સાપ્તાહિક રાશિફળ ૧ નવેમ્બરથી ૭ નવેમ્બર, આ રાશીને મળશે ઢગલામોઢે પૈસા, થશે સુખનો અનુભવ

Posted by

મેષ રાશિ

મેષ રાશિના જાતકો આ અઠવાડિયા દરમિયાન સકારાત્મક ઉર્જાથી ભરપૂર રહેશે. ધીરજ અને વિવેકની સાથે મુશ્કેલીઓ દૂર કરી શકશો. અઠવાડિયાના શરૂઆતમાં કોઈ સ્ત્રી મિત્રની મદદથી અધુરા કાર્ય પૂર્ણ થશે. વ્યવસાયમાં ધન સંબંધીત ચિંતાઓ દૂર થશે. જો તમે કોઇ મોટી યોજનાઓ માટે ફંડ એકઠું કરવામાં લાગેલા છો તો અઠવાડિયાના અંત સુધીમાં તમે તે ચિંતાથી દૂર થઇ શકશો. આ અઠવાડિયું વ્યાપારીઓ માટે ખૂબ જ સારું રહેશે. નોકરી કરનાર લોકો કર્મચારીઓની મદદથી પોતાનું કાર્ય ખૂબ જ સારી રીતે કરી શકશે. વિદ્યાર્થીઓનું મન ભણવાની સાથેસાથે ક્રિએટિવ કાર્યોમાં પણ લાગશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. મુશ્કેલીના સમયમાં લવ પાર્ટનરનો સાથ આરામ દાયક રહેશે. દાંપત્ય જીવન મધુર અને જીવનસાથીનો પુરો સાથ પ્રાપ્ત થશે. મન અને શરીરને મજબૂત બનાવવા માટે યોગ અને ધ્યાન કરવું જોઇએ.

વૃષભ રાશી

વૃષભ રાશિના જાતકો અઠવાડિયા દરમિયાન આળસને પોતાની આસ પાસ પણ ભટકવા ન દેવી જોઈએ. નહીંતર પ્રાપ્ત થયેલી સફળતા પણ નહીં મળી શકે. બેરોજગાર લોકોને રોજગારનો અવસર પ્રાપ્ત થશે. જો તમે નોકરીમાં કોઈ બદલાવ કરવાનો વિચાર કરી રહ્યા છો તો સમજી-વિચારીને નિર્ણય લેવો જોઈએ. આ અઠવાડિયા દરમિયાન લોકો પર કામનો ભાર રહેશે. અઠવાડિયાના મધ્યમાં તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. આ દરમિયાન બિનજરૂરી વસ્તુ ઉપર વધારે ધનખર્ચ કરવાથી મન અશાંત થઈ શકે છે. આર્થિક પક્ષની સાથે સાથે સંતાનના ભવિષ્યની ચિંતા પણ પરેશાન કરશે. જમીન અથવા મકાનથી જોડાયેલ બાબતોનું સમાધાન કરવા માટે કોઈ વરિષ્ઠ અથવા શુભચિંતકની સલાહ જરૂર લેવી જોઈએ. પ્રેમ-પ્રસંગમાં શક થઈ શકે છે. જીવનસાથીની ભાવનાઓની અપેક્ષા ન કરવી જોઈએ.

મિથુન રાશિ

તમારા અધૂરા કાર્ય પૂર્ણ થશે. સિનિયરની મદદથી કાર્યક્ષેત્રથી જોડાયેલ કોઈ મુશ્કેલીને દૂર કરી શકશો. અઠવાડિયાના શરૂઆતમાં જ વ્યવસાયના કારણે કોઈ લાંબી અથવા નાની યાત્રા ઉપર જઈ શકો છો. યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. આ દરમિયાન તમને તમારા શુભચિંતકો અને મિત્રોનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે. મુશ્કેલીના સમયમાં તે તમારી સાથે ઉભા રહેશે. અઠવાડિયાના અંતમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલ લોકોને કોઈ સારી ખબર પ્રાપ્ત થઇ શકે છે. આ દરમિયાન તમારે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. કોઈ જૂની બીમારી ફરી થઇ શકે છે. દામ્પત્યજીવન મધુર રહેશે. પ્રેમ જીવનમાં મજબૂતી આવશે. લવ પાર્ટનરની સાથે સમય સારી રીતે પસાર થઈ શકશે.

કર્ક રાશિ

આ લોકોએ અઠવાડિયા દરમિયાન કોઈપણ કાર્ય યોજના વગર કરવું ન જોઈએ. નહીંતર તમને પરિણામ નિરાશાજનક પ્રાપ્ત થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં પૂરા મનથી કાર્ય કરવું જોઈએ. નહીંતર કોઈપણ પ્રકારની બેદરકારી અથવા ભૂલથી તમને નુકસાન થઈ શકે છે. કેરિયર અને વ્યવસાયથી જોડાયેલા કોઈ મોટા નિર્ણય લેતા પહેલા પોતાના શુભચિંતકો અને વરિષ્ઠ વ્યક્તિની સલાહ જરૂર લેવી જોઈએ. લાગણીમાં આવીને કોઈ પણ નિર્ણય ન લેવો જોઈએ. અઠવાડિયાના અંતમાં કોઈ પ્રિયની સાથે મુલાકાત થઈ શકે છે. પ્રેમ સંબંધમાં લવ પાર્ટનરની સાથે સારો સમય પસાર કરી શકશો. પરિવારના વ્યક્તિઓ તમારા પ્રેમ સંબંધને સ્વીકાર કરી લેશે. દામ્પત્ય જીવનમાં મીઠાશ બની રહેશે. જીવનસાથીની સ્વાસ્થ્ય ચિંતાજનક રહેશે.

સિંહ રાશી

સ્વાસ્થ્ય હોય કે સબંધ કોઈપણની બેદરકારી ન કરવી જોઇએ. બંને પ્રત્યે અપેક્ષા તમને નુકસાન પહોંચાડી શકે છે. જૂની બીમારી ફરી થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં વિરોધીઓથી સાવધાન રહેવું જોઈએ. નોકરી કરનાર લોકોના કાર્યમાં વૃદ્ધિ થઇ શકે છે. અઠવાડિયાના પ્રારંભમાં કેરિયર અને વ્યવસાયથી જોડાયેલ વ્યક્તિઓના ક્ષેત્રમાં મુશ્કેલીઓ આવી શકે છે પણ અઠવાડિયાના અંતમાં તે મશ્કરીઓ દૂર થઈ જશે. આ દરમ્યાન અચાનકથી કોઈ લાંબી યાત્રા ઉપર જવાનું થઈ શકે છે. યાત્રા દરમિયાન સમાન અને સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ. વિદ્યાર્થીઓનું મન ભણવામાં નહીં લાગે. આ દરમિયાન સ્ત્રીઓનું મન ધાર્મિક કાર્યોમાં વધારે રહેશે. પ્રેમ સંબંધમાં સમજી-વિચારીને આગળ વધવું જોઈએ. ઉતાવળમાં થયેલી વાતો બગડી શકે છે. જીવન સાથેનો પૂરો સહયોગ પ્રાપ્ત થશે.

કન્યા રાશિ

આ અઠવાડિયા દરમિયાન તમારા સપનાઓ અનુસાર તમને પરિણામ પ્રાપ્ત નહીં થઈ શકે. અસફળતાને પાછળ રાખીને આગળ વધવું જોઈએ. કારણકે સોનેરી ભવિષ્ય તમારી રાહ જોઈ રહ્યું છે. અઠવાડિયાના અંત સુધી કોઈ મિત્ર અથવા સંબંધોની મદદ તમારા અંદર ઉમંગ ભરવાનું કામ કરશે. આ દરમિયાન માત્ર કાર્યમાં જ ગતિ નહીં આવે પરંતુ સમાજમાં તમારી છાપ મજબૂત થશે. કોર્ટ-કચેરી બેન્કિંગ સેક્ટર અને સલાહકારનું કામ કરનાર લોકોનો સમય સારો રહેશે. પ્રેમ સંબંધમાં પણ મજબૂતી આવશે. સંતાન પક્ષ તરફથી કોઈ સારા સમાચાર પ્રાપ્ત થઇ શકે છે.

તુલા રાશિ

આ લોકો અઠવાડિયા દરમિયાન પોતાના મનોબ્દમાં કોઈપણ પ્રકારની કમી થવા ન દેવી જોઈએ. લક્ષ્ય ઉપર પૂરું ફોકસ કરવું જોઈએ. સફળતા જરૂર પ્રાપ્ત થશે. કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવું જોઈએ. બેરોજગારો લોકોને રોજગારની તક પ્રાપ્ત શકે છે. રેડીમેડ ગારમેન્ટ અને સૌંદર્ય પ્રસાધનના કારોબાર કરનારા લોકો માટે સમય ખૂબ જ સારો રહેશે. શેર બજારમાં ધન ઈન્વેસ્ટ કરતા પહેલા વિશેષજ્ઞની સલાહ જરૂર લેવી જોઈએ. નહીંતર નુકસાન થઈ શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં કાર્યને લઇને ભાગદોડ કરવી પડશે. આ દરમિયાન વિદ્યાર્થીઓનું ભણવામાં ધ્યાન નહીં લાગે. સ્પર્ધાત્મક પરીક્ષામાં ઇન્ટરવ્યૂની તૈયારીમાં લાગેલા લોકોને સફળતા પ્રાપ્ત થશે. વધારે મહેનત અને લગનની સાથે આગળ વધવું જોઈએ. દાંપત્યજીવન અને પ્રેમ સંબંધોમાં મધુરતા બની રહેશે.

વૃશ્ચિક રાશિ

આ લોકોનું અઠવાડિયું ખૂબ જ સારી રીતે પસાર થશે. અઠવાડિયા દરમિયાન તમે ઘણું રિલેક્સ મહેસૂસ કરશો. મિત્રો અને શુભચિંતકોની મદદથી તમારા બધા કાર્યો સરળતાથી પૂર્ણ થઈ શકશે. કાર્યક્ષેત્રમાં કર્મચારીઓનો પૂર્ણ સહયોગ પ્રાપ્ત થશે. સિનિયર્સ તમારા કાર્યના વખાણ કરશે. અઠવાડિયાના મધ્યમાં સહપરિવાર સાથે કોઈ જગ્યાએ હરવા ફરવા માટે યોજના બની શકે છે. નાની યાત્રા ઉપર જવાનો યોગ બની રહ્યો છે. કોઈ પ્રિયજનથી અચાનક મુલાકાત થઇ શકે છે. સંબંધમાં મજબૂતી આવશે. લવ પાર્ટનરની સાથે સારી રીતે સમય પસાર કરી શકશો. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.

ધન રાશિ

આ લોકોનું અઠવાડિયું શરૂઆતમાં ખૂબ જ શુભ અને લાભદાયક રહેશે. આ દરમિયાન તમને ભાગ્યનો પૂરો સાથ પ્રાપ્ત થશે. જો કોઈ વાતને લઈને તમારો સંબંધ કોઈ વ્યક્તિ સાથે બગડેલું છે તો તે સુધરી શકે છે. આ જ રીતે પ્રેમ સંબંધમાં પણ શક દૂર થઈ શકે છે. વ્યાપારમાં પણ સારી પ્રગતિ પ્રાપ્ત થશે. જો કાર્યક્ષેત્રમાં વધારે જવાબદારી પ્રાપ્ત થાય તો તેને સ્વીકારવામાં કોઈ આનાકાની ન કરવી જોઈએ, પરંતુ તેને ખુલ્લા દિલથી સ્વાગત કરવું જોઈએ. કારણ કે તેનાથી તમારું પદ અને કદ બંનેમાં વૃદ્ધિ પ્રાપ્ત થશે. બદલાતા મોસમમાં સ્વાસ્થ્યનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, નહિતર તમારું સ્વાસ્થ્ય ખરાબ થઈ શકે છે. ધનની લેવડદેવડમાં પણ સાવધાની રાખવી જોઈએ.

મકર રાશિ

આ લોકોને અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય અને સંબંધોને લઇને ચિંતા ઉત્પન્ન થઇ શકે છે. પરિવારના વ્યક્તિઓ સાથે કોઇ વાતને લઇને વિવાદ થઈ શકે છે. યુવાનોનું મન લક્ષ્ય પરથી દૂર થઈ શકે છે. આ દરમિયાન કાર્યક્ષેત્રમાં ઘણી મુશ્કેલીઓ આવી શકે છે. મુશ્કેલીના સમયમાં તમને તમારા જીવનસાથીનો સાથ પ્રાપ્ત થશે. વેપારીઓ સાથે ધનની લેવડ દેવડની અમુક મુશ્કેલીઓ આવી શકે છે. કોઈ નવી યોજના સમજી-વિચારીને બનાવવી જોઈએ. પ્રેમ જીવન મજબૂત રહેશે. ધ્યાન રાખવું જોઈએ કે ઉતાવળથી કોઈ પણ કામ ન કરવું જોઈએ. અઠવાડિયાના અંતમાં કોઈ ધાર્મિક સ્થળની યાત્રા સંભવ છે.

કુંભ રાશિ

આ લોકોને અઠવાડિયાની શરૂઆતમાં જ મુશ્કેલીઓથી થઈ શકે છે, પરંતુ ધીરજ અને સંયમ રાખીને આગળ વધવું જોઈએ. આ દરમિયાન પોતાની યોગ્યતા અને પ્રતિભાથી તમને સફળતા પ્રાપ્ત થઇ શકે છે. વ્યાપારની દ્રષ્ટિએ આ અઠવાડિયું મધ્યમ રહેશે. મોટા વેપારીઓથી બજારમાં મુશ્કેલી આવી શકે છે. કોઈ નવા પ્રોજેક્ટ ઉપર કાર્ય કરવાનું પ્રયત્ન કરશો. ઓફિસમાં તમારા સિનિયરની સાથે તાલમેલ બનાવી રાખવું જોઈએ. પ્રેમ સંબંધ મજબૂત રહેશે. કોઈ મિત્રની મદદ પ્રાપ્ત થઇ શકે છે. જીવનસાથીનો સહયોગ પ્રાપ્ત થશે.

મીન રાશિ

આ અઠવાડિયા દરમિયાન મીન રાશિવાળા લોકોએ પોતાની વાણી ઉપર નિયંત્રણ રાખવું જોઇએ, નહીંતર પૂર્ણ થતું કાર્ય પણ અધૂરું રહી શકે છે. ઘરના વિવાદમાં તમારે તમારા ઉપર નિયંત્રણ રાખવું જોઈએ. જો તમારા પરિવારના વ્યક્તિઓ તમારી કોઈ વાતનું સમર્થન ન કરે તો, તમારે તેના ઉપર ક્રોધિત ન થવું જોઈએ. કારણકે જો તમારુ તર્ક સાચું છે, તો અઠવાડિયાના અંત સુધીમાં તે તમારી વાત માની જ લેશે. આ દિશામાં કોઈ વરિષ્ઠની મદદ ઘણી લાભદાયક રહેશે. શેર બજાર, સટ્ટા બાજી, વાયદા વેપારનો વ્યાપાર કરનાર લોકો એ સાવધાની રાખવી જરૂરી છે. આ દરમ્યાન કોઈ પણ પ્રકારનું રિસ્ક લેવું ન જોઈએ. પ્રેમ-પ્રસંગમા કોઈપણ પ્રકારના શક ઉત્પન્ન થવા ન દેવો જોઈએ. જીવનસાથીની ભાવનાઓની અપેક્ષા ન કરવી જોઈએ.