સાપ્તાહિક રાશિફળ : ૮ ઓગસ્ટથી ૧૪ ઓગસ્ટ, આ રાશિના જાતકોને મળશે બમ્પર લાભ, ગ્રહો આપશે સાથ

Posted by

મેષ રાશિ

અઠવાડિયાની શરૂઆતમાં કામમાં ઇચ્છા મુજબની સફળતા ન મળવાને કારણે મેષ રાશિના જાતકોનું મન થોડું ચિંતિત રહી શકે છે પરંતુ અઠવાડિયાના મધ્યભાગ સુધીમાં વસ્તુઓ ફરીથી સારી બનતી જશે. વ્યાવસાયિક વ્યસ્તતાને લીધે ભાગદોડ વધારે રહેશે. કેટલાક પ્રભાવી લોકો સાથે જોડાવાથી ભવિષ્યમાં લાભ મળવાની સંભાવનાઓ બનશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને સાથે સારો સમય પસાર કરવાનો ચાન્સ મળશે. અઠવાડિયાના મધ્યભાગમાં જીવનસાથી તરફથી અચાનક જ ભેટ મળવાથી તમારું મન પ્રસન્ન રહેશે. અભ્યાસની તૈયારીમાં જોડાયેલા છાત્રોને સારા સમાચાર સાંભળવા મળશે. આરોગ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરવી નહિતર હોસ્પિટલ જવું પડશે.

વૃષભ રાશિ

રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડા સંભાળીને કામ કરવાની જરૂર છે. કાર્યક્ષેત્રમાં ઉતાવળ અથવા બેદરકારીને લીધે થતી ભૂલને કારણે તમારે અપમાન સહન કરવું પડશે. ગુપ્ત શત્રુઓથી તમારે સાવધાન રહેવું. ગુસ્સાથી બચવું અને ભાવનાઓમાં વહીને કોઈ મોટો નિર્ણય ન લેવો. વાહન ધીમે ચલાવવું કારણ કે ઇજા થવાની આશંકા છે. કારોબારમાં કોઈ પણ પ્રકારનું રિસ્ક ન લેવું. મુશ્કેલ સમયમાં તમારા પ્રિય વ્યક્તિ તમારી સાથે પડછાયો બનીને ઉભા રહેશે. જેનાથી તમે ખૂબ જ રાહત અનુભવશો. એકબીજાને સમજવા માટે આ સમય અનુકૂળ રહેશે. સાથે સાથે લાંબા અથવા તો ટૂંક રૂટની યાત્રા પર જઈ શકો છો.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયે આવકના નવા સ્ત્રોત બનશે. ભાઈ બંધુઓ અને જીવનસાથીનો પૂરો સહયોગ મળશે. સમાજમાં તમારા માન-પ્રતિષ્ઠામાં વધારો થશે. કામના ક્ષેત્રે તમારા બોસ તમારા કામથી ખુશ રહેશે. મિલ મકાન વાહન વગેરે ખરીદવાની યોજનાઓ બનશે. મહિલાઓને વધારે પડતો સમય ધાર્મિક કામમાં પસાર થશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને ભાવનાત્મક લગાવમાં વધારો થશે. મીઠા વાદવિવાદ વચ્ચે પ્રેમ સંબંધોમાં મજબૂતી રહેશે. પ્રેમીઓ એકબીજાને પ્રસન્ન રાખવાના ભરપૂર પ્રયત્ન કરશે. આર્થિકની દ્રષ્ટિએ મુશ્કેલીઓ થવાની આશંકા છે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું મન થોડું વિચલિત રહી શકે છે. કોઈ પણ ખાસ કામને લઈને મનમાં અસમંજસની સ્થિતી રહી શકે છે. આ અઠવાડિયે બીજાના બહેકામાં આવવાથી બચવું. વડીલોનો સહયોગ નહીં મળી શકે એવી સ્થિતિમાં તમારે ખૂબ જ સમજદારીથી અને જવાબદારીથી કામ કરવાની જરૂર છે. તમારા સાચા મિત્રો અને પત્નીની વાત ને અવગણવાને બદલે તેના ઉપર વિચાર કરવા. પ્રેમસંબંધોમાં પ્રેમીની ભૂલ કાઢવાને બદલે તેની સાથે સામંજસ્ય બેસાડવાના પ્રયત્ન કરવા નહીંતર પ્રેમ સંબંધોમાં તિરાડ પડી શકે છે. યુવાનોનો વધારે પડતો સમય મોજ મસ્તીમાં પસાર થશે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે આ અઠવાડિયે લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રાથી લાભના યોગ બનશે. અને કાર્યક્ષેત્રમાં આવી રહેલી સમસ્યાઓનું સમાધાન મેળવવામા તમે સફળ રહેશો. એકવાર ફરીથી તમને કારોબારની દિશામાં સુખદ પરિણામ મળશે. આ દરમિયાન તમારે પૈસાની લેવડદેવડ કરવામાં વધારે સાવધાની રાખવાની જરૂર છે. સુવિધાઓ માટેની વસ્તુઓ ખરીદવામાં પૈસા ખર્ચ થઈ શકે છે. સંબંધોમાં સંભાળીને પગલું ભરવું અને પ્રેમીની જીંદગીમાં વધારે દખલગીરી કરવાથી બચવું નહીંતર તકરાર થઇ શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. આરોગ્યને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરવી. દાંપત્ય જીવનમાં મધુરતા રહેશે. આરોગ્યને લઈને કોઈ પણ પ્રકારની બેદરકારી ન કરવી નહિતર એકવાર ફરીથી જૂના રોગ ઉભરી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોને આ અઠવાડિયે સૌભાગ્યનો ભરપૂર સાથ મળશે. મહેનત અને પરિશ્રમથી તમે સફળતાના રસ્તાઓ ઉપર આગળ વધશો. અઠવાડિયાની શરૂઆતમાં કારકિર્દી અને કારોબારમાં સારા પરિણામ મળશે. પહેલા તમે કોઈપણ પ્રકારનું રોકાણ કરેલું હોય તો તેનાથી તમને લાભ મળશે. સામાજિક ગતિવિધિઓમાં આગળ પડતા રહીને ભાગ લેશો. મકાન વગેરે ખરીદવાનો નિર્ણય ખૂબ જ સમજી-વિચારીને લેવાની જરૂર છે નહીંતર પછી પસ્તાવું પડશે. સંબંધોમાં એકબીજા ઉપર શંકા કરવાને બદલે એક-બીજાની ભાવનાઓને સમજવાના પ્રયત્નો કરવા તો સારું રહેશે. જીવનસાથીના આરોગ્યને લઇને મન ચિંતિત રહી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં સખત મહેનત પછી સફળતા મળવાના યોગ બનશે. કામના ક્ષેત્રે વિરોધીઓ સક્રિય રહેશે. આ દરમિયાન તમારે ધીરજથી કામ કરવા અને આગળ વધવાના પ્રયત્ન કરવા કારણ કે અઠવાડિયાના છેલ્લા ભાગમાં વસ્તુઓ ધીમે ધીમે અનુકૂળ બનતી જશે. આવક પ્રમાણે ખર્ચા વધારે રહેશે એટલા માટે સમજી વિચારીને પૈસા ખર્ચ કરવા. બેરોજગાર લોકોને રોજગાર માટે થોડી રાહ જોવી પડશે. અઠવાડિયે આરોગ્યને લઇને તમારે ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. મુશ્કેલ સમયમાં પ્રેમીની સાથે ઉભા રહેવું. પતિ પત્ની વચ્ચે સૌહાર્દ વાળું વાતાવરણ બની રહેશે.

વૃશ્ચિક રાશિ

વૃષીક રાશિના જાતકો માટે આ અઠવાડિયે ઇચ્છા મુજબની સફળતા મળવાની ભરપૂર સંભાવના દેખાઈ રહી છે. કામના ક્ષેત્રે જો લાંબા સમયથી પ્રમોશન માટે તમે ચિંતા કરી રહ્યા હોય તો તમારા બોસની કૃપા તમારા પર વરસી શકે છે. વિદેશ સાથે જોડાયેલા કામ કરતા લોકોને લાભ મળશે અને કારોબારમાં આવી રહેલી મુશ્કેલીઓ દૂર થશે. પૂજા પાઠમાં અથવા તો ધાર્મિક કામમાં મન લાગશે. આ સંબંધમા લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો. સંતાન પક્ષની સારી ઉપલબ્ધિથી તમારા માન સન્માનમાં વધારો થશે. પ્રેમી-પ્રેમિકા એકબીજાને સરપ્રાઈઝ ભેટ આપી શકે છે. દામ્પત્ય જીવનમાં મધુરતા બનાવી રાખવા માટે જીવનસાથીની ભાવનાનીને અવગણવી નહીં.

મકર રાશિ

મકર રાશિના જાતકો માટે અઠવાડિયાની શરૂઆતમાં પહેલેથી ચાલી આવી રહેલી મુશ્કેલીઓ માટે થોડી રાહત મળશે. કાર્યક્ષેત્રમાં સિનિયર તેમજ જુનિયર બંનેનો સહયોગ મળવાથી વિરોધીઓ તમારાથી હારી જશે. તમે કંઈક નવું કરવાનું વિચારી રહ્યા હોય તો કામમાં ખાસ સફળતા મેળવવા નિષ્ણાંતો અથવા તો શુભચિંતકોની સલાહ લેવી જરૂરી છે. શેર બજાર અથવા તો બીજા કોઈ જોખમ વાળા કામમાં સમય બરબાદ ન કરવો. પ્રેમ સંબંધોમાં એકબીજા પ્રત્યે આકર્ષણ વધશે અને એકબીજાને સમજવાના નવા ચાન્સ મળશે. કામકાજમાં વ્યસ્તતાને લીધે જીવનસાથી અને પરિવારના લોકો માટે સમય નહીં કાઢી શકો. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહેલા વિદ્યાર્થીઓને વધારે મહેનતની જરૂર છે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં કેટલીક મહત્વપૂર્ણ સ્થિતિઓ માંથી પસાર થવું પડશે. આ અઠવાડિયે આર્થિક બાબતોને લઈને સમજી-વિચારીને નિર્ણય લેવાની જરૂર છે. અસમંજસની સ્થિતિમાં કોઈ વડીલ તેમજ અનુભવી વ્યક્તિઓની સલાહ લીધા પછી જો કોઇ મોટો નિર્ણય લેવો. નજીકના ફાયદામાં દૂરનું નુકશાન કરવાથી બચવું અને ઉતાવળમાં કરવામાં આવેલું રોકાણથી નુકસાન થઈ શકે છે. સકારાત્મક વિચારધારાથી પ્રેમ સંબંધોમાં મીઠાશ આવશે અને આકર્ષણ વધશે. દાંપત્યજીવનમાં મતભેદ ન થાય તેના માટે જીવનસાથીની ભાવનાઓને સમજવાના પ્રયત્નો કરવા.

મીન રાશિ

મીન રાશિના જાતકોને આ અઠવાડિયે વ્યવસાયમાં આવનારી મંદિ પરેશાન કરશે. કોઈ પણ નવી યોજના અથવા તો વ્યવસાયમાં પૈસા લગાવતા પહેલા ખૂબ જ સમજવા વિચાર કરવાની જરૂર છે. કામના ક્ષેત્રે કોઈ સાથે હસી-મજાક કરવાથી બચવું નહીંતર વાત બગડી શકે છે. જમીન અથવા તો મકાન સાથે જોડાયેલી સમસ્યાઓને વધારવાને બદલે તેનું સમાધાન શોધવાના પ્રયત્ન કરવા કારણકે તમારી આંખ બંધ કરી લેવાથી મુસીબત ભાગી નહી જાય. પરિવાર હોય કે કારોબાર રૂપિયા પૈસાનો હિસાબ સારી રીતે રાખવો જરૂરી છે નહીંતર વાદ વિવાદ થવાની આશંકા છે. પ્રેમ સંબંધોમાં આવી રહેલી મુશ્કેલીઓમા વધારો થશે માટે સમજી વિચારીને પગલા ભરવા. દાંપત્યજીવનમાં જીવનસાથીનો સાથ મળશે.