તુલા રાશિ
આજે નોકરીના ક્ષેત્રે મોટા અધિકારી ઓની કૃપાદ્રષ્ટિ તમારા ઉપર બની રહેશે. ધન અને જમીન સાથે જોડાયેલા લાભ મળવાના યોગ છે. ધર્મ કર્મની બાબતમાં તમારો રસ રહેશે. તમે તમારી મધુર વાણીથી બીજાને પ્રભાવિત કરી શકો છો. માતાનું આરોગ્ય સારું રહેશે, જેને લીધે તમારી ચિંતાઓ દૂર થશે. તમારા મનમાં સકારાત્મકતાની ભાવના રાખવાથી ફાયદો મળશે. વેપાર-ધંધાની બાબતે કોઈ લાંબા રૂટની યાત્રા પર જઈ શકો છો, યાત્રા તમારા માટે લાભદાયક સાબિત થશે.
વૃષીક રાશિ
આજનો તમારો દિવસ ખાસ રહેવાનો છે. પરિવારના લોકો સાથે વધારેમાં વધારે સમય પસાર કરશો. ઘરના વડીલોની સલાહથી તમને ધન લાભ મળશે. જીવનમાં આનંદનો અનુભવ કરશો. લગ્ન યોગ્ય જાતકોને લગ્ન માટેના યોગ બની રહ્યા છે, તેના માટે કોઈ સારો પ્રસ્તાવ પણ આવી શકે છે. નોકરીના ક્ષેત્રે સારું વાતાવરણ રહેશે. તમે તમારા બધા કામ અને સમયસર પૂરા કરી શકો છો. વેપાર-ધંધો સારો ચાલશે.
ધન રાશિ
આજે તમે કામકાજમાં કેટલીક રીતમાં બદલાવ લાવવાના પ્રયત્નો કરી શકો છો. મિત્રો પાસેથી પુરી મદદ મળશે. કામના સ્થળે મોટા અધિકારીઓ તમારાથી ખુશ રહેશે. નોકરીમાં પદોન્નતિ મળવાની સંભાવના બની રહી છે. આજે તમે તમારી સંપત્તિનું રોકાણ કરવાની યોજના સાંભળી રહ્યા હોય તો તેમાં ફાયદો મળશે. સામાજિક ક્ષેત્ર માન અને સન્માનમાં વધારો થશે. લગ્ન જીવનમાં મધુરતા આવશે. જીવનસાથી તમારી ભાવનાઓને સમજશે.
મકર રાશિ
આજનો દિવસ તમારે બિનજરૂરી વાદ-વિવાદથી દૂર રહેવું. આજે તમે તમારા વેપાર ધંધાને લગતા મહત્વપૂર્ણ કામમાં સમય પસાર કરશો. આરોગ્ય સારું રહેશે. સંતાનો તરફથી ચિંતા દૂર થશે. વિદ્યાર્થીવર્ગને કઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે. વેપારમાં એક હદ સુધી સફળતા મળવાના યોગ દેખાઈ રહ્યા છે. તમારા વેપારમાં કોઈપણ પ્રકારનો બદલાવ કરવાની ઈચ્છા હોય તો અત્યારે તેના માટે સમય અનુકૂળ છે.
કુંભ રાશિ
આજે તમે તમારા ગુસ્સા ઉપર કાબૂ રાખશો તો તમારા બધા કામ વાદવિવાદ વગર પૂરા થઈ જશે. કામકાજમાં તમારું મન લાગશે. આજના દિવસે તમે તમારા પરિવારના સભ્યોને લઈને કોઈ ધાર્મિક સ્થળે દર્શન કરવા માટે જઈ શકો છો. દાંપત્યજીવનમાં મધુરતા બની રહેશે. પ્રેમીઓએ પોતાના જીવનસાથીની મુલાકાત પોતાના પરિવાર સાથે ન કરાવી હોય તો મુલાકાત કરાવવા માટે આજનો દિવસ ઉત્તમ છે. આજે તમારું આરોગ્ય સારું રહેશે.
મીન રાશિ
સામાજિક ક્ષેત્રે માન-સન્માનમાં વધારો થશે. આરોગ્ય સારું રહેશે. આજે તમે તમારા પરિવારના લોકો સાથે મનપસંદ ભોજનનો આનંદ લઈ શકો છો. વેપારમાં સતત પ્રગતિ મળશે. આજે તમે તમારા બધા કામ સમયસર પૂરા કરશો. જીવનસાથી સાથે કોઈ સારી જગ્યાએ ફરવા જવાની યોજના બની શકે છે. દાંપત્યજીવનમાં નજીકતા વધશે. પ્રેમ જીવનમાં સુધારો આવશે. તમારા પ્રિય વ્યક્તિ તમારી ભાવનાઓને સમજશે.