શું તમારૂ ઘર હમેશા તકલીફો થી ભરેલું હોઈ છે તો તમારે પણ કપૂર નો આ ઉપાય જરૂર થી કરવો જોઈએ, એટલુ ધન આવશે કે દરેક સમસ્યા નું નિવારણ મળી જશે.

Posted by

ઘરનાં યોગ્ય વાસ્તુથી પરિવારનાં સદસ્યોનાં ભાગ્યમાં વૃદ્ધિ થાય છે. જો વાસ્તુમાં દોષ હોય તો ઘરના બધા લોકોએ દુર્ભાગ્યનો સામનો કરવો પડે છે. વાસ્તુ દોષ હોવાને કારણે ઘરમાં ધન-ધાન્ય ની કમી રહે છે, કાર્યોમાં પરેશાની આવે છે, સફળતામાં અડચણ ઊભી થાય છે અને પરિવારનાં સદસ્યોની વચ્ચે ઝઘડા પણ થવા લાગે છે. જો કે કોઈ દોષ છે તો તેનું સમાધાન પણ રહેલું હોય છે. તેવામાં આજે અમે તમને વાસ્તુદોષ દૂર કરવા માટે અમુક ઘરેલુ ઉપાયો વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ આર્ટિકલમાં અમે તમને કપુર થી વાસ્તુદોષ દૂર કરવાના અમુક કારગર ઉપાય વિશે જણાવવાના છીએ. તો ચાલો જાણીએ કે તે ઉપાય કયા કયા છે.

કપુરનાં આ ઉપાયોથી દૂર થશે વાસ્તુદોષ

દરેક ઘરમાં મળી આવતું કપુર ખૂબ જ લાભદાયી છે. તેનાથી ઘરનું વાતાવરણ પણ શુદ્ધ થાય છે સાથોસાથ તેનાથી વાસ્તુ દોષ પણ દૂર થાય છે. કપુરનાં પ્રયોગથી વાસ્તુદોષ ખતમ થાય છે અને ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર થવા લાગે છે.

જો તમે ઇચ્છો છો કે તમારા ઘરમાં નકારાત્મક ઉર્જા ખતમ થઈ જાય અને સુખ-સમૃદ્ધિ ફેલાઈ તો તમારે દરરોજ સવારે અને સાંજનાં સમયે જરૂરથી કપુર પ્રગટાવવું જોઈએ. ધ્યાન રાખવું કે કપુરને પ્રગટાવતા પહેલા તેને દેશી ઘીમાં ડુબાડી દેવું. ત્યારબાદ તેને પ્રગટાવીને તેની સુગંધને આખા ઘરમાં ફેલાવવી. માનવામાં આવે છે કે તેનાથી હવામાં રહેલા બેક્ટેરિયાને ખતમ થઇ જાય છે અને ઘરમાં જે જગ્યાએ પણ નેગેટિવ એનર્જી હોય છે, તે સંપૂર્ણ રીતે નષ્ટ થઈ જાય છે. એટલું જ નહીં જો તમારા ઘરમાં કોઈ સદસ્ય અને ખરાબ સપના આવતા હોય તો આ ઉપાયથી ખરાબ સપના ઊનમાંથી પણ છુટકારો મળી જાય છે.

જો તમારા ઘરના કોઈ સ્થાનમાં વાસ્તુ દોષ છે, તો તે સ્થાન પર કપુરની ગોટી રાખીને તેને પ્રગટાવો. જ્યારે તે સમાપ્ત થઈ જાય તો ફરીથી બે ગોટી રાખી દો. આ કાર્યને વારંવાર પુનરાવર્તન કરતા રહો. માનવામાં આવે છે કે આવું કરવાથી ઘરના તે સ્થાનમાં રહેલ વાસ્તુદોષ જાતે જ સમાપ્ત થઈ જાય છે.

સ્નાન કરતાં પહેલાં પાણીમાં કપુરનાં તેલનાં અમુક ટીપાં નાખી દો. તેનાથી તમારા શરીરમાં એક નવી ચુસ્તી અને સ્ફૂર્તિ આવી જશે. સાથોસાથ તમારું ભાગ્ય પર ચમકવા લાગશે અને અટવાયેલા કાર્ય પણ પૂર્ણ થઈ જશે. કપુરનાં તેલનાં ટીપાંની સાથે જો ચમેલીનાં તેલને ઉમેરવામાં આવે તો વધારે ફાયદો પહોંચાડે છે. તેનાથી રાહુ, કેતુ અને શનિનાં દોષ પણ દૂર થાય છે. ધ્યાન રાખવું કે આ ઉપાય ફક્ત શનિવારનાં દિવસે કરવો.

જો તમે આર્થિક તંગીથી પરેશાન છો અને ઘર માંથી આ સમસ્યાને દૂર કરવા માંગો છો તો કપુરનો આ ઉપાય ખૂબ જ લાભકારી સાબિત થશે. તેના માટે તમારે રાતના સમયે રસોઈ ખતમ થયા બાદ રસોઇ ઘરને યોગ્ય રીતે સાફ કરી લેવું અને ત્યારબાદ ચાંદીની કટોરીમાં લવિંગ અને કપુર પ્રગટાવો. તે ખૂબ જ લાભકારી ઉપાય છે. આ ઉપાયને જો તમે દરરોજ કરશો તો તમારા ઘરમાં લક્ષ્મીનો નિવાસ રહેશે અને તમારા ઘરમાં ક્યારેય પણ પૈસાની કમી થશે નહીં.