શું તમારા માં પણ છે આ 8 આદતો તો સમજી જજો શનિદેવ એ તમારો બેડો પર કરી નાખીયો છે દરેક દુઃખ-તકલીફો નું સમાધાન થઇ જવાનું છે

Posted by

શનિદેવ ન્યાયના દેવતા છે. જો તમારામાં આ બાવીસ ટેવો છે. તો માનીને ચાલો કે શનિદેવ તમને ક્યારેય પરેશાન નહીં કરે. ઊલટાનું તમારા પર તેની કૃપા દ્રષ્ટિ કાયમ રહેવાની છે. દરેક સંકટ મા તે તમારા સાથી બનીને માર્ગ દેખાડશે. જાણો તે આદતો કઈ છે.

 

નખ કાપતા રહો

જે લોકો રોજ પોતાના નખ કાપે છે અને તેને સાફ પણ રાખે છે, શનિ એવું કરવાવાળા લોકોનું હંમેશા ધ્યાન રાખે છે. એટલે અચાનક જો તમે તમારા નખ કાપવા માં આળસ કરો અથવા તમારા નખ ગંદા રહેવા લાગે તો સમજવું કે તમારે શનિ દશા સુધારવા માટે ઉપાય કરવા જોઈએ. નખ કાપવાની ટેવ ને ક્યારેય ન બદલો.

 

દાન કરતા રહો

જો તમારું દિલ ગરીબો, જરૂરિયાતમંદ ને જોઈને પીગળી જાય છે. અને દરેક તહેવાર પર ગરીબ જરૂરિયાતમંદ ની તમે મદદ કરો છો. તો સમજવું શનિદેવની તમારા પર વિશેષ કૃપા છે. જો તમે ગરીબોને કાળા ચણા, કાળા તલ, અડદની દાળ અને કપડાનું સાચા મનથી દાન કરો છો. તો આશ્વસ્ત રહો કે શનિદેવ તમારું હંમેશા કલ્યાણ કરશે.

 

છત્રીની ભેટ અને કૂતરાને રોટલી

તડકાથી તથા વરસાદથી બચવા માટે છત્રીનું દાન કરવા વાળા લોકો પર શનિદેવની છત્રછાયા હંમેશા બની રહે છે. અત્યાર સુધી આ ટેવ ન હતી તો તેને તરત તમારી સારી આદતો માં સામેલ કરો. કુતરાની સેવા કરવા વાળા લોકો પર ભગવાન શનિ હંમેશા પ્રસન્ન રહે છે. કુતરાને રોટલી આપવા વાળા અને તેને ક્યારેય ન ડરાવવા વાળા લોકોના દરેક કષ્ટ શનિદેવ દૂર કરે છે. જો તમે પણ કૂતરાને પ્રેમ કરો છો તો જીવનમાં શનિ કોપથી સદાય બચી રહેશો.

 

શનિવારનો ઉપવાસ

શનિવાર નો ઉપવાસ રાખીને પોતાના ભાગનું ભોજન ગરીબોને આપવાની ટેવ છે તો સમજવું શનિની કૃપાથી અન્ના ભંડાર તમારા માટે હંમેશા ખુલ્લા રહેશે.આવી રીતે વ્યક્તિ જો જીવનભર આ નિયમનું પાલન કરે તો તેને ક્યારેય ધન સંપત્તિની અછત થતી નથી.

 

મદદ કરવી

જે સફાઈ કર્મીઓનું સન્માન કરે છે અને તેની આર્થિક મદદ કરે છે, શનિદેવ તેનો સાથ ક્યારેય નથી છોડતા. આ ટેવને ક્યારેય ન બદલો, ભાગ્યશાળી બનવાનો રસ્તો આ ટેવ ખોલશે. શનિદેવ આ ટેવ થી અત્યંત પ્રસન્ન રહે છે. જે લોકો જરૂરિયાત મંદ, પરેશાન અને મહેનતુ લોકોની યથાશક્તિ મદદ કરે છે, તે શનિદેવને ખૂબ જ પસંદ છે. શનિદેવ તેમના બધા જ કષ્ટ હરી લે છે. એટલે મદદ કરવાની તમારી ટેવ ને સદાય બની રહેવા દો.

 

માન સમાન આપવું

વૃદ્ધ માતા-પિતા તથા સ્ત્રીઓને માં સમાન માનીને તેઓનું સન્માન કરવા વાળા લોકોની શનિદેવ હંમેશા સહાયતા કરે છે. આ ઉપરાંત વૃક્ષારોપણ તથા વૃક્ષો નું પૂજન અને શનિ ભગવાનને ખુશ કરવા માટે ખૂબ જ જરૂરી છે. જે લોકો પીપળા અને વડની પૂજા કરે છે. તેના પર શનિ પોતાની કૃપા બનાવી રાખે છે.

 

ભગવાન શિવ અને હનુમાનજીની પૂજા

ભગવાન શિવની પૂજા શનિને પ્રસન્ન કરે છે. રોજ શિવલિંગ પર જળ ચડાવી અને પૂજા અર્ચના કરવા વાળા લોકોનું શનિ હંમેશા ધ્યાન રાખે છે. જેઓના ઇષ્ટદેવ હનુમાન હોય છે. અથવા જે હનુમાનને ઇષ્ટદેવ બનાવે છે. શનિદેવ તેના રક્ષક બની ને સદાય તેની રક્ષા કરે છે.

 

પ્રામાણિકતાથી જીવન

એવા લોકો જે કોઈને નુકસાન પહોંચાડ્યા વગર, સાચા અને ધર્મ ના રસ્તા પર ચાલીને ધન કમાય છે તેને શનિ અપાર લક્ષ્મીનું વરદાન આપે છે. જે લોકો વ્યાજખોરી કરે છે, તેનાથી શનિ રિસાઈ જાય છે. વ્યાજખોરી થી બચવા વાળા લોકોની શનિ હંમેશા સહાયતા કરે છે.