શુ કામ આજે પણ માતા સીતા નાં શ્રાપની સજા ભોગવી રહ્યા છે આ ૪ જીવ, આવો જાણીએ તેની પાછળ નું કારણ

Posted by

હિંદુ ધર્મ અનુસાર દરેક મહિનો ખુબ ખાસ માનવામાં આવે છે, પરંતુ શ્રાધ્ધ નો મહિનો જ એકમાત્ર એવો મહિનો છે, જે ખુબ જ વધારે ખાસ હોય છે અને સદીઓથી આ મહિનાની માન્યતા ચાલી આવી રહી છે. આ મહિનામાં લોકો વર્ષોથી ચાલી રહેલા ઘણા નિયમોનું પાલન કરે છે. તમને જણાવી દઈએ કે શ્રાદ્ધ નો મહિનો ફક્ત વર્તમાન નહીં પરંતુ પુર્વજો સાથે પણ જોડાયેલો છે. રામાયણમાં પણ આ મહિનાનો ઉલ્લેખ કરવામાં આવેલ છે. આજે અમે તમને શ્રાદ્ધ સાથે જોડાયેલ આવી જ એક કથા વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણીને તમે પણ હેરાન થઈ જશો.

માતા સીતાનો લક્ષ્મણને આદેશ
જણાવવામાં આવે છે કે જ્યારે ભગવાન રામ, લક્ષ્મણ અને સીતા માતાને ૧૪ વર્ષ માટે વનવાસ ભોગવવાનો સમય આવ્યો હતો અને તેઓ વનવાસમાં હતા તે સમય દરમિયાન તેમને સમાચાર મળ્યા હતા કે તેમના પિતા દશરથનું નિધન થઇ ચુક્યું છે. આ સમાચાર સાંભળતાની સાથે જ તેઓ ખુબ જ દુઃખી થયા હતા. પરંતુ દશરથનાં સંતાન હોવાનું કર્તવ્ય નિભાવવું તેમના માટે એટલું જ આવશ્યક હતું. તેવામાં માતા સીતાએ લક્ષ્મણને પિંડદાન કરવા માટે સામાન શોધી લાવવાનો આદેશ આપ્યો હતો. માતા સીતા નો આદેશ માનીને લક્ષ્મણ પિંડદાન માટે સામાન શોધવા માટે ચાલ્યા ગયા હતા. પરંતુ ઘણો સમય પસાર થવા છતાં પણ માતા સીતા ને લક્ષ્મણના પરત ન આવવાની ચિંતા થવા લાગી હતી.

આ ચારેય જીવોને માતા સીતાએ માન્યા હતા સાક્ષી
આવી પરિસ્થિતિમાં માતાપિતાએ પોતાની બુદ્ધિનો ઉપયોગ કરીને પોતે જ પિંડદાનનો સામાન એકત્ર કર્યો હતો. જણાવવામાં આવે છે કે આ પિંડદાન માં સીતા માં એ પંડિત, ગાય, ફલ્ગુ નદી અને કાગડાને સાક્ષી રાખેલા હતા. જ્યારે ભગવાન રામ માતા સીતા પાસે પહોંચ્યા તો તેમણે ભગવાન રામને જણાવ્યું હતું કે તેમણે પિંડદાનની બધી જ વિધી રીતિ-રિવાજ સાથે કરી દીધેલ છે. જ્યારે ભગવાન રામને તેમના પર ભરોસો થયો નહીં, તો તેમણે જણાવ્યું હતું કે તમે આ ચારેય ને પુછી શકો છો. માતા સીતાને વિશ્વાસ હતો કે તેઓ ચારેય ભગવાન રામની સામે સત્ય કહેશે, પરંતુ તે ચારેય પોતાની વાતથી ફરી ગયા હતા અને દાનની વાતને ખોટી ગણાવી હતી.

ભગવાન રામની સામે આવ્યું સત્ય
તેવામાં માતાસીતા પર ભગવાન રામ ગુસ્સે થઈ ગયા હતા. ત્યારબાદ ભગવાન રામનાં ક્રોધથી બચવા માટે માતા સીતાએ રાજા દશરથની આત્માને સામે આવવાની વિનંતી શરૂ કરી હતી. થોડા સમય બાદ રાજા દશરથ પ્રગટ થયા અને તેમણે કહ્યું હતું કે તેમનું પિંડદાન સીતા માતા દ્વારા કરવામાં આવી ચુકેલ છે અને આ ચારેય ખોટું બોલી રહ્યા છે. ત્યારબાદ તે ચારેય પર ખોટું બોલવાને લીધે માતા સીતા ખુબ જ ક્રોધિત થઈ ગયા હતા અને તેમણે તેને શ્રાપ આપી દીધો હતો, જેને તેઓ આજે પણ ભોગવી રહ્યા છે.

ચારેય જીવોને મળ્યો છે આ શ્રાપ
જણાવી દઈએ કે માતા સીતાએ પંડિતને શ્રાપ આપતાં જણાવ્યું હતું કે, ભલે તને ગમે તેટલું ખાવા માટે ભોજન મળે, કોઈ રાજા-મહારાજા ભલે તને પોતાની બધી સંપત્તિ આપી દે પરંતુ તેમ છતાં પણ તું ગરીબ રહીશ. ત્યારબાદ માતા સીતાએ ફલ્ગુ નદી ને પાણી હોવા છતાં પણ સુકાયેલી રહેવાનો શ્રાપ આપ્યો હતો. ગાય ને દેશમાં સૌથી વધારે પવિત્ર માનવામાં આવે છે, તેને પણ માતા સીતાએ તેની પુજા થવા છતાં પણ આમતેમ ભટકવા અને એઠું ભોજન ખાવાનો શ્રાપ આપ્યો હતો. એટલું જ નહીં તેમણે કાગડાને એકલા ભુખ્યા રહેવા અને લડવા-ઝઘડવાનો શ્રાપ આપ્યો હતો. તે સમયે હતો અને આજનો સમય છે, આ ચારેય જીવ આજે પણ માતા સીતાનો શ્રાપ ભોગવી રહ્યા છે.