રાશિફળ ૨ નવેમ્બર ૨૦૨૨, આ રાશિના જાતકોની સુખ સમૃદ્ધિમાં થશે વધારો, બની જશે કામ

Posted by

મેષ રાશિ

મેષ રાશિના લોકો ને સતાં સંબંધિત ચિંતા રહેશે. કાર્ય કરવાના સ્થળે ચાલી રહેલા વિવાદ પૂરા થઈ શકશે. વ્યવસાયમાં સફળતા અને ફાયદો થવાના યોગ બની શકે છે. આજના દિવસને ખાસ બનાવવા માટે પરિવારના સભ્યો સાથે સાંજે કોઈ સારી જગ્યા એ જમવા જવાનું થાય. સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં વિદ્યાર્થીઓને સફળતા કરી શકશે. હવે આવનારા સમયમાં તમારી ભૌતિક સુખ-સમૃદ્ધિમાં વધારો થતો જોવા મળશે. તમારી આવકમાં વધારો થઈ શકે.

વૃષભ રાશિ

ખુશી અને આનંદ થી દિવસ પસાર થઈ શકશે. ઉધાર આપેલા પૈસા આજે વસુલ થઇ શકશે તેને લીધે તમારી મોટી ચિંતા દૂર થઈ શકશે. આટલી મુશ્કેલીઓ માંથી તમે કંઈક નવું શીખશો અને ભવિષ્યમાં બીજા કોઇને ઉધાર આપતા પહેલા બે વખત જરૂર વિચાર કરશો.તમારું આરોગ્ય સારું રહેશે સીઝન ફળ ખાવું જોઈએ. સફળતાનું ફળ ખૂબ સારું રહેશે. કામ કરવાના ક્ષેત્રમાં આજે તમને સારા પરિણામો મળી શકશે નહીં. નોકરી-ધંધા માટે લાભદાયક દિવસ રહેશે.

મિથુન રાશિ

આજ તમારે સાવધાની રાખવી જરૂરી છે કે તમે ક્યાં અને કેવી રીતે પૈસા નું રોકાણ કરો છો. કેટલીક પરિવારિક મુશ્કેલીઓથી ચિંતા રહેશે. તમારા જીવન સાથી નું આરોગ્ય ખરાબ રહેવાને કારણે તમે અંગત પળો માણી શકતા નથી. આર્થિક રીતે સુધારો થશે. માંગલિક અથવા સાંસ્કૃતિક કાર્યક્રમમાં ભાગ લઇ શકશો. ધંધાના કામમાં પ્રગતિ થશે. ગુસ્સા ઉપર કાબૂ રાખવો પડશે.

કર્ક રાશિ

આજે ખર્ચાઓ વધશે. બિનજરૂરી ખર્ચ થઇ શકશે. તમારા કાર્યો સારી રીતે અને ઓછી મહેનતથી પૂરા થઈ શકશે. તમારા જીવન સાથીનો પ્રેમ અને સહયોગ મળી શકશે,જે તમે જીવન સાથે પાસેથી ઈચ્છો છો. તમે મને ખૂબ સારી રીતે દિવસ પસાર કરી શકશો. ઓફિસ માં તમારે સાવધાન રહેવાની જરૂર છે. તમે તમારા કામની જવાબદારી પણ સારી રીતે પુરી કરી શકશો. મન સ્થિર રહેશે.

સિંહ રાશિ

આર્થિક અને સામાજિક રીતે ફાયદો રહેશે. કરેલી મહેનતનું ફળ મળશે. મિત્રો સાથે પ્રભાવી સંબંધ રહેશે. તમારે તમારા કામ સંબંધિત ખૂબ મોટો નિર્ણય લેવો પડશે. સમયસર ઝડપથી આગળ વધવું એ તમને બીજા કરતા આગળ લઈ જશે. ભણવામાં કોઇ સ્પર્ધામાં સફળતા મળશે. આર્થિક બાબતોમાં સફળતા મળશે. તમે આખો દિવસ ખુબ જ ફ્રેશ રહી શકશો, તમારા કામ ને તમે ગંભીરતાથી કરશો.

કન્યા રાશિ

પ્રયોગો અને પ્રયત્ન માટે સારો દિવસ છે. ઓફિસમાં કોઈ મોટો હોદ્દો મળી શકે છે. વેપાર ધંધાને લગતા પ્રવાસથી ફાયદો થશે. તમારી માનસિક શાંતિ માટે તનાવ ના કારણો હોય તેનો ઉકેલ લાવવો જોઈએ. સંતાનો તરફથી સારા સમાચાર મળશે. તમારા સાથીઓ અને અધિકારીઓને સકારાત્મક પ્રતિક્રિયા થી તમે સફળતા ની ઊંચાઇ મેળવી શકશો. તમારે તમારા રોજિંદા કાર્ય માંથી સમય લઈને મિત્રો સાથે બહાર ફરવા જવું જોઈએ.

તુલા રાશિ

લગ્નજીવનમાં ખૂબ મોટો બદલાવ જોવા મળી શકશે. તમારા કોઈ સહકર્મચારી તમારી ખોટી વાતો ફેલાવી ને તમારી છાપ બગાડવાની કોશિશ કરશે. જોકે એવા લોકો સાથે કેવી રીતે વર્તવું એ તમે સારી રીતે જાણો છો. આજે ભૂતકાળના ખોટા નિર્ણયો તમારી માનસિક અશાંતિ કારણ બનશે. તમારે ખૂબ જ સાવચેત રીતે કામ કરવું પડશે. તમારે તમારા અધિકારોનો ખોટી રીતે ઉપયોગ ના કરો નહીંતર નુકસાન થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

ધનલાભ થવાના યોગ બની રહ્યા છે. તમે જે યોજનાઓ બનાવશો અને જે કામ કરવાની પદ્ધતિ હશે તેનાથી તમને ખૂબ મોટો ફાયદો મળી શકશે. માતા નું સુખ મળશે. તમારી પત્ની તરફથી તમારું મન પ્રફુલ્લિત રહેશે. આજે પરિવારની સાથે તમે સમય પસાર કરી શકશો. કોઈ સાથે અચાનક બનેલી મુલાકાત થી તમારો દિવસ ખૂબ સારો રહેશે. વિદેશથી કોઈ લાભ મળવાની આશા છે. મહિનાથી તમે કંઈ પણ મેળવી શકો છો. મિત્રો અને સહયોગીઓ ની મદદ મળી શકશે.

ધન રાશિ

દાન-પુણ્યથી મનને શાંતિ મળશે. અધૂરા કામો પૂરા થશે. આર્થિક બાબતઓમાં તમને ધારેલી સફળતા મળશે, પરંતુ મન અશાંત રહેશે. ધ્યાનથી વાહન ચલાવવું. વળાંકો અને ચોકમાં દોડા દોડી થી બચવું. તમારા આરોગ્યનું ધ્યાન રાખવું. વ્યવસાય પ્રયાસોનું ફળ મળશે. બૌદ્ધિક ચર્ચામાં ભાગ લેવાનો મોકો મળશે. માનસિક રીતે તમે હળવા ફૂલ રહેશો. લેવડદેવડના કામમાં આજે સાવધાન રહેવું.

મકર રાશિ

જરૂર કરતા વધારે ઊંઘ કરવી તમારી શક્તિનો નાશ કરશે. એટલા માટે આખો દિવસ પોતાની જાતને કામમાં સક્રિય રાખવી. તમારા ધંધા ને લગતા કોઈ નવા કામ કરી શકશો. તમારા લગ્નજીવનમાં આ સમય ખુશીઓ લઈને આવશે. આ સમયે તમારા સાસરા પક્ષ તરફથી તમને લાભ મળવાની સંભાવના છે. તમારે ઘણી બધી વ્યક્તિઓ સાથે મિત્રતા ભર્યા સંબંધો કાયમ રહેશે. આજે મન અશાંત રહેશે ,ઘણા બધા પ્રકારના વિચારો મનને અશાંત કરશે.

કુંભ રાશિ

આજ નોકરીમા આગળ વધવાના અવસર મળશે. કોઈ મોટો સોદો થઈ શકે છે. અધિકારીઓનો સહયોગ મળશે. ખૂબ જ વધારે તણાવ અને ચિંતા કરવાની તમારી ટેવને લીધે તમારા સ્વાસ્થ્યને નુકસાન થઈ શકે છે. આજે રોકાણ કરવા માટેના જે નવા અવસાર તમારી સામે આવે એની ઉપર વિચાર કરવો. પરિવારમાં કોઈ માંગલિક આયોજન થઇ શકે છે. નકારાત્મક વિચારો મનમાં થી કાઢી અને સકારાત્મક વિચારો તરફ તમારું ધ્યાન આપવું .ધીરજ રાખવી.

મીન રાશિ

વેપાર ધંધામાં મીન રાશિના લોકોને મોટો ફાયદો થવાની શક્યતા છે. આજે તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને સફળતા મળશે. પરિવારમાં નવા કામ થઈ શકશે, નવા મહેમાન આવવાની શુભ ખબર મળી શકે છે. તમારું આત્મબળ અને મનોબળ મજબૂત રહેશે. પરાક્રમ વધારો થશે. કાર્યક્ષેત્રમાં સારૂ પ્રદર્શન રહેશે. તમારા કામ કરવાના સ્થળો પર તમારા સાથી કર્મચારીઓ સાથે વિવાદ રહેશે. પોતાના ગુસ્સા ઉપર કાબૂ રાખી શકો છો.