સાપ્તાહિક રાશિફળ ૧૨ સપ્ટેમ્બરથી ૧૮ સપ્ટેમ્બર, આ રાશિ માટે અત્યંત સારું સાબિત થશે અઠવાડિયું, મળશે ઘણા લાભ

Posted by

મેષ રાશિ

આ અઠવાડિયા દરમિયાન તમને બધા જ ક્ષેત્રમાં લાભ મળશે. તમારી આવકમાં વધારો થશે અને ખર્ચમાં ઘટાડો થશે. ઉતાવળમાં લેવામાં આવેલા નિર્ણયો ખૂબ જ મોટું નુકસાન પહોંચાડી શકે છે. પરિવારમાં તમારી વાતોને સાંભળવામાં આવશે. ધાર્મિક કાર્યોમાં રસ વધશે. નવી પ્રકારના કાર્યથી લાભ મળશે. ઘરતી લઈને કાર્યાલય સુધી બધી જગ્યાએ આ સપ્તાહ શુભ રહેશે. સુખ-સમૃદ્ધિમાં વૃદ્ધિનો યોગ બની રહ્યો છે. જીવનસાથી તરફથી વખાણ સાંભળવા મળશે અને સ્નેહ મળશે. શિક્ષણના ક્ષેત્રમાં કરવામાં આવેલા પ્રયાસ ફળીભૂત સાબિત થશે. હેલ્થનું ધ્યાન રાખવું પડશે. નાની મોટી શારીરિક તકલીફ આવી શકે છે.

વૃષભ રાશી

વૃષભ રાશિના લોકો માટે આ સપ્તાહ ખર્ચથી મુક્તિ આપવા વાળું સાબિત થશે. આ કારણે તમને ખુબ જ હળવાશનો અનુભવ થશે. ધંધાના ક્ષેત્રમાં લેવામાં આવેલા નિર્ણયના કારણે તમે ટેન્શનમાં રહી શકો છો. જોખમ વાળા કામમાં નુકસાન થઈ શકે છે. મહત્વપૂર્ણ પરિયોજનાઓને પૂર્ણ કરવામાં સફળતા મળશે. બિઝનેસમાં મોટો લાભ મળી શકે છે. પ્રેમ સંબંધોમાં સમસ્યાઓ આવી શકે છે. વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગેલું રહેશે. આ સપ્તાહમાં થોડીક શારીરિક સમસ્યાઓ આવી શકે છે.

મિથુન રાશિ

વિદ્યાર્થીઓએ આ અઠવાડિયામાં ખૂબ જ વધારે મહેનત કરવી પડશે. આવકમાં વધારો થશે અને જે ક્ષેત્રમાં પ્રયાસ કરશો તેમાં સફળતા મળશે. સમયથી પહેલા અને ભાગ્ય થી વધારે કંઈ પણ મળી શકશે નહીં. યોગ્ય સમયની રાહ જોવામાં લાભ રહેશે. સંતાનના સહયોગથી કાર્ય પૂરા થશે. કોઈ વ્યર્થ મુદ્દાને કારણે તમારા મનની શાંતિને ખલેલ પહોંચી શકે છે. સાહિત્ય અને કલા પ્રત્યે રૂચિ જળવાઇ રહેશે. પ્રિય પાત્ર સાથે મુલાકાત થઈ શકે છે. આવકમાં મોટો ઘટાડો આવી શકે છે. આર્થિક પરિસ્થિતિ નબળી પડશે. અસ્થમાના દર્દીઓએ સાવધાની રાખવી. શ્વાસ સાથે જોડાયેલી તકલીફનો સામનો કરવો પડી શકે છે.

કર્ક રાશિ

આ રાશિના જાતકોને આળસમાંથી મુક્તિ મળશે અને તાજગીની સાથે કાર્યક્ષેત્રમાં જોડાયેલા રહેશો. તમારા ઉત્સાહને કારણે કોઈ ખોટો નિર્ણય લેવાઈ ન જાય તેનું ધ્યાન રાખવું. કોઈ જોડે વિવાદના કારણે પોતાના નજીકના લોકો સાથે મનદુઃખ થઈ શકે છે. બિન જરૂરી બાબતો પર ઉર્જા અને પૈસાનો ખર્ચ ન કરવો. ગુસ્સામાં લેવામાં આવેલા નિર્ણય તમને નુકસાન પહોંચાડી શકે છે. લક્ષ્મીદેવીની કૃપાથી વ્યવસાયમાં લાભ થશે. પ્રિયપાત્ર સાથે ફરવા જવાનું થઈ શકે છે અને આ યાત્રા આનંદ દાયક રહેશે. નવી દુકાન, મકાન અથવા વ્યાપાર ના સોદાઓ કરવા માટે ખૂબ જ શુભ સમય છે. તમારું સ્વાસ્થ્ય સારું જળવાઈ રહેશે અને નવી ઉર્જાનો અનુભવ કરશો.

સિંહ રાશી

આ રાશિના જાતકોને વ્યવસાયમાં લાભ થવાની સંભાવના છે. તમારી માટે આ સપ્તાહ સકારાત્મક સાબિત થશે. પરિવારના લોકો અને સંબંધીઓ તમારી મદદ કરશે. તમે સકારાત્મક વિચારધારાનો અનુભવ કરશો. કોઈ સમસ્યા પર કાબૂ મેળવવા માટે નસીબ તમને આશીર્વાદ આપી શકે છે. તમારા ખર્ચ બેકાબૂ બનશે. ઓફિસમાં સાથી કર્મચારીઓના સહયોગથી મહત્વના કાર્ય પૂરા થશે. લવ લાઇફમાં સંબંધ મજબૂત કરવા માટે વાણી પર નિયંત્રણ રાખવું પડશે. આ અઠવાડિયામાં બિઝનેસમાં તમારી આવક સારી રહેશે. સ્વાસ્થ્ય થોડું નબળું પડી શકે એવી સંભાવના છે.

કન્યા રાશિ

જેટલો વિશ્વાસ તમે ભાગ્ય પર કરો છો એટલો જ ભરોસો પોતાના પર પણ કરવો. ધંધા સાથે જોડાયેલા કેટલાક જરૂરી કામ પુરા થશે. આસપાસના લોકો પાસેથી નવી વસ્તુઓ શીખવા મળશે. જીવનસાથીની અપેક્ષાઓ પૂરી કરી શકશો. બીઝ્નેશનો વ્યાપ વિસ્તાર કરવામાં સફળ રહેશો. તમારી યોજનાઓમાં ગોપનીયતા બનાવી રાખવી. નવા વ્યાપાર કરવાના અવસર મળશે. પ્રેમ જીવન જીવનારા લોકો માટે સમય સારો રહેશે. પ્રિય પાત્ર સાથે મનની વાત કરી શકશો. આ અઠવાડિયા દરમ્યાન ઇન્વેસ્ટમેન્ટ ન કરવામાં ભલાઈ રહેશે. કોઈને ઉધાર અથવા કરજ આપવાથી પણ બચવું. કોઈપણ ચીજના અતિરેકથી દૂર રહેવું અન્યથા સ્વાસ્થ્ય પર ખરાબ અસર પડી શકે છે.

તુલા રાશિ

અધ્યાત્મ સાથે જોડાયેલી સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે સર્વોત્તમ યોગ બની રહ્યો છે. કાર્યક્ષેત્રમાં લોકોનો પૂરતો સહયોગ મળી રહેશે. યોજનાબદ્ધ રીતોથી ચાલવામાં આવે તો આ સપ્તાહ ખૂબ જ શુભ રહેશે. વ્યાપારનો વિસ્તાર કરવાની તક મળશે. આવકના નવા સ્ત્રોત મળી રહેશે. નવા કાર્ય અને નવા ઉદ્યોગો લગાવવાના યોગ બની રહ્યા છે. વિજાતીય વ્યક્તિ પ્રત્યે આકર્ષણનો અનુભવ કરશો. પ્રેમ જીવનમાં ઉતાર-ચઢાવ જોવા મળી શકે છે. ટૂર એન્ડ ટ્રાવેલ્સના બિઝનેસ સાથે જોડાયેલા લોકોના બિઝનેસમાં વૃદ્ધિ થશે. અચાનક સ્વાસ્થ્ય ખરાબ થવાના કારણે પરેશાન થઇ શકો છો.

વૃષીક રાશિ

આ અઠવાડિયામાં ભાગ્ય તમારા પક્ષમાં રહેશે અને તેના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે. મનમાં હર્ષ અને આનંદ જળવાઈ રહેશે. મીઠી વાણી રાખવાથી સંબંધોમાં સુધાર આવશે. વાણીના પ્રયોગથી બધા કામ પૂરાં કરી શકશો. દાંપત્યજીવનમાં શાંતિપૂર્ણ સમય પસાર થશે. ખેલ જગત સાથે સંકળાયેલા લોકો માટે ઉત્તમ સમય ચાલી રહ્યો છે. જે કામને લઈને તમે પરેશાન હતા, તે અચાનક કોઈની મદદથી પુરા થઇ શકે છે. પ્રેમ જીવનના સમયમાં અનુકૂળતા રહેશે. પ્રિય પાત્રને વિવાહ માટે પ્રપોઝ કરી શકો છો. નોકરી ધંધા સાથે સંકળાયેલા લોકો અનુકૂળ પરિસ્થિતિઓનો અનુભવ કરશે. પાછલા કેટલાક દિવસોની તુલનામાં તમારું સ્વાસ્થ્ય ખૂબ જ સારું રહેશે.

ધન રાશિ

વિદ્યાર્થીઓ પોતાના બધા કાર્ય સમયસર પૂરા કરી શકશે. પરિવાર સાથે કેટલોક સારો સમય વિતાવવાનો આનંદ ઉઠાવી શકો છો. તમે ખૂબ જ શાંતિનો અનુભવ કરશો. દરેક જગ્યાએ તમારી પ્રશંસા થશે. પ્રચુર માત્રામાં ધન મળવાની સંભાવના બની રહી છે. જીવન સાથી દ્વારા કરવામાં આવેલી વાત પર પ્રતિક્રિયા આપવાથી પરિસ્થિતિ બગડી શકે છે. પરિવારમાં શુભ કાર્ય થવાના યોગ છે. પ્રિય પાત્ર સાથે મુલાકાત થવાથી મન ખુશ રહેશે. રૂપિયા પૈસાના નુકસાન બચીને રહેવું. રોકાણ અથવા કરજથી જેટલું શક્ય એટલું દૂર રહેવું. તમારું સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી બિમારીમાંથી છૂટકારો મળશે.

મકર રાશિ

કામકાજના સંબંધમાં આ સપ્તાહ તમારા પક્ષમાં રહેશે અને તમે ખૂબ જ સારી રીતે કામ કરી શકશો. લેખન અને સાહિત્યના ક્ષેત્રમાં લાભ મળશે. સન્માન પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. તમારી રચનાત્મક પ્રતિભા ખુલીને બધાની સામે આવશે. વિદ્યા અને વાણીથી ધનલાભ પ્રાપ્ત થવાના યોગ બની રહ્યા છે. તમારી આર્થિક સ્થિતિમાં સુધારો આવશે. તમારા બોસના કારણે તમારી સ્થિતિ સુધરશે. જીવનસાથી સાથે તણાવપૂર્ણ સંબંધ રહેશે. કામમાં સફળતા મળવાના યોગ બની રહ્યા છે. કાર્યક્ષેત્રમાં તમારો પ્રભાવ વધશે. સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. અન્યથા બીમાર પડવાની સંભાવના છે.

કુંભ રાશિ

આ રાશિના જાતકો એક સરળ અને આરામદાયક અઠવાડિયું વીતાવશે. તમારી ઉર્જા સાચી દિશામાં લગાવવાથી સફળતાના યોગ બનશે. કાર્યસ્થળ પર સામાન્ય ગતિથી આગળ વધશો. ભાવનાઓ ઉપર નિયંત્રણ રાખવું. લાગણીઓના પ્રવાહમાં કોઇ નિર્ણય ન લેવો. વ્યવસાયની દ્રષ્ટિએ ખૂબ જ સારો સમય રહેશે. યાત્રા વગેરેના કારણે લાભની પ્રાપ્તિ થશે. પ્રેમ જીવનમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. શેયર અને ફાઈનાન્સથી લાભ મળશે. રોકાયેલું ધન પાછું મળશે. માનસિક અને શારીરિક રુપે સ્વસ્થ રહેશો.

મીન રાશિ

આ સપ્તાહ દરમ્યાન તમારી અંદર ખુબ જબરદસ્ત આત્મવિશ્વાસ જોવા મળશે. અનાવશ્યક કોઈને પરેશાન કરવાથી તમને જ તકલીફ પડી શકે છે. મહેમાનોનું આગમન થઇ શકે છે. ખાસ વ્યક્તિના સંપર્કથી તમારા કાર્ય પૂરા થશે. તમે દરેક કામને સારી રીતે પૂર્ણ કરી શકશો. સંપત્તિમાં વધારો થવાની સંભાવના છે. સતત પ્રયત્નો કરતા રહેવાથી મોટી સફળતા હાથ લાગી શકે છે. લેખનકાર્યથી ધનલાભ થશે. જીવનસાથી સાથેનો આત્મકેન્દ્રી વ્યવહાર સંબંધોમાં ખટાશ લાવી શકે છે. વ્યવસાયમાં દગાબાજી કરવાથી બચવું અને આંખ તથા કાન ખુલ્લા રાખવા. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ સપ્તાહમાં તમને કેટલીક પરેશાનીઓ આવી શકે છે.