સોમવાર સુધીનું રાશિફળ, આ રાશિ પ્રાપ્ત કરશે આનંદ અને ઉત્સવ, મનની મુરાદ થશે પૂરી

Posted by

વૃષભ રાશિ

આજે કોઈ પારિવારિક સભ્યની સફળતાને લીધે ઘરમાં ઉત્સવ જેવું વાતાવરણ રહેશે. થોડા રાજનૈતિક લોકો સાથેની મુલાકાતથી તમારી લોકપ્રિયતામાં વધારો થશે. રૂપિયા-પૈસાને લગતી લેવડ-દેવડ કરતા સમયે વધારે સાવધાની રાખવી. તમારી સાથે દગાબાજી પણ થઈ શકે છે. ઘરની કોઈ સમસ્યાનો ઉકેલવામાં વિવેક અને સમજદારીથી કામ લેવું. કોઈપણ નિર્ણય લેવામાં વધારે સમય બરબાદ ન કરવો. કાર્યસ્થળે લેવામાં આવેલ મહત્વનો નિર્ણય સારો સાબિત થઈ શકે છે.

કર્ક રાશિ

તમારી કાર્યપ્રણાલીને બીજા સામે જાહેર ન કરવી. આ સમયે તમારા વિરોધીઓથી તમારે સાવધાન રહેવાની જરૂર છે. ઘરની બાબતમાં દખલ કરવી નહીં. નાની-મોટી વાતોને અવગણવી જરૂરી છે, તેનાથી વ્યવસ્થાઓ ઉચિત બની રહેશે. પ્રેમીની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. આજે ગ્રહનું પરિભ્રમણ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. તમે તમારા વિવેક અને સમજદારી દ્વારા મહત્વપૂર્ણ સફળતા મેળવશો. કોઈ ધાર્મિક સ્થળે પણ તમને કોઈ ઉપાધિ મળવાની શક્યતા છે.

સિંહ રાશિ

તમારા નજીકના સંબંધીઓ સાથે થોડો સમય પસાર કરવો. તેનાથી તમારા સંબંધોમાં સુધારો આવશે. નકારાત્મક જૂની વાતોને હાવી થવા દેશો નહીં. બીજા લોકોની બાબતોને ઉકેલવાથી તમારા કોઈ મહત્વપૂર્ણ કામ અટકી શકે છે. કાર્યસ્થળે તમારા સહયોગીઓ સાથે કોઈપણ વાતે વિવાદમાં ઉતરવું નહિ. આ સમયે કાનૂની અથવા તો રોકાણ સાથે જોડાયેલી મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. નોકરીમાં સ્થાન પરિવર્તનની સ્થિતિ બની રહી છે.

કન્યા રાશિ

આજે ભાગ્યના સિતારાઓ બળવાન રહેશે અને તમારા અટકેલા કામને ગતિ મળશે. ઘરના વડીલોની સલાહ અને માર્ગદર્શન ઉપર ધ્યાન આપવું જરૂરી છે. વડીલોની સલાહ તેમજ આશીર્વાદ તમારા માટે વરદાનરૂપ સાબિત થશે. યોગ્ય સમયનો ભરપૂર સદુપયોગ કરવો. કોઈ નવા કામ કરવા અથવા તો રોકાણ કરતા પહેલા તેના વિશે સારી રીતે તપાસ કરી લેવી જરૂરી છે. કોઈની વાતોમાં આવીને કામ ન કરવા. પતિ-પત્નીના સંબંધો મધુરતા અને નજીકતા રહી શકે છે.

તુલા રાશિ

ભાવનાઓમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. પાછલા કેટલાક સમયથી કાર્યક્ષેત્રમાં જે મુશ્કેલીઓ ચાલી રહી હતી તેમા આંશિક રૂપે સફળતા મળવાની સંભાવના છે. જમીન અથવા તો મકાન સાથે જોડાયેલ કામમાં લાભ મળશે. અજાણ્યા લોકો ઉપર ભરોસો ન રાખવો. પ્રેમસંબંધોમાં એકબીજાની ભાવનાઓનું સન્માન કરવું જરૂરી છે. લગ્નજીવન સૌહાર્દ પૂર્ણ બની રહેશે. લગ્ન બહારના સંબંધોથી દૂર રહેવું તમારા માટે સારું રહેશે.