આ દુનિયામાં ભાગ્યે જ એવો કોઈ વ્યક્તિ હશે, જેને ગુસ્સો નહીં આવતો હોય. જ્યારે પણ કોઈ વસ્તુ આપણી ઈચ્છા અનુસાર નથી થતી, ત્યારે પ્રતિકાર સ્વરૂપ જે પ્રતિક્રિયા આપણું મન કરે છે તે ગુસ્સો છે. ક્રોધનો મૌલિક ઉદેશ્ય પોતાના જીવનની રક્ષા કરવાનો છે. એક બાળકને પહેલા પોષણ અને પોતાની જરૂરિયાતોને પુરા કરવાનું હોય છે. જ્યારે મનપસંદ જરૂરિયાત પુરી નથી થતી, ત્યારે ક્રોધ વ્યક્ત કરવાનું શરૂ કરે છે. પહેલા સ્તર પર ક્રોધ શારીરિક અને ભાવનાત્મક માટે રડવું એક ઉપાય છે. બાદમાં જીવનમાં અહંકાર પણ મહેસુસ કરે છે અને પોતાની ઓળખની રક્ષા માટે રોજ વ્યક્ત કરવાનું શરૂ કરે છે.
આ ખુબ જ સ્વાભાવિક પ્રક્રિયા છે, પરંતુ તે હકીકત નથી. ગુસ્સો એક સુનામી જેવો હોય છે. જેના ગયા બાદ બરબાદીના નિશાન છોડી જાય છે. ગુસ્સામાં સૌથી પહેલા જીભ ઉપર નિયંત્રણ રહેતું નથી. જીભ એ બધું જ બોલે છે જે કહેવું જોઈએ નહીં અને તેનાથી સંબંધોમાં કડવાશ આવી જાય છે. ગુસ્સો આવે અને જલદી શાંત થઇ જાય ત્યાં સુધી તો બધું બરાબર હોય છે, પરંતુ ચિંતાનો વિષય ત્યારે હોય છે જ્યારે ગુસ્સો આવે પરંતુ જલદી શાંત ન થાય. આ ગુસ્સો જ્યારે લાંબો સમય સુધી આપણા દિમાગમાં રહે છે, તો બદલાની ભાવના ઉભી થવા લાગે છે. મોટાભાગના અપરાધનો મુળ આ ગુસ્સો અને બદલો લેવાની ભાવના જ હોય છે.
વળી બીજી તરફ ગુસ્સામાં આપણે કોઈનું અપમાન કરીએ છીએ ત્યારે એ જ ગુસ્સો તેના મનમાં બદલાની ભાવના ઉત્પન્ન કરે છે અને આપણા માટે શત્રુની લાઇનો લાગી જતી હોય છે. માનસિક તણાવ વધે છે, જેની વિપરીત અસર આપણા સ્વાસ્થ્ય સામાજિક પ્રતિષ્ઠા અને આપણા સંબંધો પર પડવા લાગે છે.
પોતાના ગુસ્સાને લીધે મનુષ્ય મોટા મોટા નુકશાન કરે છે. ક્રોધને કારણે જ સામાજિક ક્ષતિ થાય છે, તો સાથોસાથ સંબંધો અને પૈસાનું નુકસાન પણ સહન કરવું પડે છે. ગુસ્સો કરનાર વ્યક્તિથી લોકો અંતર જાળવી લેતા હોય છે અને પાછળથી તેના વિરુદ્ધ ઘણું બોલવામાં આવતું હોય છે. ક્યારેક ક્યારેક તો લોકો વારંવાર ગુસ્સો કરતા વ્યક્તિને માનસિક રોગી જેવા શબ્દોથી પણ સંબોધિત કરે છે.
ગુસ્સો શા માટે આવે છે?
ગુસ્સો આવવા માટે જરૂરી નથી કે તેની પાછળ કોઈ મોટું કારણ હોય, પરંતુ ઘણી વખત આપણને નાની-નાની વાતો ઉપર પણ ગુસ્સો આવવા લાગે છે, તેનું કારણ હોય છે આપણું મહત્વકાંક્ષી હોવું. સાથોસાથ આપણા હૃદયમાં થતી ઘટનાઓ પણ આપણા ગુસ્સાનું કારણ હોય છે. આ ગુસ્સો તમારા ઘરના સદસ્યો મિત્રો અથવા તો પોતાના સહકર્મચારીઓ ઉપર નીકળે છે અને તમારી સાથે તેમના સંબંધોમાં કડવાશ ઊભી કરે છે.
અમુક લોકો તો એવા હોય છે જે કોઈપણ જગ્યાએ પોતાનો ગુસ્સો કાઢી નાખતા હોય છે. દરેક વ્યક્તિ એવું ઇચ્છતા હોય છે કે જે પણ કાર્ય થાય તે તેના હિસાબથી થાય પરંતુ જ્યારે સ્થિતિ તમારી વિપરીત કાર્ય કરવા લાગે છે તો આપણને ગુસ્સો આવવા લાગે છે. એટલા માટે કહેવામાં આવે છે કે જ્યાં સુધી વ્યક્તિ મહત્વકાંક્ષી રહે છે, ત્યાં સુધી તેને ગુસ્સો આવતો રહે છે અને તેને ક્યારેય પણ સંતોષ પ્રાપ્ત થતો નથી.
ગુસ્સાને શાંત કરવા શું કરવું?
ક્રોધને એક ઉર્જા માનવામાં આવે છે અને ક્રોધ દરેક વ્યક્તિને આવે છે. કોઈને વધારે આવે છે તો કોઈને ઓછો આવે છે. કારણકે ગુસ્સો એક સાધારણ ભાવના છે. પરંતુ જો તે હદથી બહાર થઈ જાય તો તેના ખુબ જ ખરાબ પરિણામ આવે છે અને તે તમને તમારા સંબંધોને અને તમારા દિમાગની સ્થિતિને નુકસાન પહોંચાડી શકે છે. જો કોઈ વ્યક્તિ પોતાના ક્રોધ પર નિયંત્રણ મેળવી લે છે તો તેને બુદ્ધિમાન કહેવામાં આવે છે. પરંતુ ઘણા વ્યક્તિ એવા હોય છે જે ક્રોધમાં આવીને અપશબ્દો અને મુર્ખતા ભરેલો વ્યવહાર કરવા લાગે છે.