રાત્રે સુતી વખતે આ જગ્યાએ જરૂરથી દીવો પ્રગટાવી દેજો , પૈસા એટલા આવશે કે ગણવા માટે માણસો રાખવા પડશે

Posted by

સનાતન ધર્મમાં ઘરની સ્ત્રીઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. જો કોઈ ઘરમાં મહિલાઓને કષ્ટ થાય છે, તો માં લક્ષ્મી રિસાઈ જાય છે. વળી જે ઘરની સ્ત્રીઓ પ્રસન્ન રહે છે તે ઘર ઉપર હંમેશા માં લક્ષ્મી અને બધા દેવી દેવતાઓની કૃપા જળવાઈ રહે છે. સ્ત્રીને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. એટલા માટે જ્યોતિષ અનુસાર ઘરમાં ધન સંબંધિત સમસ્યાઓનું નિવારણ અને માં લક્ષ્મીની કૃપા પ્રાપ્તિ માટે જો સ્ત્રી દ્વારા અમુક ઉપાય કરવામાં આવે તો ધન સંબંધિત સમસ્યાઓમાંથી છુટકારો મળી શકે છે.

 

માં લક્ષ્મી પ્રસન્ન થઈને આવા ઘર ઉપર ધન વર્ષા કરે છે. અમુક ઉપાય એવા છે જેને મહિલાઓ દ્વારા તેને રાતના સમયે કરવામાં આવે તો ઘરની દરિદ્રતાનો નાશ થાય છે. આ ઉપાય ને કરવાથી નકારાત્મકતાનો નાશ થાય છે અને ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ આવે છે.

 

રાતનાં સમયે ઘરની મહિલાઓએ ઘરના પુજા સ્થળમાં દીવો અવશ્ય પ્રગટાવવો જોઈએ. માનવામાં આવે છે કે જે ઘરમાં દરરોજ રાત્રે દીવો પ્રગટાવવામાં આવે છે, ત્યાં માતા લક્ષ્મીની કૃપા હંમેશા જળવાઈ રહે છે. માં લક્ષ્મી પ્રસન્ન થઈને ધન ધાન્યના આશીર્વાદ આપે છે.

 

દરરોજ રાતના સમયે બેડરૂમ અને સમગ્ર ઘરમાં કપુરનો દીવો પ્રગટાવો જોઈએ. તેનાથી ઘરની નકારાત્મક ઊર્જાનો નાશ થાય છે. બેડરૂમમાં કપુર પ્રગટાવવાથી પતિ પત્નીની વચ્ચે લડાઈ ઝઘડા ખતમ થાય છે. તો વળી આખા ઘરમાં કપુરનો દીવો પ્રગટાવવાથી પરિવારના સંબંધોમાં મધુરતા આવે છે. તણાવ અને પરસ્પર વાદવિવાદ પણ દુર થાય છે.

 

જે ઘરમાં માતા-પિતા અને મોટા વડીલોનું ધ્યાન રાખવામાં આવે છે, તે ઘર ઉપર હંમેશા ભગવાનની કૃપા જળવાઈ રહે છે. રાત્રે સુતા પહેલા અવશ્ય જોઈ લેવું જોઈએ કે ઘરના વડીલો જેમ કે માતા-પિતા આરામ થી સુઈ ગયા છે કે નહીં. તેમને આરામથી સુવડાવી લીધા બાદ સ્વયં સુવા માટે જવું જોઈએ.

 

રાત્રે સુતા પહેલા ઘરના દક્ષિણ અને પશ્ચિમ ખુણામાં એક દીવો પ્રગટાવવો જોઈએ અથવા એક નાનો બલ્બ લગાવી દેવો જોઈએ. જેનાથી આ દિશામાં રોશની આવી શકે. તેનાથી પિતૃઓના આશીર્વાદ જળવાઈ રહે છે અને તમારા ઘરમાં સુખ શાંતિ તથા સમૃદ્ધિ જળવાઈ રહે છે.