શનિદેવ આ 3 રાશિના લોકોને ક્યારેય પરેશાન કરતા નથી તેમની ઉપર મહેરબાન રહે છે, સાડાસાતીનો પ્રભાવ પણ નથી થતો

Posted by

શનિદેવ નું નામ આવતાંની સાથે જ લોકો ડરવા લાગે છે. તેમના મનમાં અલગ અલગ પ્રકારના વિચારો ઉત્પન્ન થવા લાગે છે કે ક્યાંક તેમની ઉપર શનિદેવનો પડછાયો તો નથી પડી રહ્યો ને? માનવામાં આવે છે કે જે વ્યક્તિ ઉપર શનિદેવનાં અશુભ પડછાયો પડે છે, તેને ઘણા બધા પ્રકારની પરેશાનીઓનો સામનો કરવો પડે છે. જ્યોતિષ અનુસાર એવું માનવામાં આવે છે કે શનિદેવ જે વ્યક્તિ ઉપર પોતાની દ્રષ્ટિ રાખે છે, તેના બધા કામ બગડવા લાગે છે. વ્યક્તિ આર્થિક પરેશાનીઓ અને બીમારીઓથી ઘેરાવા લાગે છે.

 

જ્યોતિષશાસ્ત્રમાં શનિદેવને દંડાધિકારી અને કર્મ ફળ દાતા માનવામાં આવે છે. શનિદેવને ન્યાયનાં દેવતા એટલે કે સારું કર્મ કરવા પર શુભ ફળ અને ખરાબ કર્મ કરવા ઉપર દંડ પણ આપે છે. જ્યોતિષશાસ્ત્રમાં જણાવવામાં આવે છે કે શનિદેવ અમુક એવા લોકો ઉપર પ્રસન્ન રહે છે અને તેમની ઉપર ક્યારેય પણ તેમનો ખરાબ પડછાયો અને સાડાસાતીનો પ્રભાવ રહેતો નથી.

 

મહેનત કરીને જીવન પસાર કરતા લોકો ઉપર

શનિ ન્યાયપ્રિય અને કામ અનુસાર ફળ આપનાર દેવતા છે. બધા ગ્રહોમાં શનિ દેવ સૌથી ધીમી ચાલથી ચાલવા વાળા ગ્રહ છે. તે લગભગ અઢી વર્ષમાં પોતાની રાશિ બદલે છે. તેવામાં શનિદેવનાં રાશિ બદલવા પર બધી જ ૧૨ રાશિઓ માંથી અમુક રાશિઓ પર શનિની સાડાસાતી અને ઢૈય્યા લાગી જાય છે. શનિની સાડાસાતી લાગવા પર વ્યક્તિ ઘણા પ્રકારની પરેશાનીઓ અને મુશ્કેલીઓ થી ઘેરાયેલો રહે છે. પરંતુ જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ તે લોકોને વધારે કષ્ટ આપતા નથી જે મહેનતુ હોય છે. મહેનત કરવા વાળા જાતકો ઉપર શનિની સાડાસાતી હોવા છતાં પણ શનિદેવ તેમને વધારે કષ્ટ પહોંચાડતા નથી.

 

સાફ-સફાઈ રાખતા જાતકો ઉપર

શનિદેવ એવા જાતકોને વધારે કષ્ટ નથી આપતા જે હંમેશા પોતાના નખ ચોખ્ખા રાખતા હોય છે. જ્યોતિષ અનુસાર જે લોકો હંમેશા પોતાના નખને દાંત થી ચાવતા રહે છે, તેમની ઉપર શનિદેવની અશુભ છાયા હંમેશા રહે છે. એટલા માટે શનિ દોષથી બચવા માટે હંમેશા પોતાના નખને સાફ રાખવા જોઈએ અને ક્યારેય પણ તેને દાંતથી ચાવવા જોઈએ નહીં.

 

ન્યાય પ્રિય લોકો ઉપર

જ્યોતિષમાં શનિદેવને ન્યાયના દેવતા માનવામાં આવે છે. જે લોકો હંમેશા સત્ય અને ન્યાયનો સાથ આપે છે, તેમની ઉપર હંમેશા શનિદેવની કૃપા જળવાઈ રહે છે જે લોકો ગરીબો અને અસહાય લોકોની મદદ માટે હંમેશા તૈયાર રહે છે, તેમના ઉપર ક્યારેય પણ શનિદેવની અશુભ છાયા પડતી નથી.

 

ત્રણ રાશિઓ ઉપર વિશેષ કૃપા

જ્યોતિષશાસ્ત્ર અનુસાર શનિદેવ ૧૨ માંથી ૩ રાશિઓ ઉપર પોતાની વિશેષ કૃપા ધરાવે છે. આ રાશિઓના જાતકો ઈમાનદાર અને સત્ય પ્રિય હોય છે. તેઓ પ્રભાવશાળી વ્યક્તિત્વના સ્વામી હોય છે. શનિદેવ આ ૩ રાશિઓ ઉપર હંમેશા પ્રસન્ન રહે છે, જેનાથી તેમનું જીવન સુખ અને સગવડતા થી પસાર થાય છે. આ ત્રણ રાશિના લોકોએ શનિદેવની પુજા અવશ્ય કરવી જોઈએ. આ ત્રણ રાશિઓ તુલા, કુંભ અને મકર રાશિ છે.