વૃષિક સહીત આ રાશિના જાતકોને હવે મળશે સારા કર્મોનું ફળ, અડચણો થવા લાગશે દુર

Posted by

કર્ક રાશિ

બધા કામને પ્રેક્ટીકલ રીતે પૂરા કરવાના પ્રયત્ન કરવા. વધારે ભાવુકતા અને ઉદારતા જેવા તમારા સ્વભાવને લીધે નુકશાન થઇ શકે છે. નજીકના સંબંધીઓ સાથે ગેટ ટુ ગેધર થવાથી બધા સભ્યો આનંદમાં રહેશે. સંતાનોની કારકિર્દી સાથે જોડાયેલ કામમાં અડચણ આવવાથી મન ચિંતિત રહેશે. આ સમયે બાળકોનું મનોબળ બનાવી રાખવું ખૂબ જ જરૂરી છે. ધ્યાન રાખો કે તમારા કોઈ નજીકના વ્યક્તિની જીદને કારણે તમારું નુકસાન થઈ શકે છે.

મીન રાશિ

આ સમયે પારીવારીક વ્યવસાય સાથે જોડાયેલા કામમાં સારી સફળતા મળશે, પરંતુ કોઈ પણ નવો નિર્ણય આજે ન લેવો. વ્યક્તિગત વ્યવસાયમાં મહેનત વધારે અને લાભ ઓછો જેવી સ્થિતિ રહેશે. પરંતુ તણાવ રહેવાથી તેનો ઉકેલ નહીં આવે. કોઈ ઓફિશિયલ યાત્રા થઈ શકે છે. પતિ-પત્ની વચ્ચે પારિવારિક આ વ્યવસ્થાને લઈને વાદવિવાદ રહી શકે છે. સામંજસ્ય દ્વારા પરિસ્થિતિઓને સંભાળવાના પ્રયત્ન કરવા.

કન્યા રાશિ

આજે યુવાનોની કારકિર્દી સાથે જોડાયેલા પ્રયત્નો સફળ થવાની પૂરી સંભાવના છે. તમારા કામ સરળ રીતે પૂરા કરવા માટે તમે સમર્થ રહેશો. આવક અને ખર્ચા બંને વચ્ચે યોગ્ય સમન્વય બની રહેશે. હસી ખુશીથી સમય પસાર થશે. મિલકત સાથે જોડાયેલ કોઈ સારી ડીલ થવાની સંભાવના છે. યુવાનોને કારકિર્દી આગળ વધારવાના પ્રયત્નોમાં સફળતા મળશે. રોકાણ સાથે જોડાયેલી યોજનાઓને કોઈ સામે જાહેર ન કરવી. કોઈની સલાહ પર વિશ્વાસ કરતા પહેલા સારી રીતે સમજી વિચારી લેવું જરૂરી છે.

સિંહ રાશિ

દાંપત્યજીવનમાં મધુરતા રહેશે. પ્રેમ સંબંધોમાં ભાવનાત્મક નજીકતા વધશે. મીડિયા સાથે જોડાયેલ ગતિ વિધિઓ ઉપર તમારું ધ્યાન કેન્દ્રિત રાખવું. આજે કોઈ શુભ સૂચના મળી શકે છે. કાર્યક્ષેત્રમાં કોઈ પણ પ્રકારના બદલાવ લાવવાના પ્રયત્નો ન કરવા, અત્યારે આ કામ માટે પરિસ્થિતિ અનુકૂળ નથી. પતી-પત્ની વચ્ચેના સબંધોમાં નજીકતા વધશે. પ્રેમી સામે લગ્ન માટે પ્રસ્તાવ રાખવા માટે ઉચિત સમય છે.

વૃષીક રાશિ

આજે તમારા વ્યક્તિગત કામમાં સારો સમય પસાર કરશો. જેને કારણે માનસિક શાંતિ મળશે. સામાજિક ક્ષેત્રમાં સન્માનજનક સ્થિતિ રહેશે. વિદ્યાર્થીઓને અભ્યાસ સાથે જોડાયેલી ગતિ વિધિમાં સારું પરિણામ મળશે. ઘરના કોઇ સભ્યના આરોગ્યને લઇને ચિંતા રહી શકે છે. કોઈ નજીકના સંબંધી સાથે વાદ વિવાદની સ્થિતિ ઉત્પન્ન થઈ શકે છે. તમારા સ્વભાવમાં ધીરજ અને સંયમ બનાવી રાખવો જરૂરી છે. વ્યવસાયિક ગતિવિધિઓ સારી રહેશે. કોઈપણ નવા કામની શરૂઆત કરવા માટે સમય અનુકૂળ નથી.