શુ તમે પણ રાત્રે સપનું જોયા પછી બીજા દિવશે ફેમલી કે મિત્રો સાથે શેર કરી નાખો છો,તો આજે જ બંધ કરી નાખી જો, નહીતો મોટી મુસીબત નો સામનો કરવો પડશે

Posted by

નાના હોય કે મોટા, કદાચ જ કોઈ એવુ માણસ હશે જેને સપનુ ના આવ્યું હોય. સ્વપ્ન શાસ્ત્રમાં સપનાને લઇને ઘણી જાણકારી આપવામાં આવી છે. જે મુજબ દરેક સપનાનો કોઈને કોઈ અર્થ અવશ્ય થાય છે.

  • ભૂલથી પણ આ સપનાને કોઈની સાથે શેર ન કરશો
  • સ્વપ્ન શાસ્ત્રમાં સપનાને લઇને અપાઈ છે જાણકારી
  • સપનામાં જો ભગવાન જોવા મળે તો શું થશે તેનો અર્થ

 

આવા સપના કોઈની સાથે શેર ના કરશો

અમુક સપના યાદ રહે છે તો અમુક ભૂલી જવાય છે. કેટલાંક સપના સારા હોય છે તો કેટલાક ડરામણા હોય છે. જે પણ સપના યાદ રહે છે તે અજીબ હોય છે. એવા સપનાને આપણે બીજા દિવસે સંબંધીઓ અથવા મિત્રોની સાથે શેર કરીએ છીએ. આજે અમુક એવા સપના વિશે જણાવીશુ, જેને ક્યારેય પણ શેર ન કરવા જોઈએ.

 

સપનામાં ભગવાન દેખાય તો કોઈની સાથે શેર ન કરતા

ભગવાન હંમેશા સકારાત્મકતા લઇને આવે છે, પછી તમે કોઈ મંદિરમાં દર્શન કરવા જાઓ અથવા ઘરમાં પૂજા-પાઠ કરો. સપનામાં જો ભગવાન જોવા મળે તો તેનો અર્થ થાય છે કે શુભ સમાચાર મળવાના છે. સપનામાં ભગવાન દેખાય તો આ વાત કોઈની સાથે શેર ના કરતા, નહીંતર મુશ્કેલીમાં પડી શકો છો.

 

સપનામાં મોત થયુ છે, આ વાત બિલ્કુલ શેર ના કરશો

સપનામાં ફળના બગીચા દેખાવાનો અર્થ થાય છે કે ટૂંક સમયમાં કોઈ મોટી ખુશખબરી મળી શકે છે. આવુ સપનુ આર્થિક નફો થશે તેવો સંકેત આપે છે. જો કે, આવુ સપનુ દેખાય તો કોઈની સાથે શેર ન કરશો. નહીંતર તેનો પ્રભાવ પૂરો થાય છે. ઘણી વખત સપનામાં જોયુ હશે કે તમારું મોત થયુ છે. આવુ સપનુ આવતા કોઈને કહેશો નહીં. આવુ સપનુ બીજાને બતાવવાથી બીજાની નજર લાગી જાય છે અને ઘરમાં નિરાશાનો માહોલ ઉત્પન્ન થાય છે.

 

સપનામાં ચાંદીથી ભરેલો કળશ દેખાયો છે

સપનામાં ચાંદીથી ભરેલો કળશ દેખાવો ખૂબ શુભ માનવામાં આવે છે. આ રીતનુ સપનુ આગામી શુભ દિવસો અંગે સંકેત આપે છે. એટલેકે જીવનની મુશ્કેલીઓમાંથી મુક્તિ મળવાની છે. આવુ સપનુ આવે તો કોઈને ના કહેશો.