તમારા પગની બનાવટ થી જનો તમારું ભવિષ્ય આવા પગ વાળા પુરુષો બને છે ખુબ જ અમીર,

Posted by

આપણા હાથની રેખાઓને જોઈને જ્યોતિષ આપણું ભવિષ્ય જણાવી શકે છે. હાથ પર રહેતી અલગ-અલગ રેખાઓ આપણા ભાગ્ય અને ભવિષ્ય ના રહસ્ય ખોલે છે. જોકે હાથની રેખાઓથી ભવિષ્યની સચોટ જાણકારી બધા લોકો જાણતા નથી. તેને ફક્ત અનુભવી જ્યોતીષ જ ઓળખી શકે છે. જેવી રીતે આપણી હાથની રેખાઓથી આપણા જીવન વિશે ઘણી બધી વાતો જાણી શકાય છે. એવી જ રીતે આપણા પગની આંગળીઓ ઉપરથી પણ આપણા જીવન સાથે જોડાયેલી ઘણી વાતો જાણી શકાય છે.

 

આજે અમે તમને પગની આંગળીઓ વિશે અમુક રોચક અને ખાસ વાતો જણાવવા જઈ રહ્યા છીએ. જેનાથી તમે પોતાના નસીબ અને ભવિષ્ય વિશે જાણી શકો છો. સામુદ્રિક શાસ્ત્ર અનુસાર આપણા પગનાં અંગુઠા અને બાકીની આંગળીઓ આપણા ભવિષ્ય વિશે ઘણી મહત્વની જાણકારી આપે છે. તો ચાલો જરા પણ મોડું કર્યા વગર જાણીએ કે આપણા પગની આંગળીઓ આપણા જીવન વિષે શું જણાવે છે.

 

જે લોકોના પગનાં અંગુઠા અને તેની બાજુ વાળી આંગળી એકસરખી હોય છે, તે લોકો ખુબ જ ધનવાન હોય છે. આવા લોકોનું જીવન સુખ સમૃદ્ધિમાં પસાર થાય છે. એટલું જ નહીં આવા લોકોને જીવનમાં જબરજસ્તી સુખ પણ મળે છે. સાથોસાથ આ લોકો પોતાના બાળકો અને પરિવારના અન્ય સદસ્યો થી પણ ખુબ જ ખુશ રહે છે.

 

જે લોકોના પગ ના અંગુઠા બાજુની આંગળી ની સરખામણી માં મોટા હોય છે તે લોકો બીજા લોકોની વાતો માનવા વાળા હોય છે પરંતુ આવા લોકોના આ ગુણને લીધે લોકો તેમને પોતાના ગુલામ સમજી લેતા હોય છે કારણ કે તેઓ પોતાની વાત રાખવાને બદલે સામેવાળાની વાતને સરળતાથી માની લેતા હોય છે.

 

જે લોકોના પગનાં અંગુઠા બાજુ વાળી આંગળી થી નાના હોય છે, તેમના જીવનમાં સુખની કમી હોય છે. એવું કહેવામાં આવે છે કે આવા લોકોની પત્નીઓ ગરીબ પરિવારની હોય છે.

 

જે લોકોના અંગુઠાની સાથે બાજુ વાળી આંગળી સાઇઝમાં મોટી હોય છે, તે ભાગ્યશાળી હોય છે. આવા લોકોને પત્ની સુખ ભરપુર મળે છે. આ લોકોની પત્નીને ખુબ જ સમજદારીથી પૈસા ખર્ચ કરે છે. તે સિવાય આ લોકોની પત્નીઓ ખુબ જ મહેનતુ હોય છે અને પૈસા કમાતી હોય છે.

 

પગ ની સૌથી નાની આંગળી ની બાજુ વાળી આંગળી જો વચ્ચે વાળી આંગળી થી નાની હોય છે, તો આવા લોકોને વધારે પત્ની સુખ મળતું નથી. જે લોકોના પગમાં છેલ્લી બે આંગળીઓ ની સાઈઝ એકસરખી હોય છે. આવા લોકોને પોતાના બાળકો તરફથી સુખ પ્રાપ્ત થાય છે. જોકે આવા લોકોનું જીવન ખુબ જ નાનું હોય છે.

 

જે લોકોના પગમાં અંગુઠા સહિત બધી આંગળીઓ એકસરખી હોય છે. તે લોકો ખુબ જ ભાગ્યશાળી હોય છે. આવા લોકો કોઈ સામાન્ય જીવન જીવતા નથી, પરંતુ સેલિબ્રિટી વાળુ જીવન જીવે છે. આ લોકો ખુબ જ મશહુર થાય છે. જોકે અમુક બાબતમાં આ લોકો પોતાના જીવનમાં કંઈક કરી શકતા નથી અને નિર્ધન રહે છે.

 

જે પુરુષોના પગ કોમળ અને સુંદર હોય છે, તે ખુબ જ ભાગ્યશાળી હોય છે. આવા પગવાળા પુરુષો પોતાનું જીવન રાજાની જેમ ઠાઠથી પસાર કરે છે.

 

જે વ્યક્તિના પગમાં અંકુશના નિશાન હોય છે તે પુરૂષ ખુબ જ ભાગ્યશાળી હોય છે. કહેવામાં આવે છે કે આવો નિશાન લાખો માંથી કોઈ એક પુરુષ ના તળિયા માં હોય છે. જે પુરુષના પગના તળિયામાં આ પ્રકારનું નિશાન હોય છે, તે ખુબ ધનવાન હોય છે.

 

જે વ્યક્તિના પગમાં બધી નસો દેખાય રહી હોય, આવા પુરુષો ખુબ જ નસીબદાર માનવામાં આવે છે. કહેવામાં આવે છે કે તેમને પોતાના જીવનમાં ક્યારેય પણ પૈસાની તંગીનો સામનો કરવો પડતો નથી. વળી જે પુરુષોનાં પગ સુકાયેલા અને બેઢંગી હોય છે, આવા પુરુષો એક ગરીબીનો સામનો કરવો પડે છે.