આ રાશિ માટે આવી રહ્યો છે ધમાકેદાર સમય, પૈસાની બાબતમાં બનશો લકી માણસ

Posted by

કન્યા રાશિ

આજનો દિવસ પરોપકારના કામમાં પસાર થશે. દાંપત્ય જીવન સુખદ રહેશે. આજે તમે તમારા જૂના મિત્રોને મળી શકો છો જેની તમે લાંબા સમયથી રાહ જોઇ રહ્યા હતા. નોકરી કરી રહેલા જાતકોને આજે તેના ઉપરી અધિકારીઓ નો સહયોગ મળશે. વાણીમાં સૌમ્યતા બનાવી રાખવાથી સંબંધોમાં મધુરતા વધશે. આજનો દિવસ તમારા માટે આવકના નવા સ્ત્રોત લઈને આવશે. આજે તમારી આવકમાં વધારો થતો દેખાશે.

તુલા રાશિ

આજનો દિવસ તમારા માટે શાંતિવાળો રહેશે. જમીન અથવા તો મકાન સાથે જોડાયેલી કોઇ સમસ્યા ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે. પારિવારિક વેપાર-ધંધા માટે પિતાજીની સલાહ કારગર સાબિત થશે. આજે સાંજના સમયે તમે તમારા જીવનસાથીને બહાર ફરવા લઇ  જઈ શકો છો. તમે તમારા જીવનસાથી સાથે ભવિષ્યની યોજનાઓ વિશે વાતચીત કરશો અને તેનાથી તમારો સંબંધ મજબૂત બનશે.

વૃષીક રાશિ

જો તમારા કોઈ કામ લાંબા સમયથી અટકેલા હોય તો તમારા પિતાજીની મદદથી આજે તે બધા કામ પૂરાં થઈ જશે. વિદ્યાર્થીઓને અભ્યાસમાં તેના ગુરુજનો સહયોગ મળશે. જો તમે કોઈ જગ્યાએ રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો કોઈ જાણકારની સલાહ લેવી જરૂરી છે. જીવનસાથીનો સહયોગ અને સાનિધ્ય ભરપૂર પ્રમાણમાં મળતા દેખાઈ રહ્યા છે. તમે તમારા સંતાનોના ભવિષ્ય માટે રોકાણ કરશો જેનાથી તમને ભવિષ્યમાં લાભ મળશે.

ધન રાશિ

આજનો દિવસ તમારી સંપત્તિમાં વધારાનો દિવસ રહેશે. જો તમે કોઈ સંપત્તિ ખરીદવાનું મન બનાવી રહ્યા હોય તો તેના બધા પાસાઓને સારી રીતે જોઇ પરખી લેવા જરૂરી છે. વેપારમાં આજે ભાગીદાર તરફથી લાભ મળવાની સંભાવના છે. તમે રોજગાર માટેના નવા અવસર શોધી રહ્યા હોય તો તે અવસર આજે તમને મળશે. પ્રેમ જીવનમાં નવી ઉર્જાનો સંચાર થશે. તમે તમારા સંતાનોના ભવિષ્ય સાથે જોડાયેલ કોઇ મોટો નિર્ણય લઈ શકો છો તેમાં માતા-પિતા તેમજ જીવનસાથીની સલાહની જરૂર પડશે.

મકર રાશિ

આજનો દિવસ તમને તમારી ઇચ્છા મુજબની સફળતા આપનારો રહેશે. જો સરકારી કામકાજ અટકેલા હોય તો ઉચ્ચ અધિકારીઓની કૃપાથી તે પૂરા થઈ શકશે. આજે તમે તમારા ઘરે કોઈ પાર્ટીનું આયોજન કરી શકો છો જેમાં પરિવારના બધા સભ્યો ખુશ દેખાશે. સાંજના સમયે તમે તમારા ઘર પરિવાર સાથે હસી ખુસીથી પસાર કરશો. વિદ્યાર્થીઓને જો કોઈ કોર્સમાં એડમિશન લેવાની ઈચ્છા હોય તો તેના માટે કરેલી અરજીમાં સફળતા મળશે.

કુંભ રાશિ

આજનો દિવસ તમારા માટે ઉત્તમ રહેશે. ભાગીદારીમાં જો કોઈ વેપાર કરવાનું વિચારી રહ્યા હોય તો તેના માટે દિવસ ઉત્તમ રહેશે. સરકારી નોકરી સાથે જોડાયેલા જાતકોને પદોન્નતિ મળી શકે છે. ઈચ્છા મુજબની સફળતા મળવાથી તમારું મન ખુશ રહેશે. કોઈ વૃદ્ધ મહિલાનો સાથ મળવાથી તમને પ્રગતિના ખાસ અવસર મળશે. સાંજના સમયે તમારું મન ધાર્મિક કામમાં લાગશે જેમાં તમે પૈસા પણ ખર્ચ કરશો. સસરા પક્ષના કોઇ વ્યક્તિ સાથે વાદ વિવાદ ચાલી રહેલો હોય તો તે દૂર થશે.

મીન રાશિ

આજે તમારી સામે આવકના નવા સ્ત્રોત આવશે જેને તમારે ઓળખવા પડશે અને તેનાથી તમારી આર્થિક સ્થિતિ મજબૂત બનશે. આજે તમારા શત્રુ પણ તમારા મિત્ર બનતા દેખાશે. જો તમે કોઈ જગ્યાએ પૈસાનું રોકાણ કરવાનું મન બનાવી રહ્યા હોય તો તેના માટે આજનો દિવસ ઉત્તમ રહેશે. આજે તમને રોજગારના ક્ષેત્રમાં ચાલી રહેલી સમસ્યાઓ માંથી મુક્તિ મળશે, જેનાથી તમારું મન પ્રસન્ન રહેશે. સાંજના સમયે તમે ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી શકો છો. ભાઈ બહેનો સહયોગ મળવાથી તમે તમારા બધા કામ સમય પર પૂરા કરી શકશો. આજે તમારે તમારી વાણીમાં મધુરતા બનાવી રાખવી જેથી તમારા બધા કામ સમયસર પૂરા થતા જાય.