શું તમારા ઘરમાં પણ દોડતા ૭ ઘોડાની તસ્વીર છે. તો જનો તેની સાથે જોડાયેલા જરૂરી નિયમ, જાણો આ તસ્વીરને લગાવવાની શુભ દિશા અને શુભ રંગ

Posted by

વાસ્તુશાસ્ત્ર જીવનમાં સુખ સમૃદ્ધિ લાવવા માટે ઘણા પ્રકારના ઉપાય જણાવે છે. તેમાંથી એક ઉપાય છે પેઇન્ટિંગ સાથે જોડાયેલ. મોટાભાગના લોકોને પોતાના ઘરમાં અલગ અલગ પ્રકારની તસ્વીરો લગાવવાનો શોખ હોય છે. આ તસ્વીરો ઘરની દીવાલો ની સુંદરતા વધારે છે. સાથે સાથે તમારા જીવનમાં ખુશહાલી લાવવાનું કામ કરે છે. વાસ્તુ શાસ્ત્ર અનુસાર ઘરમાં ૭ દોડતા ઘોડા ની તસ્વીર લગાવવી ખુબ જ શુભ માનવામાં આવે છે. પરંતુ આ તસ્વીર સાથે જોડાયેલા અમુક નિયમ છે, જેને જાણવા તમારા માટે ખુબ જ જરૂરી છે. નહીં તો આ તસ્વીર થી જોડાયેલ લાભ તમને પ્રાપ્ત થઈ શકતો નથી.

 

આ તસ્વીરને ઘર અથવા ઓફિસ માં લગાવાથી પ્રગતિ નાં રસ્તા ખુલી જાય છે. દરેક કામમાં સફળતા મળે છે. સાથોસાથ પ્રગતિના માર્ગમાં કોઈપણ અડચણ આવતી નથી. આ તસ્વીર થી સકારાત્મક ઉર્જા ઉત્પન થાય છે.

 

આ તસ્વીરને ઘરમાં કોઇપણ પુર્વ દિશાની દીવાલ ઉપર લગાવી શકો છો. પરંતુ ઘરના મુખ્ય હોલમાં દક્ષિણ દિશાની દીવાલ પર લગાવી તેને સૌથી શુભ માનવામાં આવે છે. પરંતુ તે વાતનું ધ્યાન રાખો કે ઘોડાનું મુખ ઘરની અંદરની તરફ રહેલું હોય.

 

આ પ્રકારની તસ્વીર ખરીદતા સમયે તે વાતનું ધ્યાન રાખો કે ઘોડા નો ચહેરો પ્રસન્નચિત્ત મુદ્રામાં હોવો જોઈએ. આક્રોશ વાળી મુદ્રામાં ન હોય તે ખાસ ધ્યાન રાખવું.

 

વેપારીઓ આ પ્રકારની તસ્વીર ને પોતાની ઓફિસની કેબિનમાં લગાવે. આ તસ્વીરને કાર્યક્ષેત્રમાં લગાવવાથી વેપારમાં પ્રગતિ થવા લાગે છે. કાર્યસ્થળમાં દોડતા ઘોડા ની તસ્વીરને પુર્વ દિશામાં લગાવવી જોઈએ.

 

તે વાતનું પણ ધ્યાન રાખો કે ઘોડા ની તસ્વીર તુટેલી ન હોય અને ક્યારેય પણ એકલા ઘોડાની તસ્વીર લગાવવી નહીં. એકલા ઘોડાની તસ્વીર લગાવવાથી નકારાત્મક ઉર્જા આવે છે. સાથોસાથ ઘોડા નાં ગળામાં લગામ લગાવેલી હોવી જોઈએ નહીં.

 

ઘરમાં દોડતા ઘોડા ની તસ્વીર કોઈ લડાઈ કરતા ઘોડાની ન હોય. સાથોસાથ રથને ખેંચી રહેલ આ ઘોડાની તસ્વીર પણ લગાવવી જોઈએ નહીં. ૭ ઘોડાની સિમ્પલ તસ્વીર લગાવવી જોઈએ.

 

સફેદ રંગનાં ઘોડાની તસ્વીર લગાવવી સૌથી શુભ માનવામાં આવે છે. સાથે સાથે તે વાતનું પણ ધ્યાન રાખો કે પ્રત્યેક ઘોડા યોગ્ય રીતે દેખાઈ રહ્યા હોય.