સાપ્તાહિક રાશિફળ ૧૭ ઓક્ટોબરથી ૨૩ ઓક્ટોબર, આ રાશી આ અઠવાડિયે બની શકે છે માલામાલ, ગ્રહોની ગતિ રહેશે પક્ષમાં

Posted by

મેષ રાશિ

મેષ રાશિના જાતકો માટે આ અઠવાડિયું થોડું વ્યસ્તતા વાળું રહેશે. આ અઠવાડિયે કારકિર્દી અને કારોબારમાં પ્રગતિ થશે અને આવકના નવા સ્ત્રોત બનશે. કોર્ટ-કચેરી સાથે જોડાયેલી બાબતોમાં નિર્ણય તમારા પક્ષમાં આવશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને અઠવાડિયાના છેલ્લા ભાગ સુધીમાં કોઈ સુખદ સમાચાર સાંભળવા મળશે. અઠવાડિયાના મધ્ય ભાગમાં કોઈ પ્રભાવી વ્યક્તિની મદદથી કોઈ મોટું કામ પૂરું થશે. જેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. અઠવાડિયાના શરૂઆતના સમયમાં મહિલા વ્યવસાયિકો માટે કેટલીક મુશ્કેલીઓ આવી શકે છે. આ સમય દરમિયાન સંબંધોનું ખાસ ધ્યાન રાખવું પડશે. પ્રેમ સંબંધો મજબૂત બનશે અને પ્રેમી તરફથી કોઈ સરપ્રાઈઝ ભેટ મળી શકે છે. પ્રેમ જીવનમાં મધુરતા બની રહેશે. આ અઠવાડિયે તમારા આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું કારણ કે આ દરમિયાન જૂના રોગ ઉભરી શકે છે.

વૃષભ રાશિ

વૃષભ રાશિના જાતકોએ આ અઠવાડિયે કારકિર્દી અને કારોબાર બંનેને લઇને સજાગ રહેવું પડશે. તમારા વિરોધીઓ તમને નુકસાન પહોંચાડવાના પ્રયત્ન કરી શકે છે. આ સમય દરમ્યાન કોઈની વાતોમા ન આવવું અને તમારે તમારી રીતે જ કોઇ મોટો નિર્ણય લેવો. અઠવાડિયાના શરૂઆતના ભાગમાં મહિલાઓને ઘરેલું ચિંતા રહેશે. સંતાન પક્ષ તરફથી મન ચિંતિત રહેશે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં નહીં લાગે. આ સમય દરમ્યાન તમારી વાણી અને વ્યવહાર બંને ઉપર સંયમ રાખવો તેમજ લોકો સાથે સારી રીતે વર્તન કરવું. પ્રેમ સંબંધોને લઈને કોઈ પણ પ્રકારની ઉતાવળ ન કરવી નહીં તમે મુશ્કેલીમાં પડી શકો છો. જીવનસાથીની ભાવનાઓને અવગણવી નહીં. વાહન સાવધાનીપૂર્વક ચલાવવું નહીંતર ઇજા થવાની આશંકા રહેલી છે.

મિથુન રાશિ

મિથુન રાશિના જાતકો માટે આ અઠવાડિયું મિશ્ર સાબિત થશે. અઠવાડિયાની શરૂઆતમાં ઘર પરિવારની કેટલીક સમસ્યાઓને લઈને મન વિચલિત રહેશે. પરિવારના લોકોની કોઈ વાતને લઈને અણબનાવ રહી શકે છે. જમીન-મકાનના ખરીદ વેચાણ સાથે જોડાયેલી બાબતોમાં આ સમયે નિર્ણય ન લો તો વધારે સારું રહેશે. અઠવાડિયાના મધ્ય ભાગમાં લાંબા અથવા તો ટુંકા રૂટની યાત્રા કરવી પડશે, યાત્રા દરમિયાન તમારા સામાન તેમજ આરોગ્યનું ધ્યાન રાખવું જરૂરી છે. મહિલાઓ માટે સમય મધ્યમ રહેશે. કામકાજ કરતી મહિલાઓને ઘર તેમજ ઓફિસ વચ્ચે સામંજસ્ય બનાવી રાખવામાં મુશ્કેલી રહેશે. જાહેરાત તેમજ માર્કેટિંગ સાથે જોડાયેલા લોકોને થોડી મુશ્કેલીઓ રહેશે. મુશ્કેલ સમયમાં પ્રેમી તેમજ જીવનસાથીનો ભરપૂર સાથ મળશે.

કર્ક રાશિ

મિલકતનું ખરીદ વેચાણ અથવા તો સ્થાન પરિવર્તન સાથે જોડાયેલા કામની યોજનાઓ બનશે. આ સમયે આ કામ માટે ગ્રહની સ્થિતિ અનુકૂળ છે એટલા માટે પ્રયત્ન કરતા રહેવું. પરિવારના કોઈ સભ્યના લગ્નની વાત આગળ ચાલી શકે છે. નજીકના સંબંધો ખરાબ થવાથી બચાવવા માટે તમારે નમવું પડે તો શરમ ન અનુભવવી. વડીલોનું સન્માન કરવું. વિદ્યાર્થીઓને લક્ષ્ય મેળવવા માટે વધારે મહેનત કરવાની જરૂર છે. મીડિયા, પ્રિન્ટિંગ સાથે જોડાયેલ વેપાર-ધંધામાં ફાયદાકારક સ્થિતિ બની રહી છે. આ સમયે દૂરદરાજના ક્ષેત્રમાં સંપર્ક વધારવા માટે ગ્રહોની સ્થિતિ અનુકૂળ છે. પતિ-પત્ની વચ્ચે કોઈ સમસ્યાને લઈને બોલાચાલી થઈ શકે છે, તેની નકારાત્મક અસર પરિવારની શાંતિ ભંગ કરી શકે છે.

સિંહ રાશિ

સિંહ રાશિના જાતકો માટે અઠવાડિયાની શરૂઆત માંજ કોઈ મોટી બાબતમાં સફળતા મળવાથી મન પ્રસન્ન રહેશે. આ સમય દરમિયાન આ તમારા યશ અને સન્માનમાં વધારો થશે. કોઈ વડીલ વ્યક્તિ સાથે મુલાકાત થશે જેની મદદથી તમને ભવિષ્યમાં લાભ મળશે અને નવી યોજનાઓ ઉપર કામ કરવાનો ચાન્સ પણ મળશે. આરોગ્યની દ્રષ્ટિએ આ અઠવાડિયું સારું રહેશે. અઠવાડિયાની શરૂઆતમાં સુખ સુવિધાઓ સાથે જોડાયેલી વસ્તુઓ ઉપર પૈસા ખર્ચ કરવાના યોગ બનશે. આ સમય દરમ્યાન આવકના નવા સ્રોતો બનશે અને બજારમાં તમારા પૈસા ફસાયેલા હોય તો તે પાછા મળી શકશે. પ્રેમ સંબંધોમાં મજબૂતી આવશે. નોકરી કરતા લોકોને પદોન્નતિ મળવાના યોગ બની રહ્યા છે. પ્રેમી સાથે સારો સમય પસાર કરવાનો ચાન્સ મળી શકે છે.

કન્યા રાશિ

કન્યા રાશિના જાતકોએ આ અઠવાડિયે ધીરજ રાખીને આગળ વધવું પડશે. તમારી યોજનાઓમાં ભલે થોડી અડચણો આવે પરંતુ તમે વિચારેલા કામ જરુર પૂરા થશે. કાર્યમાં આવી રહેલી અડચણો દૂર કરવા માટે મિત્રોનો પુરો સહયોગ મળશે. જો તમે કોઈ કર્જ લઈ રાખેલું હોય તો આ અઠવાડિયે તે ચૂકવી શકશો. અઠવાડિયાની શરૂઆતમાં જીવનસાથી સાથે જોડાયેલી સમસ્યાઓ દૂર થવાથી મનમાં શાંતિ રહેશે. પ્રેમ સંબંધોમાં ચાલી રહેલ ગેરસમજણ દુર કરવા માટે કોઈ મહિલા મિત્રની ભૂમિકા મહત્વની સાબિત થઈ શકે છે. જીવનના મુશ્કેલ સમયમાં જીવનસાથીનો ભરપૂર સહયોગ મળશે. આરોગ્યને લઇને કોઇપણ પ્રકારની બેદરકારી ન કરવી તેમજ ખાવા પીવામાં ખાસ ધ્યાન રાખવું.

તુલા રાશિ

તુલા રાશિના જાતકોને આ અઠવાડિયે પરિવારના લોકો તેમજ મિત્રોનો દરેક પગલે સાથ મળશે. સ્વજનોની મદદથી તમારી મોટી આર્થિક સમસ્યા દૂર થશે. નોકરી કરતા લોકો માટે આ અઠવાડિયું ગયા અઠવાડિયાના પ્રમાણમાં સારું રહેશે. કાર્યક્ષેત્રમાં સિનિયરનો પુરો સહયોગ મળશે. છૂટક વેપારીઓને લાભ મળશે. અઠવાડિયાની શરૂઆતમાં કોઈ સરકારી બાબતે નિર્ણય લેવાથી તમને લાભ મળી શકે છે. સંતાન પક્ષ તરફથી સુખદ સમાચાર સાંભળવા મળશે અને તેનાથી ઘરમાં ખુશીનું વાતાવરણ બની રહેશે. વિપરિત લિંગના લોકો પ્રત્યે આકર્ષણ વધશે. જો કોઈ આગળ પ્રેમનો પ્રસ્તાવ રાખવાનું વિચારી રહ્યા હોય તો આ આ અઠવાડિયે વાત બની જશે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. જીવનસાથીના આરોગ્યને લઈને મનમાં ચિંતા રહેશે. વાહન સંભાળીને ચલાવવું.

વૃષીક રાશિ

વૃષીક રાશિના જાતકોને અઠવાડિયાની શરૂઆતમાં કોઈ મોટો કોન્ટ્રાક્ટ અથવા તો લાભ સાથે જોડાયેલ કરાર મળી શકે છે. ઉચ્ચ અભ્યાસને લઈને પ્રયત્ન કરી રહેલા વિદ્યાર્થીઓને ઈચ્છા પૂરી થશે. વિદ્યાર્થીઓ તેમજ આ યુવાનોને પ્રગતિની નવી દિશા મળશે. ભવિષ્યની યોજનાઓને લઈને સહયોગીઓ સાથે વિચાર વિમર્શ થશે. મહિલા વ્યવસાયિકો માટે સમય અનુકૂળ છે. અઠવાડિયાની શરૂઆતમાં સંતાન પક્ષ તરફથી કોઈ શુભ સમાચાર મળશે જેનાથી ઘરમાં ખુશી સાંભળી રહ્યા છે તમારે સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. પરિવારના લોકો તમારા પ્રેમ સંબંધનો સ્વીકાર કરી શકે છે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં પરિવાર સાથે લાંબા રૂટની યાત્રા પર જઈ શકો છો. મુસાફરી દરમિયાન આરોગ્યનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ અઠવાડિયું લકી સાબિત થઈ શકે છે. અઠવાડિયાની શરૂઆતમાં પરિવારના કોઈ પ્રિય સભ્યના આરોગ્યને લઇને મનમાં ચિંતા રહેશે. કામકાજમાં ખૂબ જ વ્યસ્તતા રહેવાને લીધે શારીરિક થાક બની રહેશે. કાર્યોમાં સફળતા મેળવવા માટે તમારે યોજના બનાવીને ચાલવું પડશે. કોઈપણ પ્રકારની આળસને તમારા ઉપર હાવી ન થવા દેવી નહિતર તમારા બનતા કામ બગડી શકે છે. સુખ-સુવિધાઓ ઉપર સમજી વિચારીને ખર્ચ કરવું નહીંતર કોઈ પાસેથી પૈસા ઉધાર લેવાની સ્થિતિ આવી શકે છે. પ્રેમ સંબંધો અથવા તો દાંપત્યજીવન પ્રત્યે પૂરી રીતે ઈમાનદાર રહેવું. મુશ્કેલ સમયમાં પ્રેમી તમારી સાથે ઉભા રહેશે. જીવનસાથીના આરોગ્યને લઇને મન ચિંતા રહી શકે છે.

મકર રાશિ

મકર રાશિના જાતકોએ આ અઠવાડિયે થોડું સંભાળીને રહેવાની જરૂર છે. આ અઠવાડિયે રોગ તથા શત્રુઓ બંને તમારા માટે ચિંતાનુ મોટું કારણ બની શકે છે. કાર્યક્ષેત્રમાં કામકાજનું ભારણ વધી શકે છે. સમસ્યાઓનો ઉકેલ ન થવાને કારણે મન ચિંતિત રહેશે. કાર્યક્ષેત્રમાં તમારા કામ ઉપર ફોકસ કરવું તેમજ બીજા કોઈની વાતોમાં ન આવવું. કોઈને પૈસા ઉધાર ન આવવા નહીંતર તમારા પૈસા ફસાઈ શકે છે. મહિલાઓને કેટલીક મૂંઝવણ રહી શકે છે. વિદ્યાર્થી ઓનું મન અભ્યાસમાં નહીં લાગે. આરોગ્યને લઇને કોઇ પણ પ્રકારની બેદરકારી ન રાખવી. કોઈ જૂના રોગ ફરીથી ઉભરી શકે છે. પ્રેમ સંબંધોમાં સાવધાનીથી આગળ પગલા ભરવા. જીવનસાથીની ભાવનાઓને અવગણવી નહીં.

કુંભ રાશિ

કુંભ રાશિના જાતકો માટે આ અઠવાડિયું મધ્યમ ફળ આપનારું રહેશે. એવામાં કોઈ પણ કામ કરતા સમયે ખૂબ જ સાવધાની રાખવી. ભાગ્યનો સાથ ન મળવાથી કેટલાક કામમાં અડચણો આવી શકે છે. ઉતાવળમાં તેમજ ભાવનાઓમાં વહીને કોઈ પણ નિર્ણય લેવાથી બચવું. કાર્યક્ષેત્રમાં સહયોગીઓનો સાથ મળવાથી તમે પોતાની જાતને એકલા અનુભવશો. આ અઠવાડિયે વાહન ચલાવતા તમારી ખૂબ જ સાવધાની રાખવાની જરૂર છે. કામકાજની બાબતે લાંબા રૂટની યાત્રા પર જવું પડશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં પારિવારિક સમસ્યા ચિંતાનું મોટું કારણ બની શકે છે. પ્રેમ સંબંધોમાં સમજી વિચારીને પગલાં ભરવા નહીંતર તમારા સંબંધો બગડી શકે છે. મુશ્કેલ સમયમાં જીવનસાથીનો સાથ બની રહેશે.

મીન રાશિ

મીન રાશિના લોકો માટે આ અઠવાડિયું ખૂબ જ અશુભ સાબિત થશે. તમે વિચારેલા બધા કામો પૂરા થવાથી તમારું મન પ્રસન્ન રહેશે. મિત્રો તેમજ પરિવારના લોકોનો પુરો સહયોગ મળશે. કાર્યક્ષેત્રમાં તમારા સિનિયર તમારા કામની પ્રશંસા કરશે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં કોઈ પ્રભાવિત વ્યક્તિ તેમજ સત્તા પક્ષ તરફથી તમને સહયોગ મળવાથી લાભ મળવાની યોજનાઓ ઉપર આગળ પગલાં ભરશો. અભ્યાસ તેમજ લેખન કામમાં તમારો રસ વધશે. સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં જોડાયેલા વિદ્યાર્થીઓને મહેનત કરવાથી સફળતા મળવાની પૂરી સંભાવના રહેલી છે. અઠવાડિયાના છેલ્લા ભાગમાં કોઈ પ્રિય વ્યક્તિનું ઘરમાં આગમન થવાથી ખુશીનું વાતાવરણ બની રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે. જીવનસાથી સાથે લાંબા રૂટની યાત્રા પર જઈ શકો છો.