સાપ્તાહિક રાશિફળ ૩ ઓક્ટોબરથી ૯ ઓક્ટોબર, આ રાશિ માટે ખુલી જશે જેકપોટના તાળા, બની જશો પૈસાદાર

Posted by

મેષ રાશિ

મેષ રાશિના જાતકોને આ અઠવાડિયામાં સૌભાગ્યનો સાથ મળશે. કાર્યક્ષેત્રમાં તમારી બધી જ ઊર્જાની સાથે પોતાની જવાબદારીઓ નિભાવી શકશો. સિનિયર તમારા કામના વખાણ કરશે. ઘર પરિવારમાં પણ નાના ભાઈ બહેનોનો સહયોગ મળશે. પરંતુ અઠવાડિયાના મધ્યભાગમાં તમારે સતર્ક રહેવાની જરૂર પડશે. કોઇ વાતને લઇને ઘરના કોઈ સદસ્ય થી તમારો વિવાદ થઈ શકે છે. આ દરમિયાન વેપાર સંબંધી નિર્ણય સમજી-વિચારીને લેવો. જો તમે શેરબજારમાં રોકાણ કરતા હો તો તમારે ખૂબ જ સાવધાની રાખવાની જરૂર પડશે. આ દરમિયાન તમારે કહ્યા વગર કોઈને સલાહ આપવી નહીં. નહિતર તમારે અપમાનિત થવું પડી શકે છે. પ્રેમસંબંધોમાં સમજી વિચારીને આગળ વધવું. જીવનસાથીની ભાવનાઓની ઉપેક્ષા ન કરવી. તમારા સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું. વાતાવરણને લીધે થતી બીમારીઓના શિકાર બની શકો છો.

વૃષભ રાશિ

આ અઠવાડિયામાં તમને સામાજિક તેમજ વ્યવસાયિક દ્રષ્ટિથી લાભ મળવાના પુરા યોગ છે. પહેલાના કરેલા રોકાણથી આર્થિક લાભ થશે. વેપારીઓ ના બજારમાં ફસાયેલા પૈસા ફરીથી મળી શકશે. કાર્યક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓની સાથે સંબંધો સારા રહેશે. ઘર-પરિવારમાં બધાનો સહયોગ મળશે. વિવાહ યોગ્ય સંતાન ના લગ્નની વાત થશે અને ઘરમા ખુશીનો માહોલ રહેશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે અને લવ પાર્ટનરનો સાથે તમે તમારી ભાવનાઓને ખુલીને વાતચીત કરી શકશો. જમીન મકાન સાથે જોડાયેલ બાબતમાં લાભ મળશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં અચાનક નાની અથવા મોટી યાત્રા કરવી પડી શકે છે. આ દરમિયાન ઘરના કોઈ વડીલના સ્વાસ્થ્યને લઈને મન ચિંતિત રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસ માટે ચિંતિત રહેશે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકોએ આ અઠવાડિયે પોતાની વાણી અને વ્યવહાર પર નિયંત્રણ રાખવું જોઈએ. અઠવાડિયાની શરૂઆતમાં જ કોઇ વાતને લઇને પરિવારના લોકો અથવા જીવનસાથીની સાથે ઝઘડો થઈ શકે છે. પ્રેમ સંબંધમાં પણ અમુક ગેરસમજણ ઉત્પન્ન થઇ શકે છે. કાર્યક્ષેત્રમાં સિનિયર્સ તેમજ જુનિયર્સનો સહયોગ ઓછો મળી શકશે. એવામાં આ અઠવાડિએ તમારે કોઈપણ નિર્ણય અથવા કામ સમજી-વિચારીને કરવું જોઈએ. આર્થિક બાબતોનું ધ્યાન રાખવું કારણ કે પૈસા ક્યારે આવશે અને ક્યારે જશે તમને ખબર નહીં પડે. જો તમે નોકરીમાં ફેરફારનો વિચાર કરી રહ્યા છો તો તમારા માટે આ સારો સમય નથી. અઠવાડિયાના મધ્યભાગમાં લાંબા સમયથી અટકેલ કોઈ સરકારી કાર્ય પૂરું થશે જેનાથી તમે રાહત અનુભવશો. આ દરમિયાન રોજગારની દિશામાં પણ પ્રયાસ સફળ રહેશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં પરિવારના લોકો અને મિત્રોનો પૂરો સહયોગ મળશે તથા અઠવાડિયાના શરૂઆતમાં કાર્યક્ષેત્રમા મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. આ દરમિયાન તમારે ધીરજ સાથે કામ કરવું. રાજકારણ સાથે જોડાયેલ લોકો જો કોઈ મોટા પદની પ્રાપ્તિની રાહ જોઈ રહ્યા હોય તો તેને નિરાશા મળી શકે છે. માર્કેટિંગ અથવા કમિશન પર કામ કરનાર લોકો માટે આ સમય મુશ્કેલીભર્યો રહેશે. જોકે આ કઠિન પરિસ્થિતિઓની વચ્ચે તમને તમારા જીવનસાથી અથવા તો પ્રેમીનો સહયોગ મળશે. પ્રેમ સંબંધમાં નજીકતા આવશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં વાતાવરણને લીધે બીમારી થઈ શકે છે માટે સાવધાન રહેવું.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકોને આ અઠવાડિયે મિત્રોનો સહયોગ મળશે. કોઈ પ્રિય વ્યક્તિ તરફથી આવકના નવા સ્ત્રોત બનશે. વેપારમાં નાણાનું રોકાણ લાભ અપાવશે. નોકરી કરતા લોકોને બીજા સ્ત્રોત માંથી આવક થશે. પૈતૃક સંપતી સાથે જોડાયેલ વિવાદ કોઈ વડીલ વ્યક્તિની મદદથી પૂરો થશે. લગ્ન ન થયા હોય એવા સંતાનના લગ્નની સંભાવનાઓ બનશે. પ્રેમ સંબંધમાં નજીકતા વધશે અને સંભવ છે કે પરિવારના લોકો તમારા પ્રેમ સંબંધોને સ્વીકાર કરી લે. આ અઠવાડિયામાં ઘર સંબધી કોઈ કામ અથવા સુખ સુવિધા સાથે જોડાયેલ કોઈ વસ્તુ પર વધારે ખર્ચ થવાથી મનમાં થોડી ચિંતા રહેશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં નાની અથવા મોટી યાત્રાનો પ્રોગ્રામ બની શકે છે. પરંતુ મુસાફરી દરમિયાન તમારે દવાઓ સાથે રાખવાનું ન ભૂલવું કારણ કે આ દરમિયાન તમને રોગ લાગુ પડી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકો માટે આ અઠવાડિએ પોતાના વિવેકનો ઉપયોગ કરવો પડશે અને જોખમ ભરેલ કાર્યોથી બચવું પડશે. કાર્યક્ષેત્રમાં લોકોના કહેવા પર કાર્ય ન કરવું. સાથે નજીક ના ફાયદા માટે દૂરના નુકસાન થી બચવું. જેવા કે જમીન મકાન સાથે સંબંધિત કોઈ નિર્ણય ઉતાવળમાં ન લેવો. જો તમે ભાગીદારીમાં કોઈ કામ કરો છો તો તેને સંબંધી બધી બાબતોને ચોખ્ખી કરતા આગળ વધવું. અઠવાડિયાના મધ્ય ભાગમાં ભાઈ અથવા બહેનના સ્વાસ્થ્યને લઈને મનમાં ચિંતા રહેશે. આ દરમિયાન કામ કરતી મહિલાઓને વધારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. સસરા પક્ષના લોકોનો સહયોગ ન મળવાને કારણે મનમાં ચિંતા રહેશે. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને આગળ વધવું નહીંતર સામાજિક બદનામી મળી શકે છે. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું. એક્સિડન્ટ થવાની આશંકા રહેશે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોએ આ અઠવાડિયામાં બીજાના ભરોસે કોઈ કાર્ય કરવાથી બચવું જોઇએ નહીંતર દગો મળી શકે છે. વધારે પરિશ્રમ તેમ જ સમયસર કરવાથી તમને કાર્યોમાં સફળતા મળવાના યોગ બનશે. નોકરી કરતા લોકોની બદલી અથવા તો કાર્યક્ષેત્રમાં ફેરફાર થઈ શકે છે. અઠવાડિયાના મધ્યમાં વેપારની બાબતમાં લાંબી અથવા નાની યાત્રા કરવી પડી શકે છે. યાત્રામાં પોતાના સ્વાસ્થ્યનું અને સામાનનું ધ્યાન રાખવું. આ દરમિયાન તમારે લોકોની સાથે તર્ક-વિતર્ક કરવાથી બચવું જોઈએ. પ્રેમ સંબંધોમાં પોતાના પ્રેમીની ભાવનાઓની ઉપેક્ષા કરવાથી બચવું જોઈએ. જીવનસાથીના સ્વાસ્થ્યને લઈને મનમાં ચિંતા રહેશે. આ અઠવાડિયામાં તમારે પોતાના ભોજન પર ખાસ ધ્યાન રાખવું પડશે નહિતર પેટ સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

વૃષીક રાશિના જાતકોએ આ અઠવાડિયામાં ત્યાં સુધી કોઈ નવું કામ હાથમાં ન લેવું જોઈએ જ્યાં સુધી તે પોતાના જૂના કાર્યો પૂરા ન કરી લે, નહીંતર બંને કામ બગડી શકે છે. આખું અઠવાડિયુ આવક કરતા ખર્ચ વધારે બની રહેશે. એટલા માટે સમજી વિચારીને પૈસા ખર્ચ કરવા. અઠવાડિયાના મધ્યમાં વિદેશ સાથે જોડાયેલ કાર્ય કરનાર લોકો માટે સારો સમય રહેશે. આ દરમિયાન બાળકો અને જીવનસાથીની સાથે ફરવા જવાનો પ્રોગ્રામ બની શકે છે. તમારી આ યાત્રા સુખદ અને આનંદદાયક રહેશે. પ્રેમ સંબંધોમાં નજીકતા આવશે અને પ્રેમી સાથે સારો સમય પસાર કરવા મળશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં સુવિધાઓ સાથે જોડાયેલી કોઇ વસ્તુ ગુમાવી શકો છો. સ્વાસ્થ્યની દૃષ્ટિએ વાત કરીએ તો નાની-મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે પરંતુ તેને અવગણવી જોઈએ નહીં.

ધન રાશિ

ધન રાશિવાળા લોકોએ આ અઠવાડિયામાં ધ્યાન રાખવાની જરૂરિયાત રહેશે. અચાનકથી તમારી પાસે કાર્યનું ભાર વધી શકે છે. એવામાં તમારે ધીરજ સાથે વસ્તુઓને સંભાળવી જોઈએ. આર્થિક દ્રષ્ટિએ અઠવાડિયું તમારા માટે ખૂબ જ લાભદાયક સાબિત થવા જઈ રહ્યું છે. અલગ અલગ સ્ત્રોતો માંથી આવકના યોગ બનશે. પરિવારના સદસ્યોની વચ્ચે પ્રેમ વધશે. અઠવાડિયાના મધ્યમા સંતાનની કોઈ મોટી ઉપલબ્ધિથી ઘરમાં સારું વાતાવરણ બનશે. જીવનસાથીનો પુરો સહયોગ મળશે અને તેની સાથે ખુશીની ક્ષણો પસાર કરવાનો ચાન્સ મળશે. જો તમે કોઈની સામે પોતાના પ્રેમનો પ્રસ્તાવ રાખવા માગતા હો તો કોઈ મહિલા મિત્રની મદદથી તે બની શકશે. સ્વાસ્થ્યની દૃષ્ટિએ જોવામાં આવે તો તમને અનિંદ્રા અથવા તો શારીરિક થાકની સમસ્યા રહી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ આ અઠવાડિયામાં ખૂબ જ પરિશ્રમ કરવાથી જ કાર્યોમાં સફળતા મળશે. સાથે જ તમારે સમય અને ધનનું વ્યવસ્થાપન કરીને ચાલવું પડશે. નહિતર તમારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. વેપાર અથવા કોઈ યોજનામાં પૈસાનું રોકાણ કરતાં સમયે કોઈ શુભચિંતકની સલાહ લેવાનું ન ભૂલવું નહીંતર તમારું ધન ક્યાંય ફસાઇ શકે છે. અઠવાડિયાના મધ્યમાં કાર્યક્ષેત્રમાં ગુપ્ત શત્રુઓ સક્રિય બની શકે છે. આ દરમિયાન સાવધાન રહેવું અને ઝઘડો કરવાથી બચવું. સંબંધોમાં ગેરસમજ માટે વાતચીતથી પ્રયત્ન કરવા નહીંતર બનેલા સંબંધો તૂટી શકે છે. અઠવાડીયામાં પત્નીનું સ્વાસ્થ્ય તમારા માટે ચિંતાનું મોટું કારણ બની શકે છે. જોકે તમારે તમારા સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવું પડશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થઇ શકે છે. આ અઠવાડિયામાં તમે જોશો કે તમને અચાનક લાભ અથવા તો હાનિ થઈ શકે છે. એવામાં તમારે ખૂબ જ સમજી-વિચારીને પગલા ભરવા જોઈએ. કાર્યક્ષેત્રમાં પોતાના કાર્ય ખૂબ જ સાવધાનીપૂર્વક કરવા અને કોઈ પણ કાગળમાં સાઇન કરતી વખતે તેને સારી રીતે વાંચવા. અઠવાડિયાના મધ્ય ભાગમાં ધાર્મિક કર્યોમાં મન લાગશે. આ દરમિયાન કોઇ ધાર્મિક સ્થાન ની યાત્રા પર પણ જઈ શકો છો. યાત્રા દરમિયાન પોતાના સ્વાસ્થ્ય અને સામાનનું ધ્યાન રાખવું. અઠવાડિયાની શરૂઆતમાં વેપારને વિસ્તાર આપતી વખતે સાવધાની રાખવી અને સમજી-વિચારીને નિર્ણય લેવા. નહીંતર નુકસાન સહન કરવું પડી શકે છે. આ દરમિયાન ગુસ્સામાં આવીને કોઈ નિર્ણય લેવાથી બચવું.

મીન રાશિ

મીન રાશિના જાતકોએ આ અઠવાડિયામાં સુખ-સુવિધાની વસ્તુઓ મેળવવા માટે વધારે પરિશ્રમ કરવો. પરંતુ કામકાજની સાથે પોતાના સ્વાસ્થ્યનું પણ પૂરતું ધ્યાન રાખવાની જરૂર રહેશે. અઠવાડિયાના શરૂઆતમાં ઘરમાં કોઈ પ્રિય સદસ્યના આવવાથી ખુશીનું વાતવરણ રહેશે. યુવાઓનો મોટાભાગનો સમય મોજ-મસ્તીમાં પસાર થશે. આર્થિક દ્રષ્ટિએ જોવામાં આવે તો આ અઠવાડિયું તમારા માટે મિશ્ર રહેશે. બેરોજગાર લોકો દ્વારા રોજગારીની દિશામાં કરવામાં આવેલ પ્રયાસ સફળ રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ વાતને લઈને જીવનસાથી સાથે ઝઘડો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં પણ કોઈ પ્રકારની ઉતાવળથી બચવું જોઇએ નહીંતર બનેલી વાત બગડી શકે છે. આ સમય કામકાજ કરતી મહિલાઓ માટે મુશ્કેલી વાળો રહી શકે છે.