શિવલિંગ ઉપર ચડાવીદો 5 ચોખા ના દાણા શિવજી થશે પ્રસન્ન અને કરશે પૈસાનો વરસાદ, આ ઉપાય તમને કોઈ બતાવશે નહિ

Posted by

ભગવાન શિવને લોકો પોતાના આરાધ્ય માને છે. તેમને લોકોનું દુઃખ દુર કરતા દેવતાઓના રૂપમાં પુજવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે ભગવાન શિવ સમગ્ર સૃષ્ટિનું સંચાલન કરવાની સાથો સાથ સાથ સંહારક પણ છે. વળી ભગવાન શિવને ભોલેબાબા પણ કહેવામાં આવે છે. કારણ કે તે પોતાના ભક્તોની બધી મનોકામનાઓ પુરી કરે છે અને તેમને પાપ માંથી મુક્તિ અપાવે છે. જ્યોતિષ જાણકારો અનુસાર એવું માનવામાં આવે છે કે શિવ પુજામાં જો અમુક ખાસ અને વિશેષ ઉપાય અજમાવવામાં આવે તો શિવજીની કૃપા તુરંત પ્રાપ્ત થાય છે.

 

આવા જ એક ઉપાયો માંથી એક છે શિવલિંગ ઉપર ચોખા ચડાવવા. આપણા ધર્મ શાસ્ત્રોમાં ચોખાનું ખુબ જ મોટું મહત્વ જણાવવામાં આવેલ છે. માન્યતા છે કે ભગવાન શિવ સમક્ષ દરરોજ ચોખાના પાંચ દાણા ચડાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે અને ઘરમાં સુખ સંપતિ આવે છે. શાસ્ત્રોમાં પણ ભગવાન શિવને ચોખા અર્પિત કરવાના ફાયદા અને નિયમો વિશે જણાવવામાં આવેલ છે.

 

ધર્મશાસ્ત્ર અનુસાર કોઈપણ દેવી-દેવતા અથવા પુજામાં તુટી ગયેલા ચોખા ક્યારેય પણ ચડાવવા જોઈએ નહીં. હકીકતમાં ચોખાને પુર્ણતાનું પ્રતીક માનવામાં આવે છે. એટલા માટે ખંડિત ચોખા ક્યારેય પણ ભગવાનને સમર્પિત કરવા જોઈએ નહીં, તે અશુભ માનવામાં આવે છે. જોકે દરરોજ ચોખાના પાંચ દાણા પુજામાં ચડાવવાથી ધનમાં વૃદ્ધિ થાય છે.

 

ગ્રંથોમાં તે વાતનો વિશેષ રૂપથી ઉલ્લેખ કરવામાં આવેલ છે કે જો તમે શિવલિંગ ઉપર ચોખા અર્પિત કરો છો તો તેનાથી ભગવાન શિવ પોતાના ભક્તો ઉપર ખુબ જ પ્રસન્ન થાય છે. તે સિવાય ભગવાન શિવને પણ ક્યારેય ખંડિત એટલે કે તુટેલા ચોખા ચડાવવા જોઈએ નહીં. જો દરરોજ શિવજીને ચોખા સમર્પિત કરો છો તો તેનાથી જીવનના દરેક પ્રકારના કષ્ટ દુર થઈ જાય છે. સાથોસાથ શ્રાવણ મહિનામાં કોઈપણ દિવસે ચોખાના પાંચ દાણા શિવજીને ચડાવવાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે.

 

અન્નામાં ચોખાને હંમેશા સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. એ જ કારણ છે કે બધા દેવી દેવતાઓ ઉપર ચોખા ચઢાવવામાં આવે છે. તેની સાથોસાથ કંકુ લગાવ્યા વગર પણ સનાતન ધર્મમાં કંઈ પણ સફળ માનવામાં આવતું નથી. જ્યાં ભગવાનને કંકુની સાથે ચોખા ચડાવવા પુણ્યથી ભરેલ માનવામાં આવે છે, તો વળી પુજા પાઠમાં જાતકોને પણ કંકુ અને ચોખાની સાથે તિલક લગાવવામાં આવે છે.

 

સામાન્ય રીતે તો પરિશ્રમ કરવાથી જ ધન આવે છે, પરંતુ ઘણી વખત પરિશ્રમ કરવા છતાં પણ ઘરમાં ધનની કમી રહે છે. તેના માટે આપણા નસીબનો સાથ હોવો પણ ખુબ જ આવશ્યક છે. એટલા માટે આપણે અમુક એવા ઉપાય કરીએ છીએ, જેનાથી આપણને ઈશ્વરના આશીર્વાદ મળી શકે તેમાં શિવલિંગ ઉપર ચોખા ચડાવવા પણ સામેલ છે. દર સોમવારના દિવસે શિવલિંગ ઉપર વિધિવત પુજા કરતા સમયે ૧૧ મુઠ્ઠી ચોખા લો. પુજા કરીને એક મુઠ્ઠી ચોખા શિવલિંગ ઉપર ચઢાવો અને બચી ગયેલા ચોખા મંદિરમાં દાન કરી દો અથવા કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને દાનના રૂપમાં આપી દો. આવું જો તમે ૭ સોમવાર સુધી કરો છો તો તેનાથી તમારી ઉપર ભગવાન શિવની વિશેષ કૃપા થાય છે અને આકસ્મિક ધન લાભ થાય છે.