વૃષભ વાર્ષિક રાશિફળ 2023 : વૃષભ રાશિવાળા લોકો માટે કેવું રહેશે 2023 નવું વર્ષ, વાંચો આખા વર્ષનું રાશિફળ

Posted by

વૃષભ રાશિનાં જાતકો વ્યક્તિત્વનાં ધની હોય છે. વૃષભ રાશિ રાશિચક્રની આવતી બીજા નંબરની રાશિ છે. આ લોકો શાંત તથા કોમળ હોય છે, પરંતુ પોતાના દિમાગને ક્ષમતાને યોગ્ય રીતે જાણે છે. વૃષભ રાશિના જાતકો ધન, સંપતિ અને ખ્યાતિ પ્રાપ્ત કરવાનું પસંદ કરે છે. આ રાશિના જાતકો હાવી રહેવાની પ્રવૃત્તિ હોય છે, એટલા માટે આ લોકો સ્વાભાવિક રૂપથી કઠોળ અને નિશ્ચયી હોય છે. આ લોકો પોતાની દિનચર્યામાં કોઈપણ પ્રકારનું પરિવર્તન પસંદ કરતા નથી. વૃષભ રાશિના જાતકો એવા લોકોમાંથી હોય છે, જે જીવનમાં પોતાની મનપસંદ વસ્તુઓ સરળતાથી મેળવી લેતા હોય છે. તેઓ સ્વાભાવિક રૂપથી અંતર્મુખી અને ખુબ જ વિશ્વસનીય હોય છે.

 

કારકિર્દી

વૃષભ રાશિ માટે કારકિર્દીના દ્રષ્ટિકોણથી આવનારુ વર્ષ ખુબ જ સારું રહેવાની સંભાવના છે. કારણકે આ વર્ષના પુર્વાર્ધમાં શનિ તમારી રાશિમાં નવમા ભાવમાં રહેશે, જેના કારણે તમારા કાર્યમાં ભાગ્ય તમારો સાથ આપશે. આ વર્ષે વૃષભ રાશિના જાતકો માટે સારો વર્ષ સાબિત થશે. કારણ કે બૃહસ્પતિ વર્ષના મોટા ભાગના સમયમાં તમારા દસમા ભાવમાં રહેશે. જેના લીધે તમે પોતાના કાર્યસ્થળ પર ખુબ જ લાભ કમાઈ શકશો. તે સિવાય જો તમે વ્યવસાયનાં ક્ષેત્ર સાથે સંબંધિત છો તો તમને ખુબ જ સારા લાભ પ્રાપ્ત થશે.

 

વર્ષનાં પહેલા ભાગમાં તમારા ચતુર્થ ભાવ પર ગુરુની દૃષ્ટિ હોવાને કારણે અમુક સમય માટે સ્થાન પરિવર્તનની પ્રબળ સંભાવના નજર આવી રહી છે. તમારી મહેનત રંગ લાવશે. આ દરમિયાન કારકિર્દીમાં તમે કોઈ મોટી ઉપલબ્ધિ પ્રાપ્ત કરી શકો છો. વ્યવસાય દ્રષ્ટિકોણથી આ વર્ષ ખુબ જ મહત્ત્વપુર્ણ રહેવાનું છે. શનિ ભગવાન આ વર્ષે તમારા કાર્ય અને વેપાર માટે તમને ખુબ જ મદદગાર સાબિત થશે. નવું વર્ષ વ્યવસાય દ્રષ્ટિકોણથી વેપારીઓ માટે સારું રહેવાનું છે.

 

પરિવાર

પારિવારિક દ્રષ્ટિથી નવું વર્ષ થોડું પ્રતિકુળ રહેશે. કારણ કે વર્ષની શરૂઆતમાં જ તમારા પારિવારિક જીવનમાં તણાવ રહી શકે છે. આ તણાવ વિશેષરૂપથી માર્ચ સુધી રહેશે. એપ્રિલ મહિનામાં ગુરુના ગોચર અને પંચમ ભાવમાં ગુરુની દૃષ્ટિથી નવવિવાહિતોને શુભ સમાચાર પ્રાપ્ત થઇ શકે છે. તમારા બાળકો પ્રગતિ કરશે. તમને પોતાના સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થશે. કુલ મળીને પારિવારિક જીવન સારું રહેશે.

 

આર્થિક સ્થિતિ

આર્થિક દ્રષ્ટિકોણથી વર્ષની શરૂઆત પડકારજનક રહેશે. વેપારીવર્ગનાં લોકોએ નવા વર્ષમાં રોકાણ કરવાથી બચવું જોઈએ. કોઈ નવો બિઝનેસ શરૂ કરવો યોગ્ય રહેશે નહીં, પરંતુ એપ્રિલ મધ્યથી આર્થિક આ સ્થિતિમાં સુધારો આવવાના યોગ છે. આ દરમિયાન બૃહસ્પતિના શુભ પ્રભાવથી તમને રાહત જરૂર મળશે અને અચાનક તમને ઘણા સ્ત્રોતથી ધન પ્રાપ્ત થશે. ધાર્મિક કાર્યો ઉપર તમારા પૈસા ખર્ચ થશે, જેનાથી આવનારા સમયમાં તમે પ્રગતિ તરફ અગ્રેસર રહેશો.

 

પરીક્ષા પ્રતિયોગીતા

વિદ્યાર્થીઓ માટે નવું વર્ષ નવા અવસર લઇને આવશે. તમે પોતાના લક્ષ્ય પર થી ભટકી શકો છો. યોગ્ય રહેશે કે તમે પોતાના અભ્યાસ પર ધ્યાન આપો. માર્ચ મહિના બાદનો સમય તમારા માટે ખાસ રહેશે. કોઈ વિદેશી સંસ્થાનમાં એન્ટ્રી મળી શકે છે. ઉચ્ચ શિક્ષા લેવા માટે વિચારી રહ્યા છો તો તમારું આ સપનું નવા વર્ષમાં પુરું થઈ શકે છે.

 

સ્વાસ્થ્ય

વર્ષની શરૂઆત સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સારી કહી શકાય નહીં. કારણ કે આ દરમિયાન છાયા ગ્રહ રાહુ-કેતુ ની તમારી રાશિના પ્રથમ એટલે કે લગ્નને સપ્તમમાં ઉપસ્થિતિ તમને સ્વાસ્થ્ય સંબંધી પરેશાનીઓ આવી શકે છે. લાંબા સમયથી કોઈ બીમારીથી પરેશાન છો તો ડોક્ટર પાસે આ બાબતમાં સલાહ અવશ્ય લેવી. પરંતુ રાહુ અને કેતુ એપ્રિલ ની શરૂઆતમાં જ તમારી રાશિમાંથી પરિવર્તન કરશે અને ત્યાર બાદનો સમય સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી સારો રહેશે.

 

તમને દૈનિક વ્યવસ્થા વિકસિત કરવાની સલાહ આપવામાં આવે છે, જેના પરિણામ સ્વરૂપ તમે જે કામ કરી શકતા ન હતાં, તેને યોગ્ય રીતે કરવામાં સક્ષમ બનશો. આ વર્ષે તમારું વજન સ્થિર રાખવું તમારા માટે એક મોટો પડકાર સાબિત થશે. પરંતુ તમારે અનુશાસિત રહીને આ સમસ્યાનો પણ ઉકેલ કાઢવાનો રહેશે.

 

ઉપાય

મંગળવારના દિવસે વિવાહિત મહિલાઓને ભોજન કરાવો. મકાન તથા ઘરમાં સ્થળ પર શ્રમિકોને ભોજન કરાવો. શુક્રવારનાં દિવસે ગરીબોને ખાંડ, સફેદ મીઠાઈ અથવા પતાસા નું દાન કરો. આવું કરવાથી ભાગ્ય તમારો સાથ આપશે.