શું તમારા ઘરમાં પણ બિલાડી રસોડામાં આવીને દુધ પીવે છે, તો આ ખાસ વાંચજો, ખાસ ભવિષ્યવાણી સાથે છે સંબંધ

Posted by

બિલાડી દેખાવમાં ખુબ જ ક્યુટ હોય છે. ઘણા લોકો તેને ઘરે પાડવાનું પણ પસંદ કરે છે. વળી ગલીમાં પણ ઘણી વખત બિલાડી ફરતી ફરતી જોવા મળે છે. ઘણી વખતે બિલાડી આપણો રસ્તો પણ કાપી લેતી હોય છે, તો ક્યારેક આપણા ઘરમાં ઘુસીને દુધ પી જાય છે. આ પ્રકારની ચીજોને લઈને સમાજમાં ઘણા પ્રકારની માન્યતા છે. બિલાડીની કઈ ચીજને શુભ માનવામાં આવે છે તો કઈ ચીજને અશુભ તેના વિશે જાણીએ તથા જ્યોતિષશાસ્ત્રમાં બિલાડીને રાહુ ની સવારી પણ કહેવામાં આવે છે. તેવામાં આજે અમે તમને બિલાડીઓ સાથે જોડાયેલા અમુક માન્યતાઓ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાંચી લીધા બાદ તમારી બિલાડી ને લઈને શંકા-કુશંકા દુર થઈ જશે.

 

બિલાડી રસ્તો કાપે તો તે અશુભ હોય છે, આ વાત આપણે બધા જાણીએ છીએ. પરંતુ હકીકત એવી છે કે દર વખતે બિલાડી રસ્તો કાપે તો તે અશુભ હોતું નથી. જેમ કે જો બિલાડી ડાબી તરફથી રસ્તો કાપી ને જમણી તરફ જઈ રહી હોય તો તેને અપશુકન માનવામાં આવે છે. બાકી અન્ય દિશામાંથી બિલાડીનું અવર-જવર કરવું અપશુકન માનવામાં આવતું નથી.

 

બિલાડી જો રસ્તો કાપે તો ગભરાવવાની બિલકુલ જરૂરિયાત નથી. તમારે બસ થોડા સમય માટે ત્યાં રોકાઈ જવું જોઈએ. હાથ જોડીને પોતાના ભગવાનને યાદ કરો અને ત્યારબાદ રસ્તો પાર કરી લો. આવું કરવાથી બિલાડીનું અપશુકન ખતમ થઇ જાય છે. ત્યારબાદ તમે જે કામ માટે જઈ રહ્યા છો તેમાં કોઇ અડચણ આવશે નહીં. સાથોસાથ તમારી યાત્રા પણ સુરક્ષિત રહેશે.

 

ઘણી વખત બિલાડી રસોડામાં આવીને દુધ પી જાય છે, તેનાથી લોકો નારાજ થઈ જાય છે. પરંતુ તેનાથી તમારે ખુશ થવું જોઈએ. બિલાડી નું દુધ પીવું એક સારો સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તમારા ઘરની આર્થિક સ્થિતિ સુધરવાની છે. ઘરમાં પૈસાની આવક વધવાની છે અને ધન સાથે જોડાયેલી સમસ્યા ખતમ થવાની છે.

 

દિવાળીની રાત્રે જો બિલાડી તમારા ઘરમાં આવે તો તે ખુબ જ શુભ માનવામાં આવે છે. બિલાડીનું આવવું માં લક્ષ્મીનાં આશીર્વાદ ના રૂપમાં જોવામાં આવે છે. દિવાળી પર બિલાડી ઘરમાં આવે તો અચાનક ધનલાભ થાય છે. વળી જો બિલાડી ઘરમાં બાળકોને જન્મ આપે છે તો તે પણ શુભ સંકેત માનવામાં આવે છે. તેનો મતલબ છે કે તમારા ઘરમાં ખુશીઓ આવવાની છે.

 

ઘણા લોકો ઘરમાં બિલાડી પાડે છે તેને પાળવી પણ શુભ હોય છે. ખાસ કરીને જે લોકોની કુંડળીમાં રાહુ ગ્રહ કમજોર હોય છે, તેમણે બિલાડી જરૂરથી પાળવી જોઈએ. તેનાથી આગ્રહનો દોષ પ્રભાવ ખતમ થઇ જાય છે. જો કંઈક ખરાબ થવાનું હોય તો બિલાડી તેને પોતાની ઉપર લઈ લેતી હોય છે. તેનું કારણ છે કે બિલાડીને રાહુ ની સવારી પણ માનવામાં આવે છે.

 

જો બિલાડી તમારા ઘરની આસપાસ લડતી હોય તો તે શુભ સંકેત માનવામાં આવતો નથી. તેનો મતલબ છે કે તમારા ઘરમાં પૈસા સાથે જોડાયેલી કોઇ સમસ્યા આવવાની છે. કોઈ મોટો ધન ખર્ચ થઈ શકે છે. તેવામાં તમારે ફુંકી-ફુંકીને પોતાના પગલા રાખવા જોઈએ.

 

બિલાડીની છીંક ને સાંભળવી ખુબ જ શુભ માનવામાં આવે છે. જો તમે કોઈ ખાસ કામ કરવા માટે જઈ રહ્યા છો અને બિલાડીની છીંક સાંભળવા મળે તો તમારું કાર્ય જરૂર પુર્ણ થાય છે. બિલાડી ની છીંક ને સૌભાગ્ય સાથે જોડીને જોવામાં આવે છે. આવી જ રીતે બિલાડી પંજા થી મોઢું સાફ કરતી જોવા મળે તો તેનો મતલબ છે કે ઘરમાં મહેમાન આવવાના છે.