ટૂંક સમયમાં આવી રહી છે સાતમ આઠમ, આ રાશિની કિસ્મતમાં આવશે જબરો ફેરફાર, મળશે મોટા લાભ

Posted by

મેષ રાશિ

કોઈ પણ કામ કરતા પહેલા તેના સકારાત્મક અને નકારાત્મક પાસાઓ વિશે વિચાર કરી લેવો જરૂરી છે. તેનાથી વસ્તુઓ તમારા પક્ષમાં સારી રીતે ચાલતી રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ અને કારકિર્દી સાથે જોડાયેલી સમસ્યાઓનું સમાધાન મળશે. અજાણ્યા લોકો ઉપર બિલકુલ ભરોસો ન કરવો નહીતર એ લોકો તમને નુકસાન વાળી પરિસ્થિતિમાં મૂકી શકે છે. સંતાનોની કોઈ જીદ તેમજ તેના ગુસ્સાવાળા વલણને કારણે તમને ચિંતા રહી શકે છે એટલા માટે યોગ્ય અનુશાસન બનાવી રાખવુ જરૂરી છે. વેપારમાં વિસ્તાર સાથે જોડાયેલી યોજનાઓ બનાવવા માટે સમય ઉચિત છે. તેનાથી કામકાજની રીતમાં સુધારો આવશે. કામ વધારે રહેવાથી નોકરી કરતા લોકો ઉપર તણાવ રહી શકે છે. પારિવારિક વાતાવરણ ખુશનુમા રહેશે. પ્રેમ સંબંધોમાં પ્રગાઢતા આવશે.

વૃષભ રાશિ

આજે તમારું ધ્યાન પેમેન્ટ વગેરે ભેગું કરવામાં લગાવવું. તમારી વાણી અને કાર્યક્ષમતા દ્વારા કોઇપણ કામને ઉકેલવામાં તમે સક્ષમ રહેશો. કોઈ સન્માન સમારોહમાં જવાનુ આમંત્રણ મળી શકે છે. મનમાં નિરાશા તેમજ નકારાત્મક વિચારોની સ્થિતિ રહી શકે છે. પૈસા આવવાની સાથે સાથે ખર્ચા માટે પણ તૈયાર રહેવું. બીજાની બાબતમાં દખલગીરી ન કરવી અને માંગ્યા વગર કોઈને સલાહ ન આપવી. કોઈ નજીકના મિત્ર સાથે સંબંધો ખરાબ થઈ શકે છે. વેપાર-ધંધામાં નવી ઓફર મળશે. તમારે મહેનત પ્રમાણે પરિણામ મળશે. રોકાણ જેવી ગતિવિધિઓમાં પૈસા લગાવવા માટે સમય ઉચિત છે. સરકારી નોકરી કરતા લોકોને બદલી સાથે જોડાયેલા ઇચ્છા મુજબના સમાચાર મળવાથી ખુશી મળશે. ઘરેલુ જીવનમાં એક પછી એક મુશ્કેલીઓ આવતી રહેશે પરંતુ સ્થિતિને સંભાળી લેવાની જવાબદારી તમારી છે.

મિથુન રાશિ

ઘરમા નજીકના સંબંધીઓ આવવાથી ઉત્સાહનું વાતાવરણ રહેશે. મેલ મિલાપ અને વિચારોના આદાન-પ્રદાનથી દિનચર્યામાં સકારાત્મક પરિવર્તન આવશે. બપોર પછી પરિસ્થિતિઓ તમારા પક્ષમાં અણ દેખીતા લાભ લઈને આવી રહી છે. ધ્યાન રાખો કે તમારી કોઈ યોજના સાર્વજનિક ન થાય. નહીતર કોઈ વ્યક્તિ ખોટી ભાવનાથી તેનો ફાયદો ઉઠાવી શકે છે. બાળકો ઉપર નિયંત્રણ ન રાખવું અને તેને તેની ઇચ્છા મુજબની સ્વતંત્રતા આપવી તેનાથી તેના આત્મવિશ્વાસમાં વધારો થશે.

આજે ફોન દ્વારા કોઇ વ્યવસાયને લગતી મહત્વપૂર્ણ સૂચના મળી શકે છે. સંપર્ક સૂત્ર તેમજ મીડિયાના માધ્યમથી તમને સારા અવસર મળશે. આ સમયે માર્કેટિંગ સાથે જોડાયેલા કામને સ્થગિત રાખવા. બહારના વ્યક્તિની સલાહ તમારા માટે નુકસાનદાયક રહી શકે છે. જીવનસાથી સાથેના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમસંબંધોમાં નાનકડી વાતને લઈને મતભેદો રહી શકે છે.

કર્ક રાશિ

માનસિક સુખ શાંતિ બની રહેશે. તમે તમારા આત્મવિશ્વાસ અને મનોબળ દ્વારા કોઈ ખાસ લક્ષ્ય મેળવવામાં તમે સફળ રહેશો. કેટલીક નવી યોજનાઓ ઉપર ગંભીરતાથી વિચાર વિમર્શ થશે જે તમારા માટે લાભદાયક સાબિત થશે. ભાવનાઓમાં વહેવાને બદલે વ્યવહારિક રીતે વિચારવું. તેનાથી તમને નિર્ણય લેવામાં સરળતા રહેશે. વધારે સારું રહેશે કે તમે બીજાની બાબતમાં દખલ ન આપો.

તમારી વાતચીત કરવાની રીતમાં થોડી નરમાશ લાવવાની જરૂર છે. ભાગીદારી સાથે જોડાયેલા વેપાર-ધંધામાં ચાલી રહેલા વિવાદોનું સમાધાન મળશે. સંબંધો ફરીથી મધુર બનતા જશે. પરંતુ કોઈ મહત્વપૂર્ણ નિર્ણય આજે ન લેવો. કારણ કે થોડી પણ અસાવધની નુકશાનનું કારણ બની શકે છે. પતિ-પત્ની વચ્ચે સામંજસ્ય બની રહેશે. પ્રેમી પ્રેમિકાએ સંબંધો મધુર બનાવી રાખવા માટે એકબીજા માટે સમય કાઢવો જરૂરી છે.

સિંહ રાશિ

આજે ગ્રહનું પરિભ્રમણ તમારા માટે સારી પરિસ્થિતિઓ બનાવી રહ્યું છે. તમારી સકારાત્મક અને સંતુલિત વિચારધારા દ્વારા યોજનાબદ્ધ રીતે કામ પૂરા થતા જશે. વિદ્યાર્થીઓ તેમજ યુવાનોએ સ્પર્ધાના ક્ષેત્રે સફળતા મેળવવા માટેની સારી સંભાવનાઓ રહેલી છે. ક્યારેક ખૂબ જ વધારે ઉતાવળ અને આવેશમાં આવવું તમારા માટે વિપરીત પરિસ્થિતિઓ બનાવી શકે છે. તમારી આ નબળાઈમાં સુધારો લાવવો. આવક થવાની સાથે-સાથે ખર્ચા પણ વધારે રહેશે. કોઈ મહત્વપૂર્ણ વ્યક્તિ સાથેની મુલાકાત તમારા વ્યવસાયમાં મદદગાર સાબિત થઈ શકે છે. કોઈ પણ કામ કરતાં પહેલા તેના વિશે પૂરી જાણકારી મેળવી લેવી જરૂરી છે. નોકરી કરતા લોકોને પોતાનો ટાર્ગેટ પૂરો કરવા માટે ઉચ્ચ અધિકારીઓને મદદ મળી શકે છે. પરિવાર સાથે ઓનલાઇન શોપિંગ અને મોજ મસ્તીમાં ખુશનુમા સમય પસાર થશે. ઘરનું વાતાવરણ સુખદ બની રહેશે.

કન્યા રાશિ

આજે કોઈ પણ મુશ્કેલ કામ કરવાનું વિચારી રહ્યા હોય તો શાંતિપૂર્ણ રીતે તે પૂરા કરવામા તમે સમર્થ રહેશો. ધાર્મિક અને આધ્યાત્મિક કામ પ્રત્યે તમારો રસ રહેશે. ઘરમાં ખાસ મહેમાનો આવવાથી ખુશી વાળુ વાતાવરણ રહેશે. ઘરના કોઇ સભ્યના આરોગ્યને લઇને ચિંતા રહી શકે છે. આ સમયે ખર્ચાની સ્થિતિ વધારે રહેશે, જેના ઉપર કાબુ રાખવો સંભવ નહીં હોય. બીજાની બાબતમાં દખલગીરી ન કરવી અને કોઈને સલાહ ન આપવી. વ્યવસાયિક ગતિવિધિઓમાં ખૂબ જ સાવધાન રહેવાની જરૂર છે. અસાવધાનીને લીધે મોટી ભૂલ થઈ શકે છે અને નુક્સાન સહન કરવું પડશે. મશીનરી અને તેની સાથે જોડાયેલા સાધનોના વ્યવસાયમાં સારો ઓર્ડર મળવાની સંભાવના છે. પતિ-પત્ની વચ્ચે મધુરતા વાળા સંબંધો રહેશે. જૂની મિત્રતા પ્રેમ સંબંધોમાં બદલી શકે છે.

તુલા રાશિ

તમારા સકારાત્મક અને સહયોગાત્મક વ્યવહારને લીધે પરિવાર તથા સમાજમાં તમને ખાસ માન-સન્માન મળશે. જો કોઈ પૈતૃક સંપતિ સાથે જોડાયેલ મુશ્કેલી ચાલી રહી હોય તો તેમાં કોઈ અનુભવી વ્યક્તિની સલાહ દ્વારા ઉકેલ લાવવાના પ્રયત્નો કરવા, જેથી જરૂર સફળતા મળશે. વ્યક્તિગત કામની સાથે સાથે સામાજિક ગતિવિધિઓ ઉપર ધ્યાન આપવું જરૂરી છે. ધ્યાન રાખવું કે કોઈપણની વાતોમાં આવીને તમે તમારું જ નુકસાન કરી શકો છો. રૂપિયા-પૈસા સાથે જોડાયેલ લેવડદેવડ કરતા સમયે સાવધાની રાખવી.