ઉતમ સંતાન પ્રાપ્તિ માટે શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે, રિલેશનશીપ માટેના આવા નિયમો.

Posted by

જ્યોતિષ અને ધાર્મિક ગ્રંથોમાં સંતાન પ્રાપ્તિ માટે કેટલાક નિયમો આપવામાં આવ્યા છે. જો તમારે શ્રેષ્ઠ, લાયક અને સંસ્કારી સંતાનો જોઈએ છે, તો તમારે પણ આ નિયમોનું પાલન કરવું જોઈએ. ચાલો જાણીએ જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, યોગ્ય અને સ્વસ્થ બાળક મેળવવા માટે ગર્ભધારણ કરવાનો યોગ્ય સમય કયો હોવો જોઈએ અને ગર્ભાવસ્થા દરમિયાન શું ધ્યાનમાં રાખવું જોઈએ.

માતા-પિતાનું સપનું હોય છે કે, તેમનું બાળક લાયક અને સંસ્કારી બને. આ માટે માતા-પિતા પણ પોતાના બાળક સારો ઉછેર કરેછે. પરંતુ, માત્ર સારો ઉછેર કરવો એ પૂરતું નથી, તમારા જીવનસાથી સાથેનો તમારો સંબંધ કેવો છે તે પણ ઘણું મહત્વનું છે. એવી જ રીતે આપણા શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યું છે કે, યોગ્ય સંતાન મેળવવા માટે કઈ રીતે ગર્ભ ધારણ કરવો જોઈએ તો ચાલો જાણીએ કે, શાસ્ત્રોમાં ગર્ભધારણ સાથે જોડાયેલા ક્યાં નિયમો છે.

ગર્ભધારણ માટે આ સમય શુભ નથી

શાસ્ત્રો અનુસાર રાત્રિનો પહેલો પ્રહર એટલે કે, રાત્રિના ૧૨ વાગ્યા સુધીનો સમય સંભોગ માટે શ્રેષ્ઠ છે. એટલા માટે પતિ –પત્ની આ સમય પહેલા ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી શકે છે. કારણ કે, આ પછીનો સમય ગર્ભધારણ માટે શુભ માનવામાં આવતો નથી.

આ સમયે સંભોગ કરવાથી શ્રેષ્ઠ બાળક પ્રાપ્ત થાય છે

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, રાત્રે બાર વાગ્યે એટલે કે, પહેલા પ્રહરમાં સંભોગ કરવાથી ધાર્મિક, સદાચારી, શિસ્તબદ્ધ અને સંસ્કારી બાળકની પ્રાપ્તિ થાય છે. આ સાથે આ સમય માં કરવામાં આવેલા સંભોગથી જે બાળકનો જન્મ થાય છે તે બાળક ધાર્મિક કાર્ય કરે છે, સફળ અને આજ્ઞાકારી હોય છે.

આવા બાળક ના નસીબ સારા હોય છે

શાસ્ત્રોમાં કહેવાયું છે કે, ભગવાન શિવના આશીર્વાદથી આવા બાળકનું ભાગ્ય ઘણું સારું અને બળવાન હોય છે. તેને જીવનમાં ઘણી સફળતાઓ પણ મળે છે. શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે, જે પતિ-પત્ની પહેલા પ્રહર પછી જાતીય સંભોગ કરે છે તે સ્ત્રી અને પુરૂષોમાંથી જન્મેલા બાળકોમાં રાક્ષસો જેવા ગુણો હોવાની પ્રબળ સંભાવનાઓ હોય છે. કારણ કે, પ્રથમ પ્રહર પછી રાક્ષસો પૃથ્વીના ભ્રમણ પર નીકળે છે.

આ સમયે ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરશો નહીં

શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે, પ્રથમ પ્રહર પછી સંભોગ ન કરવો જોઈએ કારણ કે, આવું કરવું ખૂબ જ અશુભ છે. જો તમે આ સમયે રતિક્રિયા કરો છો, તો તમને ઘણી બીમારીઓ થવાનું જોખમ પણ રહે છે.

આ દિવસોમાં ન બાંધવો સંબંધ

આ ઉપરાંત સ્ત્રી-પુરુષોએ ધ્યાનમાં રાખવું જોઈએ કે, અમાસ, પૂનમ, ચોથ, આઠમ, રવિવાર, સંક્રાંતિ, સંધ્યા કાળ, નવરાત્રી, શ્રાદ્ધ પક્ષ, શ્રાવણ માસ અને ઋતુકાલ દરમિયાન શારીરિક સંબંધ બાંધવાથી દૂર રહેવું જોઈએ.