શું તમે પણ પણ રોજ સ્નાન નથી કરતા, તો પાપ કરી રહયા છો ગરુડ પુરાણમાં સ્વયં બ્રહ્માજીએ કહ્યું છે કે દરરોજ સ્નાન ન કરનાર વ્યક્તિએ ભોગવવી પડે છે ભયાનક સજા

Posted by

આજનાં સમયમાં સ્નાન તો બધા લોકો કરે છે. સ્નાન કર્યા વગર કોઈ પણ પોતાના કાર્ય પર જતું નથી. તેમ છતાં પણ આજના સમયમાં અમુક લોકો એવા હોય છે, જે ક્યારેક ક્યારેક જ સ્નાન કરતા હોય છે. આવા વ્યક્તિઓ માટે ધર્મ શાસ્ત્રો અને પુરાણોમાં શું કહેવામાં આવ્યું છે આજે તેના વિશે અમે તમને જણાવીશું. સ્નાન સાથે જોડાયેલ રહસ્ય વિશે જે હિન્દુ ધર્મ શાસ્ત્રો તથા પુરાણોમાં કહેવામાં આવ્યું છે, તેમાં જણાવવામાં આવ્યું છે કે મનુષ્યએ ક્યારે સ્નાન કરવું જોઈએ અને કયા સમયે સ્નાન ન કરવું જોઈએ. સાથોસાથ હિંદુ ધર્મ પુરાણોમાં સ્નાનના ઘણા પ્રકાર પણ જણાવવામાં આવે છે.

 

વિશે બ્રહ્માજીએ જણાવેલ છે. ગરુડ પુરાણ અનુસાર દરરોજ સ્નાન ન કરનાર વ્યક્તિ પાપની શ્રેણીમાં આવે છે. બ્રહ્માજી દ્વારા કહેવામાં આવેલ આ વાક્ય અનુસાર દરરોજ સ્નાન કરવું મનુષ્યનો ધર્મ માનવામાં આવે છે. ગરુડ પુરાણમાં બ્રહ્માજીએ કહ્યું છે કે રાતે સુખપુર્વક સુતેલા વ્યક્તિના મુખમાંથી લાળ તથા અપવિત્ર મળ પડે છે, એટલા માટે સવારે ઊઠીને ધાર્મિક કાર્ય કરતા પહેલા સ્નાન કરીને આ પવિત્રતાને ધોવી અતિ આવશ્યક હોય છે.

 

ગરુડ પુરાણમાં બ્રહ્માજી કહે છે કે સ્નાન કર્યા વગર ધાર્મિક કાર્ય કરવાથી કોઈ ફળ મળતું નથી. તેનાથી વિપરીત ગરુડ પુરાણમાં સ્નાન કર્યા વગર વ્યક્તિ જો નવા દિવસની શરૂઆત કરે છે તો તે વ્યક્તિને પાપી માનવામાં આવે છે. સ્નાન કર્યા વગરનાં વ્યક્તિની આસપાસ અનિષ્ટકારી ક્તિઓ હોય છે. નકારાત્મક શક્તિઓને રહેવા માટે પણ કોઇ સ્થાન જોઈએ છીએ અને નકારાત્મક શક્તિઓ ત્યાં રહે છે જ્યાં અપવિત્રતાનો વાસ હોય છે. એટલા માટે ગરૂડ પુરાણમાં કહેવામાં આવ્યું છે કે જે વ્યક્તિ દરરોજ સ્નાન નથી કરતો તે વ્યક્તિ ખરાબ તાકતો ને પોતાની તરફ આકર્ષિત કરી લેતો હોય છે.

 

ગરુડ પુરાણમાં અલક્ષ્મી, કાલકરણી, કલેશ, દ્વેષ અને ત્રુટીઓ જેવી તાકાતોને અનિષ્ટકારી શક્તિઓ કહેવામાં આવે છે. આ અનિષ્ટકારી શક્તિઓમાં કાલકરણી કાર્યોમાં વિઘ્ન ઉત્પન્ન કરવાવાળી શક્તિ છે. એટલે કે જે વ્યક્તિ દરરોજ સ્નાન કરતા નથી તેના દરેક કાર્યમાં આવવાની સંભાવના રહે છે. કારણ કે તે વ્યક્તિ કાલકરણી ને પોતાની તરફ આકર્ષિત કરે છે.

 

વળી આ શક્તિઓમાં અલક્ષ્મી નો ઉલ્લેખ કરવામાં આવેલ છે. જાણકારી અનુસાર અલક્ષ્મી માતા લક્ષ્મીની બહેન છે. પરંતુ માતા લક્ષ્મીની વિપરીત અલક્ષ્મી નિર્ધનતા ની દેવી છે. એટલે કે દરરોજ સ્નાન ન કરનાર વ્યક્તિ ક્યારેય પણ ધનવાન બની શકતો નથી. સ્નાન ન કરનાર વ્યક્તિના કાર્યમાં હંમેશા ત્રુટિઓ રહી જાય છે, જેના કારણે તેને હંમેશા અસફળતા પ્રાપ્ત થાય છે અને તે વ્યક્તિ યશની પ્રાપ્તિ ક્યારેય પણ કરી શકતો નથી.

 

ગરુડ પુરાણમાં બ્રહ્માજી કહે છે કે સ્નાન ન કરનાર વ્યક્તિ પોતાના અંગત જીવનમાં પણ કલેશ થી ઘેરાયેલો રહ્યો છે. સ્નાન કરવું કેટલું આવશ્યક છે તે સમજાવીને બ્રહ્માજીએ કહ્યું છે કે સ્નાન કરવાથી ખરાબ સ્વપ્ન તથા ખરાબ વિચાર થી કરવામાં આવતા પાપ પણ ધોવાઇ જાય છે અને વ્યક્તિ પોતાના દિવસની શરૂઆત પોતાના આ પાપમાંથી મુક્તિ મેળવી ને કરી શકે છે.