રાશિફળ સોમવારથી ગુરુવાર, આ રાશિના જાતકોને મળશે શ્રેષ્ઠ પરિણામ, દિવસો રહેશે સારા

Posted by

તુલા રાશિ

આજે બહારની પ્રવૃત્તિઓ પર તમારું ધ્યાન વધારે કેન્દ્રિત કરવું. તેમજ યોજનાબદ્ધ રીતે તમારા કાર્યને પૂરા કરવા. તમને તમારા પ્રયત્નોમાં સફળતા મળશે તેમાં આવકના સાધનો પણ મળશે. ક્યારેક ક્યારેક બેદરકારીને કારણે અમુક તક તમારા હાથમાં નીકળી જશે. જેના કારણે સ્વભાવમાં કારણ વગર ગુસ્સો અને ચીડિયાપણું રહેશે. આત્મવિશ્વાસ બનાવી રાખવો જરૂરી છે. કાર્યક્ષેત્રમાં સહયોગી અને કર્મચારીઓ પર વધારે વિશ્વસ ન કરીને બધા નિર્ણય જાતે જ લેવા. કેમ કે કોઈ બીજાની સલાહ તમારા નુકસાનનું કારણ બની શકે છે. નોકરી કરતા લોકો ઉપર આજે કામનું ભારણ વધારે રહેશે. તમારા કાર્યોમાં જીવનસાથીનો સહયોગ લાભકારક રહેશે. તેમજ સંબંધોમાં મધુરતા રહેશે.

વૃશ્ચિક રાશિ

મિલકત સંબંધિત કોઈપણ પ્રકારના કાર્ય કરવા માટે આજનો દિવસ ઉત્તમ છે. ઘર માટે ખરીદી પણ થશે. અત્યારે તમારી જીવનશૈલીમાં જે પરિવર્તન આવી રહ્યા છે તેનાથી તમારા સ્વાસ્થ્ય તથા વ્યક્તિત્વમાં સુધારો આવશે. વિદ્યાર્થીઓનું અભ્યાસ પર ધ્યાન કેન્દ્રિત નહીં થાય, જેના કારણે સમસ્યા થઈ શકે છે. કોઈ જૂની નકારાત્ક વાત ફરીથી ઉભી થવાથી નજીકના સંબંધીઓ સાથે સંબંધ ખરાબ થવાની આશંકા પણ છે. કાર્યક્ષેત્રમાં આજે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં મુશ્કેલી થઈ શકે છે. તેથી સારું રહેશે કે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી. સરકારી સેવામાં કાર્ય કરતા વ્યક્તિને કામના કારણે ઓવરટાઈમ કરવો પડી શકે છે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક રીતે તણાવ ઉત્પન્ન થઈ શકે છે. તમારા ગુસ્સા અને અભિમાન ઉપર કાબૂ રાખવો.

ધન રાશિ

ઘરના નવીનીકરણ અથવા સુધારા જેવી યોજના બનશે. કોઈ વાસ્તુશાસ્ત્રના જાણકાર સાથે ચર્ચા કરવી. આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. કોઈપણ કામ કરતા પહેલા બજેટ તૈયાર કરવું જરૂરી છે. તમારી વસ્તુની સંભાળ જાતે કરવી, ચોરી થવા અથવા ખોવાની સંભાવના છે. મિલકતના ચક્કરમાં કોઈ નજીકના સંબંધી અથવા ભાઈની સાથે ઝઘડો થવાની સંભાવના છે. ઘરની સાથે કાર્યક્ષેત્રમાં પણ વ્યસ્તતા બની રહેશે. કર્મચારીઓની પ્રવૃત્તિઓ પર ધ્યાન રાખવું, બેદરકારીના કારણે નુકસાન થઈ શકે છે. નોકરી કરતા લોકો અધિકારીઓના નકારાત્મક વલણથી પરેશાન રહી શકે છે. ઘરનું વાતાવરણ સંતુલિત બનાવીને રાખવું ખુબજ જરૂરી છે.

મકર રાશિ

આજે બીજાના કામમાં વધારે ધ્યાન આપવાને બદલે તમારા વ્યક્તિગત કાર્ય પર ધ્યાન વધારે કેન્દ્રિત રાખવું. બાળકોની તરફથી ચાલી રહેલી સમસ્યાનો આજે અંત આવશે. કોઈ લાભદાયક યાત્રા થઈ શકે છે. કોઈપણ ઉપલબ્ધિ મળવા પર તરત તેના પર કાર્ય કરવું. વધારે વિચાર કરવાથી સમય હાથમાંથી જતો રહેશે. આ ઉપરાંત કોઈ અજાણ્યા વ્યક્તિની વાતોમાં ન આવવાથી તમને નુકસાન થઈ શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં બધા કામ સારી રીતે ચાલતા રહેશે. જેના કારણે તમે તમારા માટે થોડો સમય કાઢી શકશો. નોકરી કરતા લોકોને તેનો કોઈ ટાર્ગેટ મળી શકે છે. લગ્ન જીવન સારું રહેશે. પ્રેમ સંબંધો મર્યાદિત બનાવી રાખવા ખૂબ જ જરૂરી છે.

કુંભ રાશિ

ધર્મ-કર્મ તથા સમાજસેવા સંસ્થાઓમાં તમારી ખાસ રૂચિ રહેશે. તેના કારણે તમારું સન્માન કરવામાં આવશે. વિદ્યાર્થીઓને પણ થોડા સમયથી ચાલી રહેલી સમસ્યાથી રાહત મળશે. ઘરમાં સંબંધીઓને આવન-જાવન રહેશે. ધ્યાન રાખવું કારણકે આજે વધારે ખર્ચા થઈ શકે છે. તે સાથે પાડોસીની સાથે આ વાતને લઈને ઝઘડો પણ થઈ શકે છે. ગુસ્સાને બદલે શાંતિપૂર્ણ રીતે સમસ્યાને ઉકેલવાનો પ્રયત્ન કરવા. વર્તમાનમાં ચાલી રહેલા કાર્યોમાં ક્વોલિટી પર વધારે ધ્યાન આપવું. આ ઓર્ડર તમને વધારે નફો આપી શકે છે. નોકરી કરતા લોકોને નજીકના ભવિષ્યમાં પ્રગતિ માટેના સારા અવસર મળવાના છે એટલા માટે અધિકારીઓ સાથેના તમારા સંબંધો મધુર બનાવી રાખવા. તમારા કાર્યમાં જીવનસાથીનો મહત્વપૂર્ણ સહયોગ રહેશે. લગ્ન બહારના સંબંધો તમારા માટે માનહાનિનું કારણ બની શકે છે.

મીન રાશિ

વૃદ્ધોને માન સન્માન આપવું અને આદર કરવો. તેમના આશીર્વાદ અને સહયોગથી ભાગ્યોદયનું નિર્માણ થશે. ઘરમાં કોઈ ધાર્મિક કાર્ય પૂરું થઈ શકે છે, તેનાથી સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે. સ્વભાવમાં ધીરજ અને નમ્રતા રાખવી. ઉતાવળ તમારા અને તમારા પરિવાર માટે નુકસાનકારક સાબિત થઈ શકે છે. જેનાથી ઘરનું વાતાવરણ નકારાત્મક બની શકે છે. મીડિયા તથા કમ્પ્યુટર સાથે જોડાયેલ વ્યવસાયમાં આજે લાભ થશે. નોકરી કરતા લોકોનો પણ ટાર્ગેટ પૂરો થવાથી બોસે અથવા તો ઉચ્ચ અધિકારીઓ તેને કેટલીક ઉપલબ્ધિઓ આપી શકે છે. વ્યસ્ત હોવા છતાં થોડો સમય પરિવારની સાથે મનોરંજન અને આનંદ પ્રમોદમાં પસાર કરવો જરૂરી છે તેનાથી બધાને પ્રસન્નતા મળશે.