સોમવારનાં દિવસે શિવલિંગ ઉપર ચડાવી દો એક ચમત્કારિક વસ્તુ, માત્ર ૨૪ કલાકમાં તમારું જીવન બદલાય જશે

Posted by

સોમવારનો દિવસ ભગવાન ભોળાનાથની પુજા કરવા માટે વિશેષ માનવામાં આવે છે. જો તમે પણ જીવનમાં સુખ-શાંતિ અને ધનની પ્રાપ્તિ કરવા માંગો છો તો તેના માટે તમારે અમુક એવા ઉપાય કરવાના રહેશે, જેનાથી તમારી ઉપર ભોળાનાથની કૃપા હંમેશા જળવાય રહે. શું તમે જાણો છો કે ભગવાન શિવ ફક્ત એક લોટા પાણીથી પણ ખુબ જ જલ્દી પ્રસન્ન થઈ જાય છે. જો તેમની પુજા સાચા મનથી કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈને તેમની કૃપા તમારી ઉપર વરસાવે છે. તો ચાલો આજે અમે તમને અમુક એવી ચીજો વિશે જણાવીએ, જેને તમે ભોળાનાથને ચડાવો છો તો તેઓ તમારી ઉપર અતિપ્રસન્ન થાય છે અને ૨૪ કલાકમાં તમારા જીવન ઉપર તેની અસર જોવા મળે છે.

 

સોમવારનાં દિવસે જરૂર કરો આ પાંચ ઉપાય

સોમવારનાં દિવસે ફક્ત ભગવાન શિવ જ નહીં, પરંતુ સમગ્ર શિવ પરિવારની પુજા કરો. ત્યારબાદ શિવ ચાલીસા અને શિવાષ્ટક પાઠ જરૂર કરો. ભગવાન ભોલેનાથ તેનાથી પ્રસન્ન થાય છે અને તમારી દરેક મનોકામના પુરી કરશે. જો તમારું વૈવાહિક જીવન કષ્ટમય બની ગયું હોય અથવા વિવાહમાં સંકટ આવી રહ્યું હોય તો સોમવારના દિવસે ગૌરી-શંકર નાં દર્શન કરો અને મંદિરમાં રુદ્રાક્ષ ચઢાવો. મનની ઈચ્છાપુર્તિ માટે શિવલિંગ ઉપર સોમવારના દિવસે સફેદ ચંદન લગાવી ને પોતાની મનોકામના જણાવો. ત્યારબાદ બીલીપત્ર અને ધતુરાના ફુલ ચઢાવો.

 

નોકરી સંકટમાં હોય અથવા વેપાર સારો ચાલી રહ્યો ન હોય તો સોમવારના દિવસે શિવલિંગ ઉપર દુધ ચઢાવો, ત્યારબાદ આ દુધને તાંબાના એક વાસણમાં એકત્ર કરી લો અને આ દુધને પોતાના વ્યવસાયિક સ્થળ અને ઓફિસમાં છંટકાવ કરો. સાથોસાથ “ૐ નમઃ શિવાય” મંત્રનો જાપ કરતા રહો. “ૐ નમો ધનદાય સ્વાહા” આ મંત્રનાં જાપની ઓછામાં ઓછી ૧૧ માળા દર સોમવારના રોજ કરો. કોશિશ કરો કે આ મંત્રનો જાપ શિવ મંદિરમાં જઈને કરવો, તેનાથી તમારા બધા જ ખરાબ દિવસો જ ખુબ જ જલદી ખતમ થઇ જશે.

 

શિવજીને આ વિશેષ ચીજ ચઢાવવાથી ૨૪ કલાકમાં મળશે આશીર્વાદ

ગાયને હિન્દુ ધર્મમાં પુજનીય માનવામાં આવે છે. શિવજીને ગાયનાં કાચા દુધથી સ્નાન કરાવવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. વળી શિવજીને શેરડીના રસથી સ્નાન કરાવવા પર માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે અને માતા લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. સોમવારના દિવસે પ્રદોષકાળમાં સંપુર્ણ શ્રદ્ધા અને વિશ્વાસની સાથે શિવલિંગ પર બીલીપત્ર ચડાવો. વળી તમે આ બીલીપત્ર ઉપર ગાયનું ઘી લગાવીને પણ ભગવાન શિવને અર્પિત કરી શકો છો. ત્યાર બાદ તમારે મહાદેવને નૈવૈદ્ય અર્પિત કરવું.

 

સોમવારનાં દિવસે ભગવાન શિવને ખીર પણ અર્પિત કરવી જોઈએ. આવું કરવાથી મનની દરેક મનોકામના પુરી થાય છે. વળી ભોલેનાથને શુદ્ધ જળથી સ્નાન કરવાથી પણ દરેક મનોકામના પુરી થાય છે. વળી જો તમારા ઘરમાં શિવલિંગ સ્થાપિત હોય તો તમે આ બધા ઉપાય ઘરે પણ કરી શકો છો. જો તમને સોમવારના દિવસે ધતુરાના ફુલ અથવા ફળ મળે તો તેને ભગવાન શિવને અર્પણ કરવાનું ભુલવું જોઈએ નહીં.

 

સંતાન પ્રાપ્તિ માટે શિવલિંગ પર બીલીપત્ર, ચોખા, દૂધ, ફુલ અને ફળ અવશ્ય ચઢાવવા જોઈએ. શિવ પુજામાં આંકડાના ફુલ તથા બીલીપત્ર નું વિશેષ મહત્વ માનવામાં આવે છે. સફળતા, વેપારમાં પ્રગતિ, ધનલાભ વગેરે મેળવવા માટે દર સોમવારના રોજ તેને શિવલિંગ ઉપર ચઢાવવા જોઈએ. જો તમે ભગવાન શિવને આપજે ચડાવીને પ્રસન્ન કરો છો તો તેમની કૃપા ખુબ જ જલદી પ્રાપ્ત થાય છે અને વ્યક્તિના મનમાં રહેલી બધી જ ઇચ્છાઓ તુરંત પુરી થઈ જાય છે.