તુલા રાશિ
પરિવારના સભ્યોની સલાહ તમને સારો રસ્તો બતાવી શકે છે. ઘરનું વાતાવરણ સુખમય બનાવી રાખવામાં તમારો પૂરો સહયોગ રહેશે. પ્રેમ સંબંધોમાં નજીક તા બની રહેશે. વ્યવસાયિક ગતિવિધિઓ પહેલાની જેમજ ચાલતી રહેશે. ભાગીદારી વાળા વ્યવસાયમાં એકબીજાના સહયોગ થી ફાયદા ની સ્થિતિ બની રહેશે. નોકરી કરતા લોકોને આજે કોઈ મહત્વની જવાબદારી મળશે જે ભવિષ્યમાં લાભદાયક સાબિત થશે. પતિ-પત્નીના સંબંધોમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં રોમેન્ટિક વાતાવરણ રહેશે.
મિથુન રાશિ
ઘરમાં કોઈ ધાર્મિક ગતિવિધિ પૂરી થઈ શકે છે. જેથી સકારાત્મક વાતાવરણ રહેશે. ઘરમા વડીલોનો આશીર્વાદ અને સહયોગ પણ તમારા માટે ભાગ્યોદયકારક સાબિત થશે. તેમની દેખરેખ અને સેવાભાવ રાખવો તમારી જવાબદારી છે. ક્યારેક તમારો ગુસ્સો તમારા બનતા કાર્યોને ખરાબ કરી શકે છે. બાળકો માટે પણ તકલીફ વાળી સ્થિતિ ઊભી થઈ શકે છે. તમારી આ ઊર્જાને સકારાત્મક રૂપમાં પ્રયોગમા લાવવી.
કન્યા રાશિ
આ સમયે કોઈ પ્રકારની અવરજવર કરવી પણ યોગ્ય નથી. વ્યવસાયિક ગતિવિધિઓ આજે થોડી ધીમી રહી શકે છે. બપોર પછી ગ્રહની સ્થિતિ અનુકૂળ બની રહી છે. નોકરી કરતા લોકો અસ્વસ્થતાને કારણે પોતાના કામ પૂરા કરી નહીં શકે. લગ્ન સંબંધ તમારા પારિવારિક જીવનમાં પરેશાનીઓ લાવી શકે છે, એટલા માટે તેનાથી દૂર રહેવું. પારિવારિક સભ્યો સાથે સારો તાલમેલ બનાવી રાખવો. તમારી વ્યવસાયિક યોજનાઓ તથા કાર્ય પ્રણાલીને કોઇ સામે જાહેર ન કરો.
સિંહ રાશિ
આજનો દિવસ પરિવારના લોકો સાથે હાસ્ય-મનોરંજનમાં પસાર થવાથી તમે સકારાત્મક અનુભવ કરશો. કોઈ કાર્યમાં રિસ્ક લેવું તમારા માટે લાભને લગતી સ્થિતિ પણ બનાવશે. આર્થિક સ્થિતિ સારી રહેશે. તમારી અંદર અભિમાન અને જિદ્દ જેવા સ્વભાવને આવવા દેશો નહીં. જો તમારા આ સ્વભાવને સકારાત્મક રૂપમા ઉપયોગ કરશો તો તમારા માટે સારું વાતાવરણ બની શકે છે. અત્યારે નવી યોજનાઓને શરૂ ન કરવી.
વૃષીક રાશિ
સંબંધીઓને લગતા કોઈ વિવાદની આ બાબતને ઉકેલવામાં તમારો નિર્ણય સર્વોપરિ રહેશે. જો ઘરના પરિવર્તનને લગતી કોઈ યોજના બની રહી છે તો તેના અંગે ગંભીરતાથી વિચાર કરવા. આ સમયે પરિવર્તન દાયક ગ્રહ સ્થિતિ રહેશે. કોઈ મૂલ્યવાન વસ્તુ ખોવાઈ જવાની સ્થિતિ બની રહી છે. એટલા માટે તમારી વસ્તુઓને સંભાળીને રાખવી. બાળકો ઉપર નિયંત્રણ બનાવી રાખવું સારું રહેશે નહિતર વાદ વિવાદની સ્થિતિ વધી શકે છે. વ્યવસાયિક ક્ષેત્રમાં દરેક ગતિવિધિમાં તમારી હાજરી હોવી જરૂરી છે.