સાપ્તાહિક રાશિફળ ૨૭ ડિસેમ્બર થી ૧ જાન્યુઆરી : આ સપ્તાહમાં ૬ રાશિવાળા ના નશીબ ના તાળા ખુલી જવાના છે, દરેક ઈચ્છા પુરી થઈ જશે

Posted by

મેષ રાશિ

આ સપ્તાહમાં અનાજના વેપારીઓને લાભ થશે. જો કોઈ કાર્યમાં તમારે પોતાનો સહયોગ આપવો પડે તો તેમાં જરૂરથી રુચી લેવી જોઈએ. કોઈ કીમતી સામાન ખોવાનો ભય રહેશે. પોતાની ચાવી અને જરૂરી સામાનને સંભાળી રાખો. જો તમે પોતાનો સામાન આમતેમ રાખો છો તો બાદમાં તમને પરેશાની થશે. એટલા માટે તેનું નિર્ધારિત સ્થાન ઉપર જ રાખો. ઓફિસમાં મહિલા સહયોગીઓનું સન્માન કરો. પ્રેમ વ્યક્ત કરવા માટે આ સપ્તાહ સારું નથી. શારીરિક માનસિક સ્વાસ્થ્ય અને ઉત્સાહી રહેશો.

વૃષભ રાશિ

આ સપ્તાહ નકારાત્મક પરિસ્થિતિ તમને પરેશાન કરશે. તમારે પોતાના મનને પ્રસન્ન રાખવા માટે કામકાજ કરવું પડશે. ઓફિસમાં કામની જવાબદારી લેતા પહેલા યોગ્ય રીતે વિચાર કરી લેવો. તમારા વિચારોને ઓફિસમાં વરિષ્ઠ અધિકારીઓ તરફથી સકારાત્મક પ્રતિક્રિયા મળશે. લાભના યોગ બની રહ્યા છે. પોતાની વિચારસરણી સકારાત્મક રાખો અને સમજી વિચારીને નિર્ણય લેવો. જો તમે લેખક અથવા પત્રકાર છો તો આ સપ્તાહ ઉત્તમ અને શુભ રહેશે. પ્રેમી સાથે હરવા ફરવા જવાનો પ્લાન બનાવી શકો છો. તેની વચ્ચે તમને અમુક રોચક અનુભવો મળશે. તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને જુના રોગ દુર થશે.

મિથુન રાશિ

જો તમે પોતાના સંતાનને કોઈ નવા કોર્સમાં દાખલો અપાવવા માંગો છો તો તેના માટે સપ્તાહ ઉત્તમ રહેવાનું છે. નવા સંબંધોને લઈને ઉતાવળ કરવી નહીં, નહિતર ઉતાવળમાં બનાવેલા સંબંધોને કારણે બાદમાં પસ્તાવો થઈ શકે છે, એટલા માટે સતર્ક રહેવાની આવશ્યકતા છે. કોઈપણ વિવાદથી પરેશાની ઉભી થઈ શકે છે. મનમાં નકારાત્મક વિચાર ઉત્પન્ન થઈ શકે છે. વાહન અને મશીનરી વગેરેના પ્રયોગમાં સાવધાની રાખો. વૈવાહિક જાતકોના પોતાના જીવનસાથી સાથે સંબંધો સારા રહેશે. આ સપ્તાહમાં તમને સ્વાસ્થ્યનો ભરપુર સાથ મળશે.

કર્ક રાશિ

આ સપ્તાહમાં તમને પોતાના પરિવારના કોઈ સદસ્ય તરફથી કોઈ સુખદ સમાચાર સાંભળવા મળશે, જેના કારણે તમે પ્રસન્ન રહેશો. ઘરમાં કોઈ ધાર્મિક અનુષ્ઠાનનું આયોજન થઈ શકે છે. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં પ્રગતિ મળશે. વેપારમાં લાભ થશે અને નોકરીમાં પ્રમોશન મળી શકે છે. જુના સમયને ભુલીને આગળ વધો. સફળતા અવશ્ય પ્રાપ્ત થશે. તમારી વિચારસરણીમાં બદલાવ પરિણામ આપશે. આ રાશિની મહિલાઓ માટે સપ્તાહ સારું રહેવાનું છે. આ સપ્તાહમાં લવ લાઈફની જુની સમસ્યાઓનો ઉકેલ મળી જશે. સારા સ્વાસ્થ્ય માટે ખાણીપીણી નું ધ્યાન રાખવું અત્યંત જરૂરી છે.

સિંહ રાશિ

આ સપ્તાહ તમારા રાજકારણમાં કરવામાં આવેલા કાર્યથી પ્રશંસા મળશે, જેના કારણે તમને લાભના રૂપમાં નવા નવા અવસર પ્રાપ્ત થશે. ઓછી મહેનતમાં વધારે નફો મેળવી શકો છો. કારકિર્દી સાથે જોડાયેલા મામલામાં કોઈ સહકારની તમારી મદદ કરી શકે છે. સાસરીયા પક્ષ તરફથી તમને ધન લાભ જોવા મળે તેવી સંભાવના છે. દિલને બદલે દિમાગથી કામ લેવું. વેપારમાં આર્થિક લાભ થવાથી કર્જમાંથી છુટકારો મળશે. પ્રેમ સંબંધોમાં મજબુતી આવશે. પતિ-પત્નીમાં પરસ્પર પ્રેમ વધશે. સ્વાસ્થ્યનું વિશેષ ધ્યાન રાખવાનું રહેશે. ખાંસીથી પરેશાન રહી શકો છો.

કન્યા રાશિ

આ સપ્તાહમાં વેપારમાં કોઈ વિરોધની સ્થિતિ પણ ઉત્પન્ન થઈ શકે છે, તો તમારે તેમાં સંયમ રાખવાનું રહેશે. ત્યારે જ તમે પોતાનું કામ કઢાવવામાં સફળ રહેશો. પરિવારમાં કોઈ ખાસ વાતને લઈને વિવાદ ઊભો થઈ શકે છે. પોતાનો સમય અને ઊર્જા બીજા ની મદદ કરવામાં લગાવો. જો તમે કોઈ નવી સંપત્તિ ખરીદવાની યોજના બનાવી રહ્યા છો તો પણ તમને સરળતાથી પ્રાપ્ત થઈ જશે. સમાજ કલ્યાણ તરફ તમારી રુચિ વધશે. નવા પરણેલા લોકોના જીવનમાં મધુરતા આવશે. સ્વાસ્થ્યની બાબતમાં આ સપ્તાહ સારું રહેશે.

તુલા રાશિ

વિદ્યાર્થીઓ માટે સપ્તાહ સારું રહેવાનું છે. શિક્ષણમાં ઈચ્છા અનુસાર લાભ મળવાને લીધે મન પ્રસન્ન રહેશે. ઘણા દિવસોથી અટવાયેલું કોઈ કાર્ય પુર્ણ થઈ શકે છે. વિદ્યાર્થીઓને કારકિર્દીમાં સફળતા મળશે. પરણિત લોકો પોતાના ઘરેલુ જીવનમાં ખુશ રહેશે. પોતાના કોઈ મિત્ર સાથે વાદવિવાદ ન થાય તેનું તમારે ખાસ ધ્યાન રાખવાનું રહેશે. પોતાની વાણીમાં મધુરતા જાળવી રાખવી. રાજકીય કાર્યમાં તમારી રુચિ વધશે. પાડોશીઓની વચ્ચે તમારું માન સન્માન વધશે. પાર્ટનરની સાથે સંબંધો મધુર રહેશે. તેમને કોઈ ગિફ્ટ આપી શકો છો પેટ સંબંધી વિકારને લીધે કષ્ટ ઉભો થઈ શકે છે.

વૃશ્ચિક રાશિ

આ સપ્તાહમાં તમને શાસન સત્તાનો ભરપુર સહયોગ મળતો જોવા મળી રહ્યો છે, પરંતુ તમારે વેપારમાં લેવડ-દેવડ કરતાં પહેલાં સાવધાની રાખવી જોઈએ નહીંતર બાદમાં તેના માટે તમારે પસ્તાવું પડશે. જમીન ખરીદવાનો પ્લાન બનાવશો. ધનલાભના યોગ છે. પૈસા પણ ખર્ચ થઈ શકે છે. આ સપ્તાહ તમારા માટે અનુકુળ રહેવાનું છે. તમારા સારા પ્રદર્શનનો પ્રભાવ તમારી કારકિર્દી ઉપર સ્પષ્ટરૂપથી જોવા મળશે. અવિવાહિત લોકોને વિવાહનો પ્રસ્તાવ પ્રાપ્ત થશે. તમારું દાંપત્યજીવન સુખી અને પ્રસન્નતા પુર્ણ રહેશે. સ્વાસ્થ્ય થોડું કમજોર રહેશે અને કમજોરી મહેસુસ કરશો.

ધન રાશિ

આ સપ્તાહમાં રાજકારણના ક્ષેત્રમાં પ્રશંશકોનું સમર્થન મળવાથી સફળતા મળશે અને શાસન સત્તાનો સહયોગ મળશે. પોતાના સામાન સુરક્ષા પ્રત્યે બેદરકારી રાખવી નહીં. દરરોજ ની દિનચર્યા માંથી થોડો સમય કાઢીને બાળકોની સાથે સમય પસાર કરો. ઘરના અમુક લોકોના વિદેશ જવાના યોગ બની શકે છે. વિરોધીઓથી સતર્ક રહેવાની જરૂરિયાત છે. કાર્યક્ષેત્રમાં અપેક્ષા અનુસાર સફળતા પ્રાપ્ત થશે. આ સપ્તાહમાં જીવનસાથીની સાથે વ્યવહારમાં નમ્રતા રાખવી. તમારું સ્વાસ્થ્ય ઋતુને લીધે પ્રભાવિત થઈ શકે છે.

મકર રાશિ

પિતા તથા અધિકારીઓ તરફથી સહયોગ મળવાને લીધે કોઈ બહુમુલ્ય વસ્તુની પ્રાપ્તિ થશે. ભવિષ્ય સાથે સંબંધિત લેવામાં આવેલ નિર્ણય સારો લાભ આપનાર સાબિત થશે. ઓફિસમાં બોસની વાતોને નજરઅંદાજ કરવી નહીં. વડીલો પાસેથી કંઈક શીખવાનો અવસર મળે તો તેને ગુમાવવો નહીં. રોજગારની દિશામાં સફળતા મળશે. વિદ્યાર્થીઓ માટે સમય અનુકુળ છે. પોતાના કાર્ય શરૂ રાખવા જોઈએ. આ સપ્તાહમાં મકર રાશિ વાળા લોકોના પ્રેમ સંબંધ મજબુત મળશે. ઊંઘ ઓછી થવાથી પરેશાન રહેશો. શરીરમાં પણ દુખાવો રહેશે.

કુંભ રાશિ

કુંભ રાશિવાળા લોકોને આ સપ્તાહમાં ખુશી સમાચાર પ્રાપ્ત થશે અને ભાગ્યનો પણ સાથ મળશે. પોતાની નાની નાની ભુલોની સમીક્ષા કરો અને આવું કરવાથી તમે ભવિષ્યમાં ખુબ જ જલ્દી પોતાના કાર્ય પુર્ણ કરી શકશો. જે વેપારી હાર્ડવેરના કામ સાથે જોડાયેલા છે, તેમને મોટો લાભ મળશે. સંતાનને સમસ્યાઓનું સમાધાન માટે પિતાનું માર્ગદર્શન મળશે. બોસ તમારી પ્રશંસા કરશે, બની શકે છે કે તમારું પ્રમોશન પણ થઈ શકે છે. તમારા જીવનસાથી તમારી સહાયતા કરશે અને મદદગાર સાબિત થશે. ગર્ભવતી સ્ત્રીઓએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું જોઈએ.

મીન રાશિ

આ સપ્તાહ માં વેપારના ક્ષેત્રમાં નવા સુધારા થશે અને નવા અવસર પણ પ્રાપ્ત થશે. વેપારીઓને નફો કમાવવાના નવા અવસર પ્રાપ્ત થશે. વેપાર હોય કે શેર માર્કેટ, કોઈપણ ક્ષેત્રમાં રોકાણ કરવા માટે આ સપ્તાહ સારું છે. કોઈ કાર્યને લીધે પરિવારમાં તમારી પ્રશંસા થશે. કાર્યક્ષેત્રમાં પણ અમુક પરિવર્તન થશે. જીવનમાં પોતાના પરિવાર મિત્રો અને જીવનસાથીની ભુમિકાને ઓળખી શકશો. કોઈ નવી પ્રેમ કહાની શરૂ થઈ શકે છે. પ્રેમીઓ માટે સપ્તાહ યાદગાર રહેશે. તમારું સ્વાસ્થ્ય સામાન્ય રહેશે. તાજગી અને પ્રસન્નતા જળવાઈ રહેશે.