શસ્ત્રો અનુસાર સવાર માં સ્નાન કરતી વખતે આ ભૂલો ક્યારેય ના કરવી જોઈએ, માં લક્ષ્મી નારાજ થઈ જાય છે.

Posted by

મનુષ્ય પોતાના શરીરને ચોખ્ખું જાળવી રાખવા માટે અને દિવસભરની ભાગદોડ નાં થાકમાંથી છુટકારો મેળવવા માટે સ્નાન કરે છે. સ્નાન કરવાથી ફક્ત શરીર પર જામેલી ગંદકી દુર નથી થતી, પરંતુ આપણી ત્વચા પણ ચમકદાર બને છે. અમુક લોકો એવા હોય છે જે સ્નાન કરવા માટે ગરમ પાણીનો ઉપયોગ કરે છે, તો અમુક લોકો ઠંડા પાણીથી સ્નાન કરતા હોય છે. હિન્દુ ધર્મશાસ્ત્રમાં સ્નાન કરવાને લઈને અમુક વિશેષ નિયમો નો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેનું પાલન કરવું બધા માટે અનિવાર્ય છે. આ નિયમોનું પાલન દરેક મનુષ્યએ કરવું જોઈએ. પરંતુ જેમ જેમ સમય પસાર થતો જઈ રહ્યો છે તેમ તેમ લોકોની જીવનશૈલી અને રહેણી-કરણી બધું જ બદલતું જઈ રહ્યું છે.

 

આજે અમે તમને જુના જમાનાની વાત કરીએ તો પહેલાના સમયમાં લોકો તળાવ, નદી અને કુવામાં સ્નાન કરતા હતા. પરંતુ હવે સ્નાન કરવા માટે બાથરૂમ બનાવી લીધા છે. જેમાં સંપુર્ણ રીતે છુપાયેલા રહીએ છીએ. આજે અમે તમને હિન્દુ ધર્મ શાસ્ત્રોમાં બતાવવામાં આવેલ અમુક નિયમો વિશે જાણકારી આપવાના છીએ. જો કોઈ વ્યક્તિ આ નિયમોનું પાલન નથી કરતો તો તેના લીધે તેના જીવનમાં ઘણી બધી પરેશાનિઓ ઉભી થવા લાગે છે, જેનાં કરતા સમયે જો તમે આ ભુલો કરો છો તો દેવતાઓ પણ તમારાથી નારાજ થઈ જાય છે.

 

ગરુડ પુરાણ અનુસાર જાણો સ્નાન કરવાના નિયમ

જો આપણે ગરૂડપુરાણ અનુસાર જોઈએ તો તેમાં સ્નાન કરવાને લઈને અમુક વાતોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે જ્યારે વ્યક્તિ સ્નાન કરે છે તો તેના પિતૃઓ તેની આસપાસ રહે છે. જ્યારે સ્નાન કરતાં સમયે તેના કપડા માંથી પાણી પડે છે તો તેના પિતૃઓ તેનું ગ્રહણ કરે છે, જેનાથી તેઓ તૃપ્ત થઈ જાય છે. એટલા માટે વ્યક્તિએ કપડાં વગર ક્યારેય પણ સ્નાન કરવું જોઈએ નહીં, તેનાથી પિતૃઓ નારાજ થાય છે અને વ્યક્તિને પિતૃદોષ લાગે છે.

 

પદ્મપુરાણ અનુસાર જાણો સ્નાન કરવાના નિયમ

વ્યક્તિએ સ્નાન કરતા સમયે વિશેષ આ વાતોનું ધ્યાન રાખવું જોઈએ કે તે સંપુર્ણ રીતે કપડાં વગર સ્નાન કરે નહીં. કારણ કે પદ્મપુરાણમાં તે વાતનો ઉલ્લેખ કરવામાં આવેલ છે કે જે વ્યક્તિ વગર કપડાએ સ્નાન કરે છે તે પાપનો ભાગીદાર બને છે. આ બાબતમાં ઘણી કથાઓ પણ કહેવામાં આવેલી છે કે જ્યારે એક વખત ગોપીઓ સ્નાન કરવા માટે નદીમાં ગઈ હતી ત્યારે ભગવાન શ્રીકૃષ્ણએ તેમના બધા જ કપડા છુપાવી દીધા હતા, ત્યારે ગોપીઓએ કૃષ્ણને કહ્યું હતું કે અમારા વસ્ત્રો તમને પરત આપી દો. ત્યારે કૃષ્ણે કહ્યું હતું કે જો તમારે કપડાં જોઈતા હોય તો તમે વૃક્ષ પર આવીને લઈ જાઓ.

 

ત્યારે ગોપીઓએ તેમણે કહ્યું હતું કે અમે જ્યારે અહીંયા સ્નાન કરવા માટે આવેલા હતા ત્યારે અહીંયા કોઈ હતું નહીં. હવે અમે કપડા વગર પાણી માંથી કેવી રીતે બહાર આવી શકીએ છીએ. ગોપીઓનાં આ વાક્ય પર ભગવાન શ્રીકૃષ્ણે કહ્યું હતું કે જો તમને એવું લાગતું હોય કે તમને કોઈ પણ જોઈ રહ્યું નથી, તો જણાવી દઉં કે હુ દરેક સમયે દરેક સ્થળ પર હાજર રહું છું. જ્યારે તમે લોકોએ તળાવમાં પ્રવેશ કર્યો ત્યારે વરૂણ દેવે તમને જોયા હતા, આ તેમનું અપમાન છે. એ જ કારણ છે કે કોઈપણ વ્યક્તિએ કપડા વગર સ્નાન કરવું જોઈએ નહીં.

 

ઉપરોક્ત ધર્મશાસ્ત્રો અનુસાર બતાવવામાં આવેલ આ સ્નાન કરવાના નિયમો વિશે જાણકારી આપવામાં આવેલી છે. જો તમે આ નિયમોનું પાલન કરો છો તો તેનાથી તમારા જીવનમાં કોઈપણ પ્રકારની પરેશાની આવશે નહીં અને દેવતાઓ તમારાથી ખુશ રહેશે. તે સિવાય તમારે સ્નાન કર્યા બાદ બાથરૂમને ગંદુ છોડવું જોઈએ નહીં. કારણ કે તેના લીધે દુર્ભાગ્ય વધે છે. જો તમે પોતાના બાથરૂમને ગંદુ છોડો છો, તો તેના લીધે ચંદ્રદેવની સાથે-સાથે રાહુ-કેતુનો દોષ પણ લાગી શકે છે.