જો તમારા કપાળ પર પણ રેખાઓ બને છે, તો જાણો તમે ભાગ્યશાળી છો કે નહીં… તમારી પાસે કેટલા પૈસા હશે?

Posted by

મોટાભાગે ઘણા લોકો કહેતા હોય છે કે કોઇના માથા ઉપર લખેલું હોતું નથી કે કોણ વ્યક્તિ કેવો હોય છે. પરંતુ સામુદ્રિક વિજ્ઞાન અનુસાર દરેક વ્યક્તિ વિશે તેના માથા પર લખેલું હોય છે. એટલે કે માથા પર પડી રહેલી કરચલીઓ જેવી લીટીને જો વાંચવાનું શીખી લેવામાં આવે તો કોઈ પણ વ્યક્તિ વિશે સંપુર્ણ જાણકારી મળી શકે છે કે તે કેવો છે. સાથો સાથ વ્યક્તિનાં માથા પર રહેલી લકીરો ઉપરથી તેની ઉંમર વિશે પણ જાણકારી મેળવી શકાય છે.

દીર્ઘાયુ હોય છે આવા વ્યક્તિ

જે વ્યક્તિનાં માથા પર સ્વચ્છ, સરળ, ગંભીર, પુર્ણ તથા સ્પષ્ટ રેખાઓ દેખાય છે, તે દીર્ઘાયુ તથા સુખી હોય છે. કપાળનાં એક છેડાથી બીજા છેડા સુધી જવા વાળી એક સ્પષ્ટ રેખા ૨૦ વર્ષનું આયુષ્ય દર્શાવે છે. આવી જેટલી રેખા કપાળ પર હોય છે, વ્યક્તિનું આયુષ્ય એટલું હોય છે. જેના મસ્તિષ્ક પર નાનો ચંદ્ર બનેલો હોય છે, તેની ઉપર ઈશ્વરની વિશેષ કૃપા રહેતી હોય છે. આ વ્યક્તિ મહાન સંત, સંન્યાસી, ઉપદેશક અથવા યોગી બને છે.

ભાઈ બહેનોની સંખ્યા

કપાળ ઉપર જેટલી રેખાઓ બને છે, વ્યક્તિના એટલા જ ભાઈ બહેન હોય છે. કપાળની રેખાઓ ભાઈની તથા પાતળી રેખાઓ બહેનની માનવામાં આવે છે. જેનું કપાળ પહોળું હોય છે તે વ્યક્તિના ઘણા પુત્ર હોય છે, પરંતુ આજીવિકા માટે પરેશાનીનો સામનો કરવો પડે છે. તેના બાળકો ભાગ્યશાળી તથા કર્મનિષ્ઠ હોય છે.

આવા લોકોનાં ઘણી સ્ત્રીઓ સાથે વચ્ચે સંબંધ

જે વ્યક્તિના કપાળ પર ઉપરના ભાગમાં ઊભા હોય છે અને નીચેની તરફ હળવો ઢાળ જોવા મળે છે, તેઓ ઉચ્ચ પદ પ્રાપ્ત કરે છે. સાથોસાથ આ વ્યક્તિઓના ઘણી સ્ત્રીઓ સાથે સંબંધ હોય છે. અવારનવાર તેમણે સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જેમનું કપાળ નીચેથી ઉપર તરફ ઉપસેલું હોય છે, તેઓ ધૈર્યવાન, બુદ્ધિમાન તથા ધનવાન હોય છે. તેમનું વૈવાહિક જીવન સરળ તથા સુખમય હોય છે.

માથા પર રેખા ન હોય તો

જેના કપાળ પર રેખા ન હોય તે વ્યક્તિ ધનવાન અને દીર્ઘાયુ હોય છે. જેમનું કપાળ છે ઉંડુ હોય છે તે ખોટી રીતે ધન એકઠું કરવા વાળા હોય છે. આવા લોકોને પોતાના અયોગ્ય કારણોને લીધે જેલમાં પણ જવું પડે છે.