કરેલા હોય તો આજે તેમાં ભરપૂર લાભ મળી શકે છે. ભાગીદારીમાં જો કોઈ વેપાર કરવાનું મન બનાવી રહ્યા હોય તો તે ઉત્તમ રહેશે. સાંજના સમયથી લઈને રાત્રી સુધી કોઈ પ્રિય વ્યક્તિ તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે. રાજનીતિના ક્ષેત્રમાં પ્રયત્ન કરી રહેલા લોકોને ઉત્તમ સફળતા મળી શકે છે. નોકરી કરી રહેલા જાતકોને આજે ઉપરી અધિકારીઓ સાથે અણબનાવ બની શકે છે. એટલા માટે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી.

સિંહ રાશિ

આજના દિવસે તમારું મન વિચલિત રહી શકે છે. આજે તમને વેપારમાં આવકના નવા સ્ત્રોત મળશે. સમાજમાં તમારી વાણીની સૌમ્યતા તમને માન સન્માન અપાવશે. માનસિક મૂંઝવણોને કારણે તમે વેપારના લાભ વંચિત રહી શકો છો.જો તમારા પિતાજીને આંખ સાથે જોડાયેલી સમસ્યા ચાલી રહી હોય, તો આજે તેના કષ્ટમાં વધારો થઇ શકે છે. આજે સંતાનોના ભવિષ્ય સાથે જોડાયેલી યોજનાઓમાં રોકાણ કરવાનું મન બનાવશો તો તેમાંથી તમને લાભ મળશે.

કન્યા રાશિ

આજે ભાગ્યનો ભરપૂર સાથ મળતો દેખાઈ રહ્યો છે. જે કામ કરવાનું તમે વિચારશો તે બધા કામ તમે પૂરા કરી શકશો અને તેમાં તમને લાભ મળશે. આર્થિક સ્થિતિ મજબૂત બનશે. સસરાપક્ષ તરફથી આજે તમને ધન લાભ મળતો દેખાઈ રહ્યો છે. સાંજના સમયે આજે તમારા જીવનસાથીનું આરોગ્ય નબળું પડી શકે છે, જેમાં કેટલાક પૈસા ખર્ચ કરવા પડશે. વિદ્યાર્થીઓ માટે ઉચ્ચ કક્ષાના રસ્તાઓ ખૂલશે. જો કોઈ સંપત્તિનુ ખરીદ વેચાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો તેના બધા પાસાઓને સારી રીતે જોઇ પારખી લેવા.

તુલા રાશિ

આજે તમારી ચારે બાજુનું વાતાવરણ સુખદ રહેશે. વેપારમાં લાંબા સમયથી ચાલી રહેલી લેવડદેવડની સમસ્યા પૂરી થશે. સાંજના સમયે તમે નજીક અથવા તો દૂરની યાત્રા પર જઈ શકો છો. આજે પૂરતા પ્રમાણમાં ધન હાથમાં આવવાથી તમે સુખદ અનુભવ કરશો અને આજે કોઈની મદદ માટે પણ આગળ આવશો. જો કોઈ કામમાં રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો તેના માટે દિવસ ઉત્તમ છે.