વાસ્તુશાસ્ત્ર પ્રમાણે બેડ રૂમમાં રાધા-કૃષ્ણનો આ ફોટો લગાવવાથી પતિ-પત્ની ના પ્રેમ માં કયારેય કડવાસ નથી આવતી

Posted by

ઘરમાં કઈ વસ્તુ રાખવી શુભ હોય છે અને વસ્તુ અને ક્યા સ્થાન પર રાખવી જોઈએ, આ બધી વાતોનો ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રમાં કરવામાં આવેલ છે. વાસ્તુશાસ્ત્રમાં બધા પ્રકારની વસ્તુઓનાં શુભ-અશુભ સ્થાન બતાવવામાં આવેલ છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર જો ઘરમાં નકારાત્મક ઊર્જા વાળી ચીજો રાખવામાં આવે તો ઘરનું વાતાવરણ એકદમ ખરાબ થઈ જાય છે અને નકારાત્મક વસ્તુઓની અસર આપણી વિચારસરણી ઉપર પણ પડવા લાગે છે.

કઈ ચીજોને ઘરમાં રાખવાથી ઘરમાં સકારાત્મકતા જળવાઈ રહે છે, તેના વિશે પણ વાસ્તુશાસ્ત્રમાં બતાવેલ છે. વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલી ટિપ્સને અપનાવીને ઘરમાં સુખ શાંતિ જાળવી શકાય છે અને ઘરમાં હંમેશા માટે બરકત જળવાઈ રહે છે. તો ચાલો અમારા આ લેખમાં તમને વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલા અમુક મહત્વપૂર્ણ વાતો વિશે વિસ્તારપૂર્વક જણાવીએ.

વાસ્તુશાસ્ત્રમાં બતાવવામાં આવેલી મહત્વપૂર્ણ વાતો

 • જો તમારા ઘરમાં કોઈપણ દેવી-દેવતાની તસ્વીર લગાવેલી છે, તો તમારે તેને ફક્ત મંદિરમાં રાખવી જોઈએ. ઘણા બધા લોકો ભગવાનની તસ્વીરને પોતાના રૂમમાં લગાવી દેતા હોય છે, જે બિલકુલ અયોગ્ય છે. જો કે જો પતિ-પત્ની વચ્ચે તણાવ વધી રહ્યો હોય તો તમે પોતાના રૂમમાં રાધા કૃષ્ણની તસ્વીર લગાવી શકો છો. રાધા અને કૃષ્ણજીની તસ્વીર લગાવવાથી પતિ-પત્નીની વચ્ચે પ્રેમ હંમેશાં જળવાઇ રહે છે અને સંબંધો મધુર રહે છે.
 • જ્યારે પણ તમે પોતાના ઘરમાં કોઈ દેવી-દેવતાઓની મૂર્તિ લગાવો તો તમારે તે મૂર્તિને સૌથી પહેલાં ગંગાજળથી શુદ્ધ કરવી અને ત્યારબાદ જ તેને પૂજા ઘરમાં સ્થાપિત કરવી.
 • મંદિરમાં રાખવામાં આવેલી ભગવાનની તસ્વીરોને દરરોજ સાફ કરો અને તેને દરરોજ પૂજા પણ કરો.
 • મંદિરમાં દરરોજ સવાર અને સાંજના સમયે દીવો જરૂરથી પ્રગટાવો.
 • રામાયણ અથવા મહાભારતના યુદ્ધની કોઈપણ તસ્વીર પોતાના ઘરમાં રાખવી નહીં. આ તસ્વીરો ઘરમાં રાખવાથી ઘરમાં નકારાત્મકતા વધે છે.
 • જો તમે પોતાના પૂજા ઘરમાં હનુમાનજીની કોઇ તસ્વીર રાખો છો તો તમારે તે તસ્વીરને ફક્ત દક્ષિણ દિશામાં રાખવી જોઈએ.
 • ઘરમાં સકારાત્મક ઉર્જા જાળવી રાખવા માટે તમારે ઘરના મુખ્ય દરવાજા પર સ્વસ્તિક જરૂર બનાવવા જોઈએ.
 • ઘરના મુખ્ય રૂમમાં કમળના ફૂલ અને ગુલદસ્તાનું ચિત્ર લગાવવા શુભ માનવામાં આવે છે.
 • શિવજી, મહાલક્ષ્મી, માં દુર્ગા, માં સરસ્વતીની મૂર્તિ હંમેશા ઉત્તર દિશામાં રાખવી. કારણ કે યોગ્ય દિશામાં ભગવાનની મૂર્તિ યોગ્ય દિશામાં ન રાખવામાં આવે તો તેનાથી ઘરની નકારાત્મકતા ખતમ થતી નથી.
 • મહાલક્ષ્મીનાં બેસેલા સ્વરૂપ વાલી તસ્વીર પૂજા કરવા માટે શુભ માનવામાં આવે છે.
 • રસોઈ ઘરમાં ભગવાનની મૂર્તિ રાખવી નહીં.
 • ઘરના આંગણામાં તુલસીનો છોડ જરૂરથી લગાવો અને આ છોડની સામે દરરોજ દીવો પ્રગટાવવો.
 • ઘરમાં તમારી છોડ જરૂરથી રાખવા અને આ છોડને દરરોજ પાણી આપવું. જોકે તમારે કાંટાવાળા છોડ ને ઘરમાં રાખવાથી બચવું જોઈએ.
 • જો તમારા બાળકો અભ્યાસ નથી કરતાં તો તમારે તેમના રૂમમાં સરસ્વતી માં ની મૂર્તિ રાખવી જોઈએ. આવું કરવાથી તેમનું મન અભ્યાસમાં લાગશે.