રાશિફળ ૧૧ ઓક્ટોબર ૨૦૨૨, આ રાશિ માટે અત્યંત સારો રહેશે આજનો દિવસ, મનમાં રહેશે શાંતિ

Posted by

મેષ રાશિ

આજે આર્થિક સ્થિતિમાં સુધારો થશે અને સામાજિક વર્ચસ્વમાં વધારો થશે. આજે મોટા આર્થિક લાભના સંકેત મળી રહ્યા છે. સફળતા માટે જે કોઈ પણ મહેનત કરશો તેનું પરિણામ મળશે. ભાગ્યના સિતારાઓ સાથ આપશે. સ્વાસ્થ્ય સારું રહેવાથી મન પ્રસન્ન રહેશે. શત્રુ પર વિજય પ્રાપ્ત થશે. નવી યોજનાઓ બનશે. કેટલીક મહત્વપૂર્ણ જવાબદારી મળી શકે છે. પરિવારમાં અસંતોષનું વાતાવરણ રહી શકે છે.

વૃષભ રાશી

આજે સંબંધમાં સમય આપવો. કોઈ પણ પ્રકારના વિવાદથી બચવું. વ્યવસાયમાં નવા વિકલ્પ મળશે. સકારાત્મક વિચારધારાનો ઉદય થશે. તેનાથી મોટો ફાયદો થશે. કાર્ય પૂર્ણ થવામાં વિલંબ થવાથી મન વ્યાકુળ થઇ શકે છે. કોઇ મોટી ભૂલ થઈ શકે છે. જેના કારણે વિવાહિત જીવન ખરાબ થઈ શકે છે. સાર્વજનિક જીવનમાં તકલીફ થઈ શકે છે.

મિથુન રાશિ

આજનો દિવસ તમારી માટે યાદગાર રહેશે. કઠિન પરિશ્રમનું સારું પરિણામ મળશે. ધનાર્જન કરવામાં સફળ રહેશો. સંતાનના શિક્ષણને લઈને કરવામાં આવેલા પ્રયાસ ફળ આપશે. ભાગીદારીના પ્રસ્તાવ આવશે. સંતાન સંબંધિત વિવાદોથી સમાધાન મળશે. વિજાતીય પાત્ર તરફ નિકટતા વધશે.

કર્ક રાશિ

વિરોધીઓનો પરાજય થશે. ભૌતિક વિકાસના કાર્યોને બળ મળશે. પ્રેરણાદાયી વાતોને કારણે સ્ફૂર્તિ મળશે. લાંબા સમયથી ચાલી આવતી પરેશાની દૂર થશે. આધ્યાત્મિકતાનું પ્રમાણ વધશે. કાર્યભાર ઓછો થઇ શકે છે, તેમ છતાં વ્યસ્તતા રહેશે. ભવિષ્યમાં આવનારી યોજનાઓ વિશે વિચાર કરી શકો છો. વ્યવસાયમાં શુભ સંકેત મળી રહ્યા છે.

સિંહ રાશી

વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી નવું કાર્ય પાર પડશે. ઘણા સમયથી ચાલી આવતી અસફળ પ્રવૃત્તિઓ આજે સકારાત્મક દિશા પકડશે. પરિવાર અથવા મિત્ર મંડળ સાથે ધાર્મિક સ્થાન પર યાત્રા થઈ શકે છે. કોઈ નોકરીની શોધ હોય તો સારો પ્રસ્તાવ મળી શકે છે. રીલેશનશિપમાં રહેતા લોકોને આજે રોમાન્સનો સમય મળી રહેશે.

કન્યા રાશિ

શિક્ષણના ક્ષેત્રમાં સફળતા મળશે. જેટલી વધારે મહેનત કરશો એટલી સફળતા મળશે. તમારી ક્ષમતા પ્રત્યે ઈમાનદાર રહેવું અને નવા નવા ક્ષેત્રમાં રુચિ બનાવી રાખવી. જો તમે કોઈને મળવા ઈચ્છી રહ્યા હોય તો અમુક કારણોસર મુલાકાત ટળી શકે છે. જેના કારણે તમને હતાશા થશે. આવકમાં ખૂબ જ ઝડપથી વધારો થઈ શકે છે. વિદ્યાર્થીવર્ગ સફળતા પ્રાપ્ત કરશે.

તુલા રાશિ

આજે જરૂરિયાતથી વધારે કામ કરવું પડી શકે છે. વેપારી વર્ગ અને નોકરી કરનારા લોકો માટે લાભદાયક દિવસ રહેશે. આર્થિક રૂપે લાભ મળશે. વરિષ્ઠ લોકો સાથે પરિચય વધશે. નોકરી કરતા જાતકોને વેતન વૃદ્ધિ થઇ શકે છે. બોસની કૃપાદ્રષ્ટિથી પ્રમોશન મળી શકે છે. મનોરંજન આપનારી પ્રવૃત્તિઓમાં ભાગ લઈને માનસિક રીતે હળવાશ મેળવવાનો પ્રયાસ કરશો.

વૃષીક રાશિ

એવા લોકોથી દૂર રહેવું જે પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડી શકે છે. આજે કોઈપણ નિર્ણય લેતા પહેલા ધીરજ રાખવી. આવું કરવાથી મોટો ફાયદો મળી શકે છે. સ્થાન પરિવર્તનના યોગ ચાલી રહ્યા છે. ચિત વિચારોમાં અટવાયેલું રહેશે. અવિવાહિત લોકોને લગ્નનો પ્રસ્તાવ મળી શકે છે. પ્રોફેસનલ કાર્યમાં એકાગ્રતા રાખી શકશો નહિ. મહત્વપૂર્ણ નિર્ણય લેવાથી બચવું.

ધન રાશિ

આજે માનસિક પરેશાની રહી શકે છે. ગુસ્સાને નિયંત્રણમાં રાખવાની જરૂરત રહેશે. કુટુંબના લોકો સાથે મતભેદ થઈ શકે છે. નવા બિઝનેસનો લાભ મળશે. લાંબા સમયથી મંદ ચાલી રહેલો ધંધો ખૂબ જ સારો ચાલશે. મનમાં એક પ્રકારની દુવિધાને કારણે માનસિક બેચેની રહેશે. વાણી પર સંયમ રાખવો. મનમાં અશાંતિ રહી શકે છે. યાત્રા મનોરંજક રહેશે.

મકર રાશિ

આવકના નવા સ્ત્રોત અને યોજના બની શકે છે. તન અને મનની તાજગી સાથે દિવસની શરૂઆત થશે. પ્રગતિનો સમય આવી રહ્યો છે. કોર્ટ-કચેરીની બાબતો પાર પડશે. મિત્રો અને પરિવાર સાથે બહાર જમવા જવાનું થઈ શકે છે. ઘરના કોઇ સભ્યની તબિયત ખરાબ થઈ શકે છે. માટે તેના પર ધ્યાન આપવું.

કુંભ રાશિ

આ રાશિના જાતકોએ બીમારીને નજર અંદાજ ન કરવી, અન્યથા સમસ્યા થઈ શકે છે. તમારો બેદરકાર વ્યવહાર મુશ્કેલી ઉભી કરી શકે છે. ક્રોધનો ત્યાગ કરવો અન્યથા બાદ વિવાદ થઈ શકે છે. નવા વિચાર મગજમાં આવશે. આર્થિક રીતે લાભદાયક સોદાઓ મળશે. પરિવાર અને મિત્રો સાથે બહાર ખાણી-પીણીનો આનંદ લઇ શકશો.

મીન રાશિ

ધન પ્રાપ્તિ માટે શુભ દિવસ છે. વિચારોમાં ગતિ આવશે. સફળતા થોડી દુર રહી શકે છે. નિર્ણય લેવામાં પરેશાની થઇ શકે છે. કોઈ પરિસ્થિતિથી ગભરાવાને બદલે આગળ વધવું. આજે બનાવેલી પ્રવાસની યોજના રદ થઈ શકે છે. લેખક, કારીગર અને કલાકારો માટે પ્રતિભા દેખાડવાનો દિવસ રહેશે.