સવારે ઉઠતાંની સાથે રસોડાની આ ૧ વસ્તુ ભુલથી પણ નહીં જોવી જોઈએ, પરિવારમાં ગરીબી આવે છે ને પરિવાર બરબાદ થઈ જાય છે

Posted by

તમારા દિવસની શરૂઆતમાં તમે જે સામગ્રી, જીવ અથવા વ્યક્તિને જુઓ છો તમારો આખો દિવસ તેના અનુકુળ પસાર થાય છે. એટલા માટે દિવસની શરૂઆત હંમેશા મંગલકારી વ્યક્તિ, ઘરની શુભ સામગ્રી, જીવ અથવા કોઇ દ્રશ્ય જોઈને કરવી જોઈએ. આપણું રસોડું આપણા ઘરનો મુખ્ય હિસ્સો હોય છે. એટલા માટે જો રસોડામાં કોઇ વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે તો તેની અસર સમગ્ર પરિવાર ઉપર પડે છે. એટલા માટે વાસ્તુશાસ્ત્રમાં રસોડાને સૌથી વધારે મહત્વપુર્ણ માનવામાં આવે છે. તમે સવારે ઊઠીને જ્યારે રસોડામાં પ્રવેશ કરો છો તો ત્યાં તમારે અમુક ચીજોને બિલકુલ પણ જોવી જોઈએ નહીં, નહીંતર તમારો આખો દિવસ બરબાદ થઈ શકે છે.

 

વાસ્તુશાસ્ત્રમાં ઘરના દરેક સ્થાન વિશે વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે. રસોડું પણ ઘરનું એક મહત્વપુર્ણ હિસ્સો છે. ઘરના આ સ્થાને સાથે સમગ્ર પરિવારનું સ્વાસ્થ્ય જોડાયેલું હોય છે અને સારું સ્વાસ્થ્ય વ્યક્તિ માટે સૌથી મોટું ધન હોય છે. રસોડામાં કોઈપણ પ્રકારનો દોષ ફક્ત ઘરની ગૃહિણી નહીં, પરંતુ આખા પરિવાર ઉપર પ્રભાવ પાડે છે. એટલા માટે આ સ્થાનને લઈને વાસ્તુના નિયમોનું પાલન કરવું આવશ્યક હોય છે.

 

અમુક જ એવી હોય છે જેને સવારે ઊઠીને રસોડામાં જોવી શુભ માનવામાં આવતું નથી. માનવામાં આવે છે કે આ ચીજોને જોવાથી માં અન્નપુર્ણા નારાજ થઈ શકે છે, જેનાથી તમારા ઘરમાં અને ધનની તંગી થવા લાગે છે. તો ચાલો જાણીએ કે તે ચીજો કઈ છે.

 

રસોડામાં સવારે ઊઠીને સૌથી પહેલાં ધારદાર ચીજો જેમ કે ચાકુ કાંટો વગેરે જોવા મળે તો તે શુભ માનવામાં આવતું નથી. તેનાથી તમારા ઘરમાં કલેશ અને સ્થિતિ ઉત્પન્ન થઇ શકે છે. એટલા માટે રાત્રે હંમેશા કામ કરી લીધા બાદ ચાકુ અને ધારદાર ચીજોને તેના યોગ્ય સ્થાન પર રાખી દેવી જોઈએ, જેથી સવારે સૌથી પહેલા તમારી નજર તેની ઉપર ન પડે.

 

રસોડામાં જતાની સાથે જ સવારે તમને એઠા વાસણ જોવા મળે તો તે ખુબ જ અશુભ માનવામાં આવે છે. એટલા માટે રાત્રે બધા વાસણ ચોખ્ખા કરીને સુવું જોઈએ. જે ઘરમાં રાત્રિના સમયે એઠા વાસણ પડેલાં રહે છે તેમને ત્યાં ક્યારેય પણ માં અન્નપુર્ણા અને માં લક્ષ્મીનો વાસ થતો નથી. આવા લોકોના ઘરમાં અને ધનની તંગી રહેવા લાગે છે. ઘરમાં દરિદ્રતાનો વાસ થાય છે.

 

રાત્રે હંમેશા રસોડા અને ચુલાને સાફ કરીને તથા રસોડાને વ્યવસ્થિત કરીને સુવું જોઈએ. જો સવારે ઊઠીને રસોડામાં ગંદુ ચુલો જોવા મળે છે, તો તે ખુબ જ નકારાત્મક પ્રભાવ પાડે છે. ગંદા રસોડામાં ક્યારેય પણ માં અન્નપુર્ણા નો વાસ રહેતો નથી.