સાપ્તાહિક રાશિફળ ૧૦ ઓક્ટોબરથી ૧૬ ઓક્ટોબર, આ રાશિ માટે આકાશમાંથી ઉતરશે મદદ, બની જશે સારા નસીબના યોગ

Posted by

મેષ રાશિ

આ રાશિના જાતકોને આ અઠવાડિયા દરમ્યાન નજીકના લોકો સાથે સંપર્ક કરવાનો મોકો મળશે. વિદેશ રહેલા લોકોને આવકમાં વધારો થવાની સંભાવના છે. આ રાશિના લોકોની આવકમાં વધારો થશે. મંગળના મેષ રાશિમાં આવવા બાદ આ રાશિના જાતકોમાં આત્મવિશ્વાસની વૃદ્ધિ થશે. સંપત્તિ સાથે સંકળાયેલા કાર્ય લાભ આપશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવું પડશે. સપ્તાહના અંત સુધીમાં ધંધામાંથી લાભ મળી શકે છે. કોઈ વરિષ્ઠ વ્યક્તિની મદદથી ઘરગથ્થુ વિવાદ દૂર થશે. છાત્રને અને યુવાઓ માટે સારો સમય છે. લવ પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશો.

વૃષભ રાશી

આ રાશિના જાતકો પોતાની નોકરી બદલવાનું વિચારી રહ્યા હોય તો આ વિચાર ટાળવો જોઇએ. એક ખોટો નિર્ણય ભવિષ્યમાં પરેશાનીઓ લાવી શકે છે. વ્યવસાય સાથે જોડાયેલા લોકોને લાભ મળશે. સ્વાસ્થ્યમાં થોડો ચઢાવ ઉતાર રહી શકે છે. વાણીમાં ક્રોધનો ભાવ અને માનસિક અસ્થિરતા રહી શકે છે. સંતાનોના ભવિષ્યને લઈને ચિંતા રહેશે. જીવનસાથીના સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. સંતાનના સ્વભાવમાં રહેલી જીદ તમારી માટે ચિંતાનો વિષય બની શકે છે. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધવું.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોને આ અઠવાડિયાની શરૂઆતમાં કોઈ નાના અંતરની યાત્રા કરવી પડી શકે છે. યાત્રા શુભ અને લાભ આપનારી સાબિત થશે. આ અઠવાડિયા દરમિયાન પ્રતિયોગી પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને સારા સમાચાર મળી શકે છે. વિદ્યાર્થીઓનું ભણતરમાં મન રહેશે. અઠવાડિયાના મધ્યમાં ક્રોધ તમારા પર હાવી થઇ શકે છે. કોઇ પણ નિર્ણય શાંત મનથી લેવો. કોઈ મોટી યોજનામાં ધનનું રોકાણ કરતા પહેલા શુભચિંતકોની સલાહ અચૂક લેવી. આ દરમ્યાન કાર્યક્ષેત્રમાં કેટલીક કઠણાઈનો સામનો કરવો પડી શકે છે. વિજાતીય પાત્ર તરફ આકર્ષણ વધી શકે છે. જીવનસાથીનો પુરો સહયોગ મળશે. ગાયને લીલુ ઘાસ નાખવાથી અને ગણેશ ચાલીસાના પાઠ કરવાથી શુભ ફળ મળશે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોએ અઠવાડિયાની શરૂઆતમાં સ્વાસ્થ્ય પર વિશેષ ધ્યાન આપવાની જરૂરિયાત રહેશે. કરિયર અથવા રોજગાર સાથે જોડાયેલો કોઈપણ નિર્ણય લેતા પહેલાં સલાહ લેવાનું ન ભૂલવું. વડીલોનું માર્ગદર્શન લઈને આગળ વધવું. ભાગ્ય સાથ આપશે અને કોઈપણ કાર્યનો પ્રારંભ સારો રહેશે. સપ્તાહના અંતમાં રાજનીતિ સાથે જોડાયેલા લોકો માટે સમય અનુકૂળ રહેશે. અધિકારી અને સહયોગીના કારણે યોજનાઓ સમય પર પૂરી થશે. પ્રેમ સંબંધોમાં મધુરતા આવશે.

સિંહ રાશી

મંગળ રાશિ પરિવર્તન તમારી માટે સારા સમાચાર લાવી રહ્યું છે. તેના કારણે આ અઠવાડિયામાં તમારા વિરોધીઓની નીતિઓ અસફળ રહેશે. કોઈ જગ્યાએથી અચાનક ધનપ્રાપ્તિ થશે. કોઈ નવી પાર્ટનરશીપની શરૂઆત થઈ શકે છે. અઠવાડિયાના અંત સુધીમાં ઘરગથ્થુ કાર્યો અને ગૃહસ્થ જીવનમાં પરેશાનીઓ આવી શકે છે. સુખ સુવિધા પર વધારે ખર્ચ થવાના યોગ બની રહ્યા છે. માતા સાથે કોઈ વાતને લઈને તણાવ વધી શકે છે. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધવું અન્યથા દગો મળી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને કોઈ વ્યક્તિ સાથે ઝઘડો થઇ શકે છે. નવી વિચારધારાનો આરંભ થઈ શકે છે. અધિકારીઓ અને સહયોગીના કારણે યોજનાઓ પૂરી થશે. વરિષ્ઠ લોકોના અનુભવને કારણે આર્થિક સ્થિતિમાં બાધાઓ દૂર થશે. સપ્તાહના મધ્યમાં તમારી ભાવનાઓ પર નિયંત્રણ રાખવાની જરૂરિયાત રહેશે. કોઈ પર ટીકા કરવાથી બચવું અન્યથા તમારે પસ્તાવું પડી શકે છે. આ સમય દરમિયાન જીવનસાથી સાથે વૈચારિક મતભેદ થઈ શકે છે. કોઈ ત્રીજી વ્યક્તિના પ્રવેશથી પ્રેમસંબંધ પ્રભાવિત થવાની આશંકા છે. સંતાન સાથે જોડાયેલા વિષય પર તમને કષ્ટ મળી શકે છે. ક્રોધ અને વ્યંગ વાળા શબ્દોના પ્રયોગથી બચવું. ખાણીપીણી પર વિશેષ ધ્યાન આપવું અને ધીરજથી કામ લેવું.

તુલા રાશિ

તુલા રાશિવાળા જાતકોને આ સપ્તાહ દરમિયાન કોઈપણ નિર્ણય લેતા પહેલા ખૂબ જ વિચાર કરવાની જરૂરિયાત રહેશે. કરિયરમાં કોઈપણ પ્રકારની બેદરકારી ન કરવી. નોકરીમાં બદલાવ કરવાનો વિચાર છોડી દેવો. સપ્તાહના મધ્યમાં જમીન સંબંધીત કાર્યોમાં લાભ થશે. પરિવાર સાથે યાત્રા પર જવાનું થઈ શકે છે. મહિલા વર્ગનો વધારે સમય ધાર્મિક કાર્યોમાં વીતશે. સપ્તાહના અંત સુધીમાં કોઈ વિશેષ કાર્ય પૂર્ણ થવાથી પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે. પ્રતિયોગી પરીક્ષામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સારો સમય રહેશે. વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને આગળ વધવું.

વૃષીક રાશિ

આ રાશિના જાતકોએ આ સપ્તાહ દરમ્યાન પોતાની વાણી અને વ્યવહારમાં બદલાવ લાવવાની જરૂરિયાત રહેશે. સપ્તાહના પ્રારંભમાં કોઈ વ્યક્તિ વિશેષ સાથે ખરાબ વ્યવહાર અથવા વિવાદ કરવાથી ઝંઝટ વધી શકે છે. સ્વાસ્થ્યને લઈને સાવધાન રહેવું. નાની-મોટી બીમારીઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. મકાન અને સંપત્તિ સંબંધીત નિર્ણય ખૂબ વિચારીને લેવા. આ સપ્તાહમાં તમારી મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલી શકે છે. નવા સંબંધો બનાવવા માટે ખૂબ સારો સમય છે. જીવન સાથીનો પૂરતો સહયોગ મળશે. હનુમાન ચાલીસાના પાઠ કરવાથી ફાયદો થશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે સૌભાગ્ય પોતાના દ્વાર ખોલી દેશે. આ સપ્તાહ દરમિયાન આકસ્મીક લાભના યોગ બની રહ્યા છે. બિઝનેસ સાથે જોડાયેલા લોકોને લાંબી યાત્રા પર જવાનું થઈ શકે છે. વિવેકથી કામ લેવા વાળા લોકો યોજનાબદ્ધ રીતે પોતાના કાર્ય આગળ વધારી શકશે. આર્થિક ક્ષેત્રમાં રહેલી બાધાઓ દૂર થશે. નોકરીમાં સરળતાથી બદલાવ કરી શકશો. તમારી સામાજિક પ્રતિષ્ઠા વધશે. શિક્ષણ કાર્ય કરવાવાળા લોકો માટે શુભ સમય છે. પત્રકાર અને લેખનકાર્ય સાથે જોડાયેલા લોકોને વિશેષ લાભ મળશે. ધાર્મિક કાર્યોમાં રૂચિ વધશે. પ્રેમ સંબંધોમાં કૌટુંબિક મંજૂરી મળી શકે છે. લવ પાર્ટનર સાથે સારો સમય વીતશે.

મકર રાશિ

આ રાશિના જાતકોએ આ અઠવાડિયા દરમિયાન ખૂબ જ ધીરજ રાખવી પડશે. કોઈ પણ નિર્ણય જલ્દી અથવા આવેશમાં આવીને ન લેવો. કોઈ મોટી યોજનામાં ઇન્વેસ્ટ કરતાં પહેલાં સલાહ લેવાનું ન ભૂલવું. પોતાની યોજનાઓ વિશે બીજાઓને જણાવવાથી બચવું. મિત્રો પર અધિક વિશ્વાસ કરવાથી પરિવારમાં વિવાદ વધી શકે છે. દાંપત્ય જીવનમાં દુઃખની પરિસ્થિતિ બની શકે છે. એકથી વધારે પ્રેમ સંબંધ રાખવાથી બચવું. જીવનસાથી પ્રત્યે વફાદાર રહેવું. સ્વાસ્થ્યનો ખ્યાલ રાખવો. પેટ સંબંધિત બીમારીઓ પરેશાન કરી શકે છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને આ સપ્તાહ દરમિયાન સતર્ક રહેવું પડશે. કરજ લેવાની પરિસ્થિતિ આવી શકે છે. કાર્યક્ષેત્રમાં તમારી લીડરશીપમાં કોઈપણ પ્રકારની કમી ન આવવા દેવી. નોકરી ધંધા કરતા લોકોને જવાબદારીઓનો ભાર વધશે. ગુપ્ત શત્રુઓથી સાવધાન રહેવાની જરૂરિયાત રહેશે. આ સપ્તાહ દરમિયાન સંબંધો પર વિશેષ ધ્યાન આપવું અને અનાવશ્યક ખર્ચથી બચીને રહેવું અન્યથા મન પરેશાન રહેશે. પત્નીના સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું. બજરંગબાણનો પાઠ કરવાથી લાભ થઈ શકે છે.

મીન રાશિ

મીન રાશિના જાતકોને સપ્તાહની શરૂઆતમાં કોઈ યાત્રા થવાની સંભાવના છે અને વ્યવસાયની દ્રષ્ટિએ કાર્યક્ષેત્રમાં તમારા શ્રમનું સન્માન થશે તથા તેનો લાભ પણ મળશે. રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ઇચ્છિત ધનની પ્રાપ્તિ થઇ શકે છે. સપ્તાહના અંતમાં પરિવારના લોકો સાથે સારો સમય વિતાવવાની તક મળશે. પ્રેમસંબંધમાં પ્રગાઢતા આવશે. નવા સંબંધો બનાવવા માટે સમય ખૂબ જ સારો છે. પરિવારના લોકોનો સહયોગ પ્રાપ્ત થશે. કોઈ પણ પરિસ્થિતિમાં ગભરાઈ જવાને બદલે આત્મવિશ્વાસથી કામ કરવું.