સાપ્તાહિક રાશિફળ ૨૬ સપ્ટેમ્બરથી ૨ ઓક્ટોબર, આ રાશિ માટે જેકપોટ બની જશે આવતું અઠવાડિયું, થશે જોરદાર પ્રગતિ

Posted by

મેષ રાશિ

મેષ રાશિવાળા જાતકોને આ અઠવાડિયે આર્થિક પક્ષ પર થોડી અસર પડી શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં કેટલાક એવા ખર્ચાઓ થઇ શકે જેને તેને તમે અવગણી શકશો નહીં. જો કે ભાગ્યનો ભરપૂર સાથ મળવાને કારણે તમારી બધી મુશ્કેલીઓ દૂર થતી જશે. કાર્યક્ષેત્રમાં તમારે સતર્ક રહીને કાર્ય કરવાની જરૂર છે કારણકે વિરોધીઓ તમારી વિરુદ્ધમાં ષડયંત્ર રચી શકે છે. વ્યવસાયમાં જો કોઈ મોટી રકમનું રોકાણ કરવાનું વિચારી રહ્યા હોય તો સમજી-વિચારીને નિર્ણય લેવો. પ્રેમસંબંધો અને આરોગ્ય બંને માટે આ અઠવાડિયું સારું નહીં રહે. આ અઠવાડિયે તમારે આ બંને બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જરૂરી છે. પ્રેમી સાથે સમજી-વિચારીને શબ્દોનો ઉપયોગ કરવો નહીતર વાત બગડી શકે છે. આરોગ્ય સાથે જોડાયેલી મુશ્કેલીઓ અને અવનવી નહીં નહીંતર હોસ્પિટલમાં જવું પડશે.

વૃષભ રાશિ

અઠવાડિયાની શરૂઆતમાં વૃષભ રાશિના જાતકોને તેની અપેક્ષા મુજબનું ફળ મળવાનું શરૂ થઈ જશે. આ અઠવાડિયે ભાગ્યનો ભરપૂર સાથ મળતો દેખાઈ રહ્યો છે. તમારા વિરોધીઓ તમારાથી હારી જશે. કોર્ટ કચેરી સાથે જોડાયેલ બાબતમાં નિર્ણય તમારા પક્ષમાં રહેશે. તેમજ આ રાજનીતિ સાથે જોડાયેલા લોકોને ઉચ્ચ પદ મળી શકે છે. વ્યવસાયની બાબતમાં લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા કરવી પડશે, યાત્રા સુખદ અને લાભદાયક રહેશે. નોકરી કરતા લોકોને આ અઠવાડિયે કામકાજ વધારે રહેવાથી વ્યસ્તતા રહેશે. ઘર-પરિવાર અથવા પ્રેમસંબંધો માટે સમય નહીં મેળવી શકો. આ દરમિયાન આ તમારા જીવનસાથી અને પ્રેમીની ભાવનાઓને અવગણવાથી બચવું. અઠવાડિયાના છેલ્લા ભાગમા સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર સાંભળવા મળવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે.

મિથુન રાશિ

અઠવાડિયાની શરૂઆતમા કોઈ જગ્યાએ ફરવા અથવા તો સગા સંબંધીઓ સાથે મુલાકાત કરવા માટે યાત્રા પર જવું પડશે. ઘર પરિવારમાં માંગલિક કાર્યક્રમનું આયોજન થઇ શકે છે. પરિશ્રમ અને પ્રયત્નો કરતા રહેવાથી તેનું ફળ તમે મેળવી શકશો. નોકરી કરતા લોકો માટે સમય અનુકૂળ છે. જો તમારા પૈસા કોઈ સરકારી કાર્યાલય અથવા તો સંસ્થામાં અટકેલા હોય તો તે પાછા મળી શકે છે. તમારી ઈચ્છા મુજબ પ્રમોશન અથવા તો બદલી થવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. જમીન, મકાન વગેરે સાથે જોડાયેલા કામ કરવાવાળા લોકોને લાભ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. પરિવારના લોકો તમારા પ્રેમ સંબંધને લગ્ન માટે મંજૂરી આપી શકે છે. જીવનસાથી સાથે સુખદ ક્ષણો પસાર કરવાનો અવસર મળશે. પરિવારનો પૂરો સહયોગ મળશે.

કર્ક રાશિ

કર્ક રાશિના જાતકો માટે અઠવાડિયાની શરૂઆત ખૂબ જ શુભ સાબિત થશે. અઠવાડિયાની શરૂઆતમાં અલગ-અલગ ક્ષેત્રોને માંથી શુભ સમાચાર મળતા રહેશે. ઘર અને બહાર બંને જગ્યાએ તમને લોકોનો પુરો સહયોગ મળશે. જો તમે બેરોજગાર હોય તો રોજગારીના નવા નવા અવસર મળી શકે છે. અઠવાડિયાના મધ્યભાગમાં ઘરની સાજ સજાવટમાં વધારે પૈસા ખર્ચ થઈ શકે છે. યુવાનોનો વધારે પડતો સમય મોજ મસ્તીમાં પસાર થશે. પ્રેમી સાથે અણબનાવ ચાલી રહેલા હોય તો કોઈ મહિલા મિત્રની મદદથી તેનો ઉકેલ આવશે. જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આરોગ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન રાખવી કારણ કે જૂના રોગો ફરીથી ઉભરી શકે છે.

સિંહ રાશિ

આ અઠવાડિયે તમારા મનની મૂંઝવણ ઓછી થશે અને સંકલ્પ શક્તિ વધશે. કોઈ પ્રિય સભ્ય ઘરમાં આવવાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. આર્થિક ચિંતાઓ રહેશે. આ સમય દરમિયાન કેટલાક જરૂરી ખર્ચાઓ થશે. જમીન અને મકાનના ખરીદ-વેચાણનો નિર્ણય સમજી વિચારીને લેવો. અઠવાડિયાના પહેલા ભાગમાં રોજગારની દિશામાં કરવામાં આવેલા પ્રયત્નોમાં સફળતા મળશે. આ દરમિયાન બીજા લોકોને પ્રભાવિત કરવાની તમારી કળા ખૂબ જ કામમાં આવશે. પ્રેમસંબંધો માટે સમય ખૂબ જ અનુકૂળ રહેશે. જો તમે કોઈ સામે પ્રેમ અથવા તો લગ્ન માટેનો પ્રસ્તાવ રાખવાનું વિચારી રહ્યા હોય તો તમારી વાત બની શકે છે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. આરોગ્ય પ્રત્યે બેદરકારી ન રાખવી. વાહન શાંતિથી ચલાવવું તેમજ ઇજા થવાની આશંકા પણ રહેલી છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ આ અઠવાડિયે “સાવધાની હટી” દુર્ઘટના ઘટી” એ સૂત્ર બધા સમયે યાદ રાખવું પડશે. નોકરી કરતા લોકોએ કાર્યક્ષેત્રમાં સતર્ક રહીને કામ કરવાની જરૂર છે કારણ કે વિરોધઓ તમારું કામ બગાડવાના પ્રયત્ન કરશે. આ સમયગાળા દરમિયાન સિનિયર અને જુનિયર સાથે વિનમ્રતાપૂર્વક વ્યવહાર કરવો. નવી યોજનાઓ પર કામ શરુ કરતા પહેલા ખૂબ જ સમજી વિચારી લેવું તેમજ સમજી વિચારીને પગલા આગળ ભરવા. કારોબારમાં પૈસાની લેવડદેવડ કરતા સમયે પૂરી સાવધાની રાખવી. વિદ્યાર્થીઓને મહેનત કરવા પર સફળતાના યોગ બનશે. નજીકના ફાયદામાં દૂરનું નુકશાન કરવાથી બચવું. કહેવાનો અર્થ એ છે કે કોઈ પ્રકારની લાલચમાં આવવાથી બચવું. જીવનસાથી હોય કે પ્રેમી તેની ભાવનાઓની કદર કરવી નહિતર વાત બગડી શકે છે.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં જ કેટલીક મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. સ્થાયી સંપત્તિ ખરીદવા માટે સમય શુભ નથી. જમીન કે મકાન ખરીદતા પહેલા શુભચિંતકોની સલાહ લેવી જરૂરી છે. વધારે પડતા આત્મવિશ્વાસમાં આવીને કોઈપણ નિર્ણય લેવાથી બચવું નહીંતર પાછળથી પસ્તાવું પડશે. પરિવારના સભ્યો સાથે કોઈ વાતને લઈને વાદ વિવાદ થઈ શકે છે. અઠવાડિયાના મધ્યભાગમાં રોજગારની બાબતે ભાગદોડ કરવી પડશે. આ દરમિયાન સમજી-વિચારીને પૈસા ઉધાર લેવા અમે કોઈની બાબતમાં દખલગીરી ન કરવી. ઇન્સ્યોરન્સ અને કમિશનનું કામ કરતા લોકોને થોડી મુંઝવણ રહી શકે છે. મુશ્કેલ સમયમાં પ્રેમીનો સાથ ભરપૂર મળતો દેખાશે. સમસ્યાઓને ઉકેલવામાં સસરાપક્ષ તરફથી પૂરો સહયોગ મળશે.

વૃષીક રાશિ

અઠવાડિયાની શરૂઆતમાં કોઈ ઘરેલુ વિવાદને લઈને મન પ્રસન્ન રહેશે. પરિવારના લોકોનો સહયોગ મળવા છતાં મનમાં કેટલીક વસ્તુઓને લઈને આ શંકા રહેશે. અઠવાડિયાના મધ્યભાગમાં આર્થિક બાબતોમાં રોકાણ કરવમાં તેમજ લેવડદેવડ કરવામાં સાવધાની રાખવાની જરૂર છે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું મધ્યમ ફળદાયી રહેશે. જરૂરી કામને કાલ ઉપર ટાળવાથી બચવું નહીંતર મોટું નુકસાન થઈ શકે છે. સાથે જ બીજા પર આધાર રાખવાને બદલે તમારી સમસ્યાઓને તમારે જ ઉકેલવાના પ્રયત્નો કરવા. સંબંધોમાં કોઇ પ્રકારની શંકા અથવા તો ગેરસમજણ ઉભી ન થવા દેવી. પ્રેમીને એવું કોઈ વચન ન આપવું જેને તમે પૂરું ન કરી શકો.

ધન રાશિ

ધન રાશિના જાતકોને ઘર તેમજ બહાર બંને જગ્યાએ લોકોનો પુરો સહયોગ મળશે. સૌભાગ્યનો સાથ બની રહેવાને કારણે તમે વિચારેલા બધા કામ સમયસર પૂરા થઈ જશે. આ અઠવાડિયે તમારી વાણીથી શત્રુઓ પણ તમારા મિત્ર બનવામાં સફળ રહેશે. વ્યવસાયમાં લાંબા સમયથી પૈસા અટકેલા હોય તો તે પાછા મળશે. આ દરમિયાન કોઈ ખાસ કામ કરવા માટે પ્રયત્નો કરશો તો તેમા તમને પૂરી સફળતા મળશે. કાર્યક્ષેત્રમાં સિનિયર અને જુનિયર બંનેનો પૂરો સહયોગ મળશે. પ્રેમી સાથે સુખદ ક્ષણો પસાર કરવાના અવસર મળશે. પરિવાર સાથે બહાર ફરવા જવાનો પ્રોગ્રામ બનાવી શકો છો. સંતાન પક્ષ તરફથી કોઈ મોટી ઉપલબ્ધિ મળવાથી તમારું માન સન્માન વધશે.

મકર રાશિ

અઠવાડિયાની શરૂઆતમાં તમારે તમારા ગુસ્સા અને વાણી ઉપર કાબૂ રાખવો પડશે. આ દરમિયાન પરિવારના લોકો સાથે વાદવિવાદ થઈ શકે છે. કારકિર્દી અને કારોબારની દીશામાં કામ કરતા લોકોને અડચણો આવી શકે છે. ઈચ્છા હોય કે ન હોય પરંતુ અઠવાડિયાના મધ્યભાગમાં લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા કરવી પડશે. યાત્રા દરમિયાન તમારે તમારા આરોગ્ય અને સામાન બંનેનું ખાસ ધ્યાન રાખવું પડશે. ખાસ રીતે ખાવા-પીવામાં ધ્યાન રાખવું. કોઈપણ કામ કરતા સમયે અને વાહન ચલાવતા સમયે ઉતાવળ ન કરવી. પ્રેમ સંબંધોને લઇને કોઇપણ પ્રકારનો દેખાવ કરવાથી બચવું નહીંતર બદનામી સહન કરવી પડશે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં ભાગ્યનો ભરપૂર સાથ મળશે. આ દરમિયાન તમારા જીવનમાં ઘણા બધા અનુકૂળ પરિવર્તન જોવા મળી શકે છે. આ ક્ષેત્રમાં ઉપરી અધિકારીઓની કૃપાથી પ્રમોશન તેમજ મોટી જવાબદારી મળી શકે છે. આવકના નવા સ્ત્રોત બનશે. કારકિર્દી તેમજ કારોબાર બંનેમાં સફળતા મળશે. પરિવારના લોકોનો પુરો સહયોગ મળશે. અઠવાડિયાના મધ્યભાગમાં પરિવાર સાથે લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા પર જઈ શકો છો. આ સમય દરમિયાન ધાર્મિક અને સામાજિક કામમાં મન લાગશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. તમારા પરિવારના લોકો તમારા પ્રેમસંબંધોને સ્વીકારીને લગ્ન માટેની મંજૂરી આપી શકે છે. યુવાનોનો વધારે પડતો સમય મોજ મસ્તીમાં પસાર થશે.

મીન રાશિ

મીન રાશિના જાતકો માટે અઠવાડિયાની શરૂઆત રાહત વાળી સાબિત થશે. લાંબા સમયથી ચાલી આવી રહેલી કોઈ મોટી સમસ્યાનું સમાધાન શોધવામા તમે સફળ રહેશો. કોઈપણ કામ પૂરું કરવા માટે તમને તમારા મિત્રોનો સહયોગ મળશે. કોર્ટ કચેરીની બાબતનો ઉકેલ કોર્ટની બહાર જ લાવવો ફાયદાકારક રહેશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં સંતાન પક્ષની કોઈ મોટી ઉપલબ્ધિથી તમારા માન સન્માનમાં વધારો થશે. કામકાજ કરતી મહિલાઓ માટે આ સમય શુભ સાબિત થશે. પ્રેમ સંબંધોમાં ઉતાવળ કરવાથી બચવું તેમજ પ્રેમીની ભાવનાઓને અવગણવી નહીં. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે.