સાપ્તાહિક રાશિફળ, ૫ સપ્ટેમ્બરથી ૧૧ સપ્ટેમ્બર, આ રાશિ માટે સમય રહેશે અદભુત, લાભનો થશે વરસાદ

Posted by

મેષ રાશિ

આ રાશિના જાતકોએ આ સપ્તાહ દરમિયાન અત્યંત સાવધાની પૂર્વક રહેવું પડશે. વ્યાપારી ગણ તેના ક્ષેત્રમાં વૃદ્ધિ કરી શકશે. કોઈક વિશેષ બાબતમાં સફળતા મળી શકે છે, જેના કારણે તમારી ઉપલબ્ધિઓમાં વધારો થશે. સામાજિક ક્ષેત્રે તમને સફળતા અને યશ પ્રાપ્ત થશે. આકસ્મિક ધનલાભની સંભાવના છે. ઘરનું વાતાવરણ સારું રહેશે. નાની મોટી યાત્રા થઈ શકે છે. કાર્યમાં વધારે સમય આપવાના કારણે પ્રેમ જીવન માટે સમય ફાળવી શકશો નહીં. ખોરાક પર નિયંત્રણ રાખવાની જરૂર રહેશે અન્યથા પેટ સંબંધી સમસ્યા થઈ શકે છે.

વૃષભ રાશી

નોકરી કરવા વાળા લોકોને સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. ભાગ્ય તમારું સાથ આપશે. નવી તક મળે તો તેને હાથમાંથી જવા દેવી ઉચિત નથી. પોતાના કામને કારણે ઘણું નામ કમાઈ શકશો. યશ તથા કીર્તિમાં વધારો થશે. પરિવારજનો સાથે સારો સમય વિતાવી શકશો. મા-બાપ તરફથી કોઈ સારા સમાચાર મળી શકે છે. ધાર્મિક બાબતોમાં રસ જળવાઈ રહેશે. જીવનસાથી સાથે બોલાચાલી થઈ શકે છે. ઓફિસમાં કોઈ નવી જવાબદારી મળી શકે છે. લોકો તમારાથી ઈમ્પ્રેસ થશે. પેટ સંબંધિત બીમારીઓની સમસ્યા રહેશે.

મિથુન રાશિ

આ મહિને તમારા મનમાં ચિંતાનો ભાર ઓછો થશે અને માનસિક રૂપે પ્રફુલ્લિતતાનો અનુભવ કરી શકશો. વિચારોમાં થોડી દુવિધા રહી શકે છે. વિપરિત લિંગના વ્યક્તિઓ સાથે નવી ઓળખાણ થઈ શકે છે. ભાગીદારીની બાબતમાં તમને મોટી સફળતા મળી શકે છે. પરંતુ નવો વ્યવસાય કરતી વખતે સાવધાની રાખવાની જરૂર રહેશે. અસંગત કાર્ય અને સરકાર વિરોધી પ્રવૃત્તિઓથી દૂર રહેવું, અન્યથા મુસીબત આવી શકે છે. બિઝનેસમાં લાભ મળશે. રક્ત સંબંધિત બીમારી થઇ શકે છે. માટે સ્વાસ્થ્યની કાળજી લેવી.

કર્ક રાશિ

આ અઠવાડિયા દરમિયાન થોડો નકારાત્મક વિચારોનો પ્રભાવ રહી શકે છે. ક્રોધ અને વાણી પર સંયમ રાખવો. કામકાજની ગતિ ઠીક રહેશે. ભૂતકાળમાં મળેલા સંપર્ક અત્યારે લાભ આપી શકે છે. વ્યક્તિગત સંબંધોમાં નવીનીકરણ થઈ શકે છે. વાદવિવાદ અથવા ઝઘડાથી જેટલું શક્ય હોય એટલું દૂર રહેવું. પ્રતિસ્પર્ધીઓ સાથે બોલાચાલી ન કરવી. અનાવશ્યક ખર્ચ વધી શકે છે. અધિકારીઓનો સહયોગ મળી શકે છે. બેરોજગારોને રોજગાર મળી શકે છે. નોકરીમાં પ્રમોશન મળી શકે છે. આજે કોઈ તરફથી પ્રેમનો પ્રસ્તાવ આવી શકે છે, પરંતુ જવાબ આપવામાં ઉતાવળ ન કરવી. શારીરિક સ્વાસ્થ્ય સારું રહેશે, પરંતુ માનસિક પરેશાનીઓ થઈ શકે છે.

સિંહ રાશી

કામની વચ્ચે-વચ્ચે જેટલો શક્ય હોય એટલો આરામ કરતો રહેવો. આર્થિક પક્ષ મજબૂત થવાની પૂરી સંભાવના છે. જો તમે કોઈ વ્યક્તિને ઉધાર પૈસા આપેલા છે, તો આ અઠવાડિયા દરમિયાન પાછા ફરવાની શક્યતા છે. પરિવારમાં ધાર્મિક અનુષ્ઠાન અથવા આયોજન થઇ શકે છે. સંતાન પક્ષ તરફથી કોઈ મોટી ખુશખબરી મળવાની પુરતી સંભાવના છે. યશ, કીર્તિ અને લાભ પ્રાપ્ત થશે. પ્રેમ પ્રસંગોમાં દગો મળી શકે છે. બિઝનેસ આગળ વધારવાની યોજના બનાવી શકો છો. નોકરી કરતા લોકોને આગળ વધવાની તક મળી શકે છે. આળસ અને થાક રહેશે. જો સ્વાસ્થ્યની વાત કરીએ તો આંખોમાં બળતરા રહી શકે છે.

કન્યા રાશિ

ખોટા વચન આપવાથી તમારી ઇમેજ ખરાબ થઈ શકે છે. રોજગાર પ્રગતિના અવસર પ્રાપ્ત થશે. લાંબા ગાળાની યોજનાઓને લઈને તમારા મનમાં થોડી નિરાશા રહી શકે છે અને ઘટનાક્રમને તમે નિયંત્રિત કરી શકશો નહીં. કૌટુંબિક સંબંધોમાં મધુરતા આવશે. પરિવાર તેમજ મિત્રો તરફથી સુખની પ્રાપ્તિ થશે. કોઈ તરફથી ગિફ્ટ મળી શકે છે. પૈસાના ખર્ચમાં વધારો થઈ શકે છે. સંતાનને લઈને થોડી ચિંતા રહી શકે છે. જીવનસાથી સાથેના સંબંધો સારા રહેશે. બેરોજગારી દૂર કરવાના પ્રયાસો સફળ રહેશે. આ અઠવાડિયા દરમિયાન ઈજા થવાના સંકેત છે, માટે થોડું સંભાળીને રહેવું.

તુલા રાશિ

વિદ્યાર્થીઓનું મન ભણતરમાં લાગેલું રહેશે. પ્રોપર્ટી લઇને ખૂબ મોટો ધનલાભ થશે. કોઈ જરૂરિયાતવાળી વ્યક્તિને મદદ જરૂર કરવી. તમે જે રીતે વિચારી રહ્યા છો અને જે કામ કરી રહ્યા છો તેને લોકો પસંદ કરશે નહીં. તમારો મજાકીયો સ્વભાવ તમારી લોકપ્રિયતામાં ઘણો વધારો કરશે. સાથી કર્મચારીઓનો સહયોગ મળશે. વિવાહિત જીવન પર શંકા-કુશંકાઓ ના વાદળ ઘેરાઈ શકે છે. નોકરી સંબંધિત મોટો લાભ થઈ શકે છે. રચનાત્મક ક્ષેત્રમાં લાભ મળશે. શારીરિક થાકનો અનુભવ રહેશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.

વૃષીક રાશિ

વાણી પર સંયમ રાખવો અને સમાજ વિરોધી કાર્યોથી દૂર રહેવું. કામકાજમાં તમારા વખાણ થશે. યાત્રાઓ આનંદ દાયક રહેશે. સરકાર વિરોધી પ્રવૃત્તિના કારણે પરેશાની થઈ શકે છે. માટે તેનાથી બચીને રહેવું. તમારી વિનમ્રતા તમને લાભ આપશે. કોઈક વિશેષ ક્ષેત્રમાં પ્રવેશ કરી શકો છો. ધાર્મિક દ્રષ્ટિએ સપ્તાહ સારું રહેશે. પાર્ટનર સાથે સારો સમય પસાર કરી શકશો. કોઈને ઉધાર પૈસા ન આપવા. સ્વાસ્થ્યમાં ઉતાર ચઢાવ થઈ શકે છે.

ધન રાશિ

નોકરી કરવા વાળા લોકો માટે પ્રમોશનના યોગ છે. પરિવારમાં મૈત્રીપૂર્ણ વાતાવરણ બની રહેશે. આ અઠવાડિયા દરમિયાન તમે તમારા સપનાઓને સાકાર સ્વરૂપ આપી શકશો. ઉત્સાહને કાબૂમાં રાખવો અન્યથા વધારે ખુશી આગળ જઈને પરેશાની બની શકે છે. નવી સજાવટ અને ઘરની શોભામાં વૃદ્ધિ કરી શકશો. વિચારેલી બધી વસ્તુઓ સમયસર પૂરી કરી શકશો. પ્રેમમાં અસફળતા મળી શકે છે. અધૂરા કાર્ય પૂરા થશે. ખૂબ જ સારું સ્વાસ્થ્ય રહેવાથી તમે અસાધારણ કામ કરવાની ક્ષમતાનો અનુભવ કરશો.

મકર રાશિ

આ અઠવાડિયા દરમ્યાન તમારા વ્યાપાર અને આવકમાં વધારો થઈ શકે છે. મિત્રો દ્વારા લાભ મળશે. સામાજિક ગતિવિધિઓ મજેદાર રહેશે. પરંતુ પોતાના રહસ્ય કોઈ સામે ખુલ્લા ન કરવા. નોકરીમાં ઉપરી અધિકારીની કૃપાદ્રષ્ટિ રહેશે, જેના કારણે પ્રમોશન મળી શકે છે. કળા અને રચનાત્મક કાર્યોમાં રસ જાગશે. વિરોધીઓના તમને પરાજય આપવાના બધા પ્રયત્નો છતાં તમે સફળ રહેશો. બિઝનેસમાં નફો થઈ શકે છે. સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓથી મુક્તિ મેળવવા માટે ઘરગથ્થુ ઉપાયો ફાયદાકારક રહેશે.

કુંભ રાશિ

આ અઠવાડિયા દરમિયાન પરિશ્રમ કરતા સફળતા ઓછી મળશે અને આર્થિક સંકટની ચિંતા રહી શકે છે. આ અઠવાડિયા દરમિયાન ફરવા જવાનો કોઈ પ્રોગ્રામ બની શકે છે. વિચાર્યા વગર અને ઉતાવળા પગલે કોઇ નિર્ણય ન લેવો. આવું કરવાથી નુકસાન થઈ શકે છે. તમે કોઈ નવો સંકલ્પ કરી શકો છો. ધાર્મિક બાબતોમાં ખર્ચ કરવાની ઈચ્છા બની રહેશે. પાર્ટ ટાઈમ જોબ મળી શકે છે. ચિંતાઓના કારણે માનસિક તણાવ રહી શકે છે. જેના કારણે અસ્વસ્થતાનો અનુભવ કરશો.

મીન રાશિ

આ રાશિના જાતકોને આ અઠવાડિયા દરમ્યાન કોઈ નવું કાર્ય શરૂ કરવાનો ઉત્સાહ રહેશે. પરંતુ આ ઉત્સાહનો અતિરેક ન થાય તે ધ્યાન રાખવું. ધનલાભ થવાની પૂરી સંભાવના છે. કોઈને આપવામાં આવેલું ધન પાછું ફરી શકે છે. ભણી રહેલા વિદ્યાર્થીઓ માટે આ અઠવાડિયુ મધ્યમ રહેશે. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહેશે. સંપત્તિ સંબંધિત કામ કરવા માટે આ અઠવાડિયું યોગ્ય નથી. લવ લાઇફમાં થોડા ડિસ્ટર્બન્સ આવી શકે છે. મનપસંદ જોબની શોધ કરતા લોકોએ થોડી રાહ જોવી પડશે. આ અઠવાડિયા દરમિયાન સ્વાસ્થ્ય સામાન્ય જળવાઈ રહેશે.