શું તમેં પણ ઉપર થી નીચે પડવાના સપના આવે છે, જાણો તેનો મતલાભ શુભ થાય છે શુભ માનવામાં આવે છે કે અશુભ

Posted by

સપનું જોવું એક સામાન્ય વાત છે. આપણે બધા ઊંઘમાં અવારનવાર સપના જોતા હોઈએ છીએ. સ્વપ્ન શાસ્ત્રનું માનવામાં આવે તો આ સપના પણ પોતાનું એક અલગ મહત્વ ધરાવે છે. સપના ઘણા પ્રકારના હોય છે અને અમુક સપના આપણા ભુતકાળ અને વર્તમાનમાં ચાલી રહેલી ઘટનાઓ તરફ ઈશારો કરે છે, તો વળી અમુક સપના એવા પણ હોય છે જે આપણને ભવિષ્યમાં આવનારા સમય માટે સાવધાન કરે છે. સપનામાં ઘણી વખત આપણે પોતાને કોઈ એવી ગતિવિધિમાં લિપ્ત જોઈએ છીએ જેનો કોઈકને કંઈક જરૂર મતલબ થાય છે.

આપણે સપનામાં ક્યારેક ક્યારેક પોતાને ઊંચાઈ ઉપરથી પડતા જોઈએ છીએ. આપણને એવું લાગે છે કે આપણે કોઈ ઊંચાઈ વાળી જગ્યા ઉપરથી હકીકતમાં પડી જવાના છીએ. ઘણા લોકો સપનામાં કોઈ ઊંચી બિલ્ડીંગ અથવા પહાડ ઉપરથી પોતાને પડતા જુએ છે. હકીકતમાં આવા સપના પાછળનું કારણ હોઈ શકે છે કે ભવિષ્યમાં તમારે કોઈ પરેશાનીનો સામનો કરવો પડી શકે છે. જ્યોતિષશાસ્ત્ર અનુસાર આવા સપના નો મતલબ શું હોય છે, તેના વિશે આજે અમે તમને અહીંયા જણાવીશું.

સપનામાં ઊંચાઈ ઉપરથી પડવાનો મતલબ

જે સપનામાં તમે પોતાને ઊંચાઈ ઉપરથી પડતા જુઓ છો તેનો મતલબ છે કે તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ થવાની સંભાવના છે. આવા કોઈ પણ સપના નો અર્થ છે કે નજીકના ભવિષ્યમાં કોઈ મોટી પરેશાનીનો તમારે સામનો કરવો પડી શકે છે. આવા સપનાથી આર્થિક નુકસાની થવાની સાથો સાથ સ્વાસ્થ્યને નુકસાની થવાની પણ સંભાવના રહેલી હોય છે, એટલા માટે આવા સપના શુભ માનવામાં આવતા નથી.

સપનામાં છત ઉપરથી પડવાનો મતલબ

સપના શાસ્ત્ર અનુસાર જો સપનામાં તમે પોતાને છત ઉપરથી પડતા જુઓ છો તો તેનો મતલબ છે કે આવનારા સમયમાં શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. જેમકે ઘુંટણનો દુખાવો અથવા એડીમાં દુખાવાની પરેશાની ઉભી થઈ શકે છે.

સપનામાં લપસીને પડવાનો મતલબ

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો તમે સપનામાં પોતાને લપસીને પડતા જુઓ છો તો તેનો અર્થ છે કે તમને નજીકના ભવિષ્યમાં કોઈ પરિચિત અથવા સંબંધિત તરફથી દગો મળી શકે છે, એટલા માટે તમારે સાવધાન રહેવાની જરૂરિયાત છે.

સપનામાં બાળકને છત ઉપરથી પડતા જોવું

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો તમને સપનામાં કોઈ બાળક છત ઉપરથી પડતું જોવા મળે તો તેનો મતલબ છે કે આવનારા સમયમાં તમારે નાની મોટી શારીરિક પરેશાનીઓનો સામનો કરવો પડી શકે છે. સાથોસાથ ઘરના અન્ય સદસ્યોના સ્વાસ્થ્ય ઉપર પણ તમારે વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા છે.

ઊંચાઈ ઉપરથી પડવાના ડરનું સપનું

સ્વપ્નશાસ્ત્ર અનુસાર જો તમે પોતાના સપનામાં પોતાને ઊંચાઈ ઉપરથી પડવાથી ડરતા જુઓ છો તો તેનો મતલબ છે કે તમે પોતાની ભાવિ યોજનાઓને લઈને પરેશાન છો તથા તેને અમલમાં લાવવાથી ડરી રહ્યા છો. તેવામાં તમારે આત્મવિશ્વાસની ખુબ જ આવશ્યકતા છે.

આકાશ ઉપરથી પડતા જોવું

આકાશમાંથી નીચે પડતા હોય તેવું સપનો સંકેત આપે છે કે તમે હાલમાં જ થાકી ગયા છો અને સાથોસાથ તે વાતનો પણ સંકેત છે કે ભવિષ્યમાં તમે કોઈ દુર્ઘટનાનો શિકાર બની શકો છો. સામાન્ય રીતે આ પ્રકારના સપના માનસિક અને શારીરિક થાક અથવા તો ખરાબ સ્વાસ્થ્યનું કારણ બને છે. આવું કોઈ પણ સપનું આવવા પર તે વાતનું ધ્યાન રાખવું જોઈએ કે તમારી ઊંઘ પુરી થાય અને તમે માનસિક તણાવ માં ન રહો.