સાંજ પછી આ 7 કામ ભૂલથી પણ ના કરવા જોઈએ, પુરુષો ને આ એક કામ તો રાતેજ કરવું ગમે છે.

Posted by

શાસ્ત્રોમાં શ્રેષ્ઠ અને ખુશહાલ જીવન માટે ઘણા ઉપાય અને નિયમ બતાવવામાં આવે છે. તેમાંથી ખાણી-પીણી, રહેણીકરણી, આચાર-વ્યવહારથી લઈને સ્ત્રી-પુરુષ સંબંધો સુધી ઘણી વાત જણાવેલ છે. શાસ્ત્રો કહે છે કે વ્યક્તિ દ્વારા કરવામાં આવતા દરેક કાર્ય તેના જીવન ઉપર પ્રભાવ પાડે છે. પોતાના કર્મોનાં પ્રભાવથી વ્યક્તિ સ્વસ્થ અને બીમાર થાય છે. વ્યક્તિની આર્થિક સ્થિતિ પણ તેની દિનચર્યા થી પ્રભાવિત થાય છે, એટલા માટે દરેક કામ માટે શાસ્ત્રોમાં સમય નક્કી કરવામાં આવેલ છે. આ ક્રમમાં અમે તમને જણાવીશું અમુક એવા કાર્યો વિશે જણાવીશું, જે સુર્યાસ્ત એટલે કે સાંજના સમયે કરવા જોઇએ નહીં.

 

મનુ સંહિતામાં જણાવેલ છે કે સાંજના સમયે ચાર કામ કરવા જોઈએ નહીં. જેમાં પહેલું કામ છે ભોજન. એટલે કે સુર્યાસ્તનાં સમયે ભોજન કરવું જોઇએ નહીં. કહેવામાં આવે છે કે તેનાથી આવતા જન્મમાં પશુ યોનિમાં જન્મ મળે છે.

 

સાંજના સમયે બીમાર અને બાળકો સિવાય કોઈપણ સ્વસ્થ વ્યક્તિએ સુવું જોઈએ નહીં. સાંજના સમયે સુવાથી વ્યક્તિ બીમાર થાય છે અને દેવી લક્ષ્મી પણ નારાજ થઈ જાય છે.

 

સુર્યાસ્તનો સમય રાતનો સંધ્યાકાળ હોય છે. આ સમયે ધ્યાન અને સાધના માટે નો સમય હોય છે. આ સમય દરમિયાન કામ ભાવ ને નિયંત્રિત રાખવા જોઈએ અને સ્ત્રી-પુરુષ પ્રસંગ થી બચવું જોઈએ. આ સમયે ગર્ભધારણથી ઉત્પન્ન સંતાન સંસ્કારી હોતું નથી અને પરિવાર ની મર્યાદાને ઠેસ પહોંચાડે છે.

 

સાંજનાં સમયે વેદ અને શાસ્ત્રોનું અધ્યયન કરવું જોઈએ નહીં. આ સમય ફક્ત ધ્યાન અને સાધના માટે લાભપ્રદ હોય છે. સાંજના સમયે કોઈપણ વ્યક્તિને ઉધાર પૈસા આપવા જોઈએ નહીં. કહેવામાં આવે છે કે આ સમયે પૈસા ઉધાર આપવાથી લક્ષ્મી ઘરેથી ચાલ્યા જાય છે.

 

રાતનાં સમયે જો તેલ અથવા સુગંધિત ચીજો લગાવીને સુવાની આદત છે તો તે શાસ્ત્રો મુજબ યોગ્ય નથી. રાતનાં સમયે તેલ અથવા સુગંધિત પદાર્થ લગાવીને સુવાથી નકારાત્મક ઉર્જાનો પ્રભાવ વધે છે. તેનાથી મન વિચલિત થાય છે અને ઘણા પ્રકારના મનોવિકાર ઉત્પન્ન થાય છે. એટલા માટે જો તમે તેલ અથવા સુગંધિત વસ્તુઓનો ઉપયોગ કરો છો, તો સાંજના સમય પહેલા પ્રયોગ કરી લેવો જોઈએ. મહિલાઓ માટે પણ કહેવામાં આવ્યું છે કે તેમણે રાતના સમયે વાળ ખુલ્લા રાખીને સુવું જોઈએ નહીં.

 

જે લોકો ખુબ જ વધારે ગુસ્સો કરે છે, તેઓ પોતાના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડે છે અને સાથોસાથ બીજાને પણ દુઃખ આપે છે. ક્યારેક ક્યારેક ક્રોધમાં એવી વાતો પણ કરી દેવામાં આવે છે, જેનાથી પરેશાની વધી જતી હોય છે. કોઈપણ પ્રકારના ક્રોધને કાબુમાં કરી લેવો જોઈએ. ક્રોધ કરશો તો ઘરમાં અશાંતિ વધશે. સાંજના સમયે માતા લક્ષ્મી પૃથ્વીની ભ્રમણ કરે છે અને તેવામાં જો આપણા ઘરમાં અશાંતિ હોય તો માં લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થતી નથી.