શુ તમે પણ ગુરુવારે આ 5 કામ કરો છો તો બંધ કરી દેજો નહીં તો બરબાદ થઈ જશો

Posted by

ગુરુવારનો દિવસ બૃહસ્પતિ ગ્રહ અને ભગવાન વિષ્ણુ નો દિવસ માનવામાં આવે છે. આ દિવસે ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે સાથે સાથે જીવનમાંથી બધી જ તકલીફો દૂર થઈ જાય છે. ગુરુવારના દિવસે શું કરવું અને શું ના કરવું તેનો ઉલ્લેખ લાલ કિતાબમાં વિસ્તારથી કરેલો છે. લાલ કિતાબ મુજબ જો ગુરુવારે નીચે બતાવેલ કોઈ કામ કરવામાં આવે તો તેનું ભાગ્ય અંધકારમય બની જાય છે અને જીવનમાં ઘેરા સંકટના વાદળો છવાઇ જાય છે. એટલા માટે ગુરુવારના દિવસે નીચે દર્શાવેલી ભૂલો કરવાથી બચવું જોઈએ.

નખ ના કાપવા જોઈએ

લાલ કિતાબમાં ગુરુવારના દિવસે નખ ન કાપવાની સલાહ આપવામાં આવી છે. લાલ કિતાબ મુજબ જે કોઈ પણ વ્યક્તિ ગુરુવારના દિવસે નખ કાપે છે તેના સ્વાસ્થ્ય પર ખૂબ જ ખરાબ અસર પડે છે અને પરિવારમાં હંમેશા દુઃખનું વાતાવરણ રહે છે. માટે ગુરૂવારના દિવસે નખ કાપવા થી બચવું જોઈએ.

વાળ ના કાપવા

નખ ની જેમ જ ગુરુવારના દિવસે વાળ કાપવા ની ઘટના પણ અશુભ માનવામાં આવે છે. ગુરુવારના દિવસે વાળ કાપવા થી સંપત્તિની ખોટ જાય છે અને ઘરમાં લક્ષ્મીનો વાસ થતો નથી. માટે ગુરૂવારના દિવસે વાળ કાપવાથી અને દાઢી કરવાથી બચવું જોઈએ. માત્ર એટલું જ નહીં આવું કરવાથી બૃહસ્પતિ ગ્રહ પણ નબળો પડે છે. આ ગ્રહ નબળો પડવાથી ઘણી બધી મુસીબતો આવવાની શરૂઆત થાય છે.

વાળ ના ધોવા

મહિલાઓને ગુરુવારના દિવસે વાળ ના ધોવા જોઈએ. એવું માનવામાં આવે છે કે જે મહિલા ગુરુવારના દિવસે વાળ ધોવે છે તેના ઘરના સદસ્યોની મૃત્યુ વહેલી થાય છે અને તેના પર નિયંત્રણ પણ વહેલું પૂરું થાય છે. એટલા માટે ગુરુવારે મહિલાઓએ વાળ ના ધોવા જોઈએ તેમજ કપડાં પણ ના ધોવા જોઈએ.

પોતા ના કરવા

ગુરુવારે ઘરે પોતા ના કરવા જોઈએ. લાલ કિતાબ મુજબ જો પોતા કરવામાં આવે તો લક્ષ્મીજી નાખુશ થાય છે અને ઘરમાં પૈસાની અછત પેદા થાય છે. આ ઉપરાંત આવું કરવાથી ઘરના લોકોના સ્વાસ્થ્ય પર પણ ખરાબ અસર પડે છે.

કેળા ના ખાવા

લાલ કિતાબ મુજબ આ દિવસે કેળા પણ ગ્રહણ ના કરવા જોઇએ. આ દિવસે કેળા લેવાથી બૃહસ્પતિ ગ્રહ નબળો પડવા લાગે છે. હકીકતે કેળા નું વૃક્ષ બૃહસ્પતિ ગ્રહથી જોડાયેલું છે. એટલા માટે ગુરુવારના દિવસે કેળાના વૃક્ષની પૂજા કરવામાં આવે છે.

હળદરના પાણીથી કરવું જોઇએ સ્નાન

બૃહસ્પતિ ગ્રહ ને સક્ષમ બનાવવા માટે ગુરુવારના દિવસે હળદરના પાણીથી નહાવું ઉત્તમ ગણવામાં આવે છે. નહાવાના પાણીમાં બસ માત્ર અડધી ચમચી હળદર ઉમેરી અને તે પાણીથી સ્નાન કરવું જોઈએ. ત્યારબાદ સ્નાન કર્યા પછી હળદરથી તિલક પણ કરવું જોઈએ. જો થઈ શકે તો આ દિવસે માત્ર મીઠું ભોજન જ લેવું તેમજ ભોજન માં હળદર નો આગ્રહ રાખવો.

વિષ્ણુજી ના નામનો જપ કરવો

વિષ્ણુ ભગવાનને પ્રસન્ન કરવા માટે ગુરુવારનો દિવસ સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. માટે આ દિવસે સવારે સ્નાન કરી વિષ્ણુજીની પૂજા કરી અને ત્યારબાદ તેમના નામનું સ્મરણ કરવું જોઈએ. આવું કરવાથી વિષ્ણુજીની કૃપા દ્રષ્ટિ હંમેશા બની રહે છે.