સિંહ સહીત અન્ય આ રાશીને ફળશે ચાલુ મહિનો, વરદાન બનશે આવનારી દિવાળી

Posted by

મેષ રાશિ

આ મહિનો તમારા માટે ઉત્તમ પરિણામ લઇને આવશે. ઘણી બધી બાબતોમાં તમને ફાયદો મળવાની સંભાવના રહેલી છે. કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો સારો રહેશે. અભ્યાસના ક્ષેત્રે તમને સારા પરિણામ મળશે. પારિવારિક જીવન સુખદ રહેશે. આર્થિક દૃષ્ટિએ કે આ મહિનો ફાયદાકારક સાબિત થવાનો છે. આ મહિને તમારુ આરોગ્ય સારો રહેવાથી તમારી ચિંતા દૂર થઇ શકે છે. આ મહિને તમને પદ ઉન્નતિ મળવાની સંભાવના દેખાઈ રહી છે. કામના સ્થળે બધા સાથે મિત્રતા ભર્યો વ્યવહાર બનાવી રાખવાથી લાભ મળશે. વિદેશમાં રહેતા પરિવારના લોકો તરફથી શુભ સમાચાર સાંભળવા મળશે.

કર્ક રાશિ

કારકિર્દીની દૃષ્ટિએ આ મહિનો તમારા માટે ઉત્તમ રહેશે. તમારી મહત્વકાંક્ષાઓ પૂરી કરવાનો સમય છે. અભ્યાસમાં એકાગ્રતા રાખવાથી તમારી ઈચ્છા મુજબના પરિણામ મળી શકે છે. કાર્યક્ષેત્રે ઉપરી અધિકારીઓ તમારા કામની પ્રશંસા કરશે. આ મહિને તમારુ પારિવારિક જીવન વ્યવસ્થિત ચાલતું રહેશે. પ્રેમ સંબંધોની દૃષ્ટિએ આ મહિનો ફાયદાકારક સાબિત થવાનો છે. આવકના નવા સાધનો મળી શકે છે. આરોગ્યની દૃષ્ટિએ આ મહિનો સારો રહેવાનો છે. જે લોકો કારકિર્દી આગળ વધારવા માટેના પ્રયત્ન કરી રહ્યા છે એ લોકોને એની ઈચ્છા મુજબના પરિણામ મળી શકે છે. તમારી મહેનત અને પરાક્રમથી તમે આવકના નવા સ્ત્રોત મેળવવામાં સફળ રહેશો. અચાનક જ કોઇ જગ્યાએથી ધન લાભ મળી શકે છે.

સિંહ રાશિ

આ મહિને જો તમે ધીરજથી કામ કરશો તો તમને કારકિર્દીમાં તમારી ઇચ્છા મુજબની સફળતા મળશે. અભ્યાસ બાબતે આ મહિનો સારો રહેશે. વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળી શકે છે. ઇમાનદારીથી તમે જે પણ પ્રયત્ન કરશો તેમાં તમને જરૂર સફળતા મળશે. પ્રેમી યુગલો માટે આ મહિનો આનંદ દાયક રહેશે. રોમાન્સ માટે સમય મેળવી શકશો. લગ્ન થઈ ગયેલા હોય એ જાતકોના સંબંધોમાં વધારે પ્રગાઢતા આવી શકે છે. તમે તમારા જીવનસાથી માટે કોઈ ભેટ ખરીદી શકો છો. તમારું આરોગ્ય સારું રહેવાથી તમે તમારા બધા કામ સમય પર પૂરા કરી શકશો. રચનાત્મક કામ કરવાની તમારી ઈચ્છા પ્રબળ રહેશે. તમારા પ્રિયજન સાથે ઘણો બધો સમય પસાર કરી શકશો.

તુલા રાશિ

કારકિર્દીની દ્રષ્ટિએ આ મહિનો તુલા રાશિના લોકો માટે નવી આશા અપાવનારો રહેશે. અભ્યાસમાં બધી વસ્તુઓ તમારા પક્ષમાં થતી દેખાઈ રહી છે. વિદ્યાર્થીઓના તેના ગુરુજનો સાથેના સંબંધો વધારે સારા બનશે. સામાજિક કાર્યોને લીધે તમારા માન સન્માનમાં વધારો થતો દેખાય રહ્યો છે. તમારા પ્રિયજન સાથે આનંદ દાયક સમય પસાર થશે. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. તમારો આરોગ્ય સારું રહેવાથી પરિવારના લોકોની ચિંતા ઓછી થશે. ઓછા પ્રયત્ને તમને સારી એવી સફળતા મળવાની સંભાવના રહેલી છે. કોર્ટ-કચેરીની કોઈ બાબત ચાલી રહેલી હોય તો તેનો ઉકેલ આવશે અને નિર્ણય તમારા પક્ષમાં આવશે. ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે, જેથી તમારા બધા કામ સરળતાથી પૂરા થતા જશે.

ધન રાશિ

ધન રાશિના જાતકો માટે આ મહિનો ખુશનુમા રહેશે. કારકિર્દીની બાબતે આ મહિનો ખૂબ જ સારો રહેવાનો છે. કારકિર્દીમાં તમને શુભ ફળ મળશે. અભ્યાસમાં આવી રહેલી અડચણો દૂર થશે. સંગીતનો અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કોઈ સારી સ્પર્ધામાં ભાગ લેવાનો ચાન્સ મળી શકે છે. પ્રેમી યુગલ માટે આ મહિને સારા સમાચાર મળવાની સંભાવના રહેલી છે. દામ્પત્ય જીવનની દ્રષ્ટિએ આ મહિનો ખૂબ જ સારો છે. આ મહિને આવકના નવા નવા સ્ત્રોતો તમારી સામે આવી શકે છે. કામકાજની દ્રષ્ટિએ પરિસ્થિતિ તમારા પક્ષમાં રહેશે. પતિ-પત્નીએ એકબીજા વચ્ચે સામંજસ્ય બનાવી રાખવું જેથી સંબંધોમાં મધુરતા વધે.

મકર રાશિ

આર્થિક દ્રષ્ટિની વાત કરીએ તો આ મહિનો મકર રાશિના લોકો માટે શુભ પરિણામ આપનારો સાબિત થશે. આવકના નવા નવા સ્ત્રોત મળતા રહેશે. પરિવારના લોકો તરફથી તમને ભરપૂર સહયોગ મળી શકે છે. વેપારમાં તમે કોઈ નવી ડીલ અથવા તો કરાર કરી શકો છો, જેને કારણે તમારી આવકમાં વધારો થઇ શકે છે. નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના પણ રહેલી છે. પ્રેમસંબંધો માટે આ મહિનો શુભ રહેવાનો છે. જે લોકો પોતાના પ્રેમની શોધ કરી રહ્યા છે તેને પોતાનો પ્રેમ મળી શકે છે. આ મહિને તમે તમારા મિત્રને આર્થિક મદદ કરી શકો છો. મહિનાના છેલ્લા ભાગમાં તમે પરિવારના લોકો સાથે લાંબા રૂટની યાત્રાનું આયોજન પણ કરી શકો છો.